મરાઠા આરક્ષણના મુદ્દે ઉદ્ધવ ઠાકરેનું આક્રમક વલણ

શિવસેનાના ચીફે ગઈ કાલે પાર્ટીના વિધાનસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ કર્યું એલાન : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપ્યું પાર્ટીની માગણીનું આવેદનપત્ર

uddhav

મરાઠા આરક્ષણના મુદ્દે રાજ્યમાં ચાલી રહેલા મરાઠા સમાજના આંદોલને ગઈ કાલે હિંસક રૂપ ધારણ કર્યું ત્યારે બીજી તરફ સત્તામાં સહભાગી શિવસેનાએ મરાઠા આરક્ષણના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું. પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘બૅકવર્ડ ક્લાસ કમિશનના અહેવાલની રાહ જોવાની જરૂર નથી. રાજ્ય વિધાનસભાનું વિશેષ અધિવેશન તાત્કાલિક બોલાવીને મરાઠા સમાજને આરક્ષણ આપવાનો પ્રસ્તાવ મંજૂર કરો.’

શિવસેનાના બધા જ વિધાનસભ્યો સાથે ગઈ કાલે બપોરે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પર થયેલી બેઠકમાં પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતાં તેમણે આરક્ષણ અંગે તત્કાળ નિર્ણય લેવા જણાવ્યું હતું. રાજ ઠાકરેની જેમ ઉદ્ધવ ઠાકરેએ પણ આર્થિક ધોરણે આરક્ષણ આપવાની માગણી કરી હતી.

આ બેઠક બાદ પાર્ટીની માગણીનું આવેદનપત્ર લઈને શિવસેનાના વિધાનસભ્યો ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘બૅકવર્ડ ક્લાસ કમિશન ક્યારે આવશે? એ કેવી રીતે આવશે? એ થશે ત્યારે થશે; મહારાષ્ટ્ર સળગવા ન દો, તાત્કાલિક આરક્ષણ આપો. આરક્ષણ બાબતે જે-જે સમાજની માગણી છે એ બધી માગણીઓનો એકત્રિત વિચાર કરીને વિધાનસભામાં એકમતે નિર્ણય લેવો અને એ અહેવાલ સંસદ પાસે માન્યતા માટે મોકલો. એ માટે બૅકવર્ડ ક્લાસ કમિશનના અહેવાલની રાહ જોવાની જરૂર નથી. આપણે લીધેલો નિર્ણય સંસદમાં મોકલી ત્યાં જ મંજૂર કરાવી લેવો. અમે સરકારની સાથે છીએ. સંસદની તાત્કાલિક માન્યતા લઈને આ વિષય પૂરો કરો. મહારાષ્ટ્રમાં જાતિવાદી રાજકારણ થવા ન દો, રાજ્યમાં શાંતિ જાળવી રાખવી એ શિવસેનાની ભૂમિકા છે.’

ઉદ્ધવ ઠાકરેએ બાળ ઠાકરેને યાદ કરીને કહ્યું હતું કે ‘આરક્ષણ આર્થિક ધોરણ પર આપવું જોઈએ. દરેક જાતિને પેટ હોય છે, પરંતુ પેટને જાતિ આપવી નહીં એવી ભૂમિકા શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેની રહી હતી. મારું પણ એ જ કહેવું છે.’

ઉદ્ધવ ઠાકરેની પત્રકાર-પરિષદના મુદ્દા

આ વિષય કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે કે?

સત્તાધારીઓ જ્યારે નિર્ણય લેવા માગતા ન હોય એવો વિષય આવતાં કમિટી નીમી દેતા હોય છે અને વિષય કોર્ટના અધિકારક્ષેત્રમાં છે એવું કહીને બચતા હોય છે. આજે પણ મારો મત એ જ છે.

બધાએ એક મળીને એકમતે નિર્ણય લઈને ભલામણ કેન્દ્ર પાસે મોકલવી.

બધા પક્ષે વિશેષ અધિવેશન બોલાવવાનું માન્ય કર્યું હતું.

એ પહેલાં બૅકવર્ડ ક્લાસ કમિશનના અહેવાલની રાહ જોવી પડશે, પરંતુ અમારું માનવું છે કે એ અહેવાલની રાહ ન જોતાં અધિવેશન બોલાવવું.

દરેક સમાજના આરક્ષણના અહેવાલ બાબતે ભલામણ કરવી.

મરાઠા સમાજ સાથે અન્ય સમાજની માગણીઓનો પણ એકત્રિત વિચાર કરવો.

મરાઠા આરક્ષણના મુદ્દે કૉન્ગ્રેસના બધા જ વિધાનસભ્યો રાજીનામાં આપવા માગે છે

મરાઠા આરક્ષણના મુદ્દે મહારાષ્ટ્રના રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ મુદ્દે કૉન્ગ્રેસ પાર્ટીએ સરકારને મુશ્કેલીમાં મૂકવાની કોશિશ કરી છે. હવે કૉન્ગ્રેસના બધા વિધાનસભ્યોએ રાજીનામાં આપવાની તૈયારી શરૂ કરી છે. આ બાબતે પાર્ટી તરફથી કોઈ પણ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. પાર્ટીનું મોવડીમંડળ પરવાનગી આપે એની જ રાહ જોવાઈ રહી છે. પરવાનગી મળતાં જ બધા વિધાનસભ્યો રાજીનામાં આપશે.

મરાઠા જ નહીં, ધનગર અને મુસ્લિમોને પણ આપો આરક્ષણ : કૉન્ગ્રેસ

ગઈ કાલે રાજ્યપાલની મુલાકાત લઈને મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ અને ફ્ઘ્ભ્એ તેમને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ અશોક ચવાણે કહ્યું હતું કે ‘રાજ્યપાલ સમક્ષ અમે એવી માગણી કરી હતી કે રાજ્યની પરિસ્થિતિ સ્ફોટક થઈ રહી છે એટલે આપે હસ્તક્ષેપ કરવાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યની અત્યારની વિસ્ફોટક સ્થિતિ બાબતે ધ્યાન આપવું જોઈએ. કૉન્ગ્રેસ સરકારને બધી રીતે મદદ કરવા તૈયાર છે. આંદોલનકારીઓ ગુનેગાર નથી તો તેમની સામેના ગુના પાછા લેવા જોઈએ. મરાઠા સમાજની સાથે જ ધનગર અને મુસ્લિમ સમાજને પણ આરક્ષણ આપવું જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK