મરાઠા આરક્ષણના આંદોલનમાં સળગ્યું મહારાષ્ટ્ર

પુણે પાસે ચાકણમાં ૩૦ વાહનોની હોળી, ૭૦થી વધુ વેહિકલ્સની તોડફોડ કરવામાં આવી: ઔરંગાબાદ અને સોલાપુરમાં પણ તોફાન

maratha3

મરાઠા આરક્ષણને મુદ્દે રાજ્યમાં થઈ રહેલા આંદોલનને ગઈ કાલે હિંસાનો રંગ લાગ્યો હતો. પુણે નજીક આવેલા ચાકણના ઔદ્યોગિક વિસ્તારમાં મરાઠા આરક્ષણની માગણી સાથે કાઢવામાં આવેલા મોરચાએ નિયંત્રણ ગુમાવ્યું હતું અને તોફાને ચડેલા આંદોલનકારીઓએ ૧૦૦થી વધુ વાહનોને નુકસાન પહોંચાડવા ઉપરાંત ૩૦ જેટલાં વાહનોને આગને હવાલે કરી દીધાં હતાં. આ હિંસાને રોકવા માટે ટિયરગૅસનો ઉપયોગ નિષ્ફળ ગયા બાદ આખરે મોડી સાંજે સમગ્ર ચાકણમાં જમાવબંધી લાગુ કરી દેવામાં આવી છે.

maratha2

દરમ્યાન મરાઠા સમાજની માગણી પર સરકારે આખું વર્ષ કોઈ કાર્યવાહી કરી નહીં અને હવે સરકાર સાથે કોઈ પણ ચર્ચા કરવી નથી એવી ગાંઠ બાંધીને મરાઠા ક્રાન્તિ મોરચાએ ૯ ઑગસ્ટ સુધી રાજ્યભરમાં જનઆંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

maratha

ચાકણમાં મરાઠા કાર્યકર્તાઓએ ૨૫થી ૩૦ ગાડીઓ સળગાવી હતી, જેને કારણે આંદોલન ઉગ્ર બનતાં પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો. એ પછી આગને કાબૂમાં લેવા પિંપરી-ચિંચવડથી ફાયર-અધિકારીઓ ફાયર-એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આંદોલનકર્તાઓએ પોલીસ-સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો જેમાં પાંચ પોલીસ જખમી થયા હતા. ચાકણમાં આરક્ષણ માટે મરાઠા સમાજના કાર્યકર્તાઓએ ૧૦૦થી ૧૫૦ ગાડીઓની તોડફોડ કરી હતી. યુવકોએ વાહનો પર પથ્થરમારો પણ કર્યો હતો તેમ જ એક ST બસ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તરત જ આગ બુઝાવી દીધી હતી. ફોટો પાડ્યો હોવાથી ચાકણમાં આંદોલકોએ ૧૦૦થી વધુ મોબાઇલો ફોડ્યા હતા. ચાકણમાં ઇન્ટરનેટ સર્વિસ અને મોબાઇલ સર્વિસ ઠપ રહી હતી. ચાકણમાં હિંસાચાર વધતો હોવાથી આખરે પોલીસે જમાવબંધીની ૧૪૪ કલમ લાગુ કરી છે.

મરાઠા આંદોલકોએ ગઈ કાલે પુણેના માર્કેટ યાર્ડ પરિસરમાં બંધ પાYયો હતો. એને કારણે વેપારીઓએ દુકાનો બંધ રાખીને બંદને સર્પોટ કર્યો હતો. અમુક ઠેકાણે આંદોલકોએ તોડફોડ કરી વિરોધ દર્શાવ્યો હતો. હિંજવડી IT પાર્કમાં પણ આંદોલકોએ આંદોલન કરતાં આ પરિસરમાં ભારે ટ્રાફિકની સમસ્યા થઈ હતી.

maratha1

સોલાપુરમાં શિવાજી ચોકમાં પથ્થરમારો, પોલીસની ગાડીઓની તોડફોડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે આંદોલનકર્તાઓ પર લાઠીમાર કર્યો હતો. આ આંદોલનમાં સોલાપુર જિલ્લા અને શહેર ૧૦૦ ટકા બંધ રહ્યાં હતાં. એ સિવાય સ્કૂલો-કૉલેજો પણ બંધ રહી હતી.

નાશિકમાં મરાઠા સમાજ વતી શિવસેનાની દેવલાલી વિધાનસભા મતદારસંઘના વિધાનસભ્ય યોગેશ ઘોલપના નિવાસસ્થાને આંદોલન કરવામાં આવ્યું હતું.

આંદોલનને કારણે પુણેથી નાશિકની બસ-સર્વિસ બંધ કરવામાં આવી હતી, જેને કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલી થઈ હતી.

નંદુરબારમાં પણ મરાઠા મોરચાને પગલે શહેરમાં બંધ પાળવામાં આવ્યો હતો.

ઔરંગાબાદમાં મુકુંદવાડીમાં મરાઠા ક્રાન્તિ મોરચા દ્વારા રસ્તારોકો અને માર્કેટો બંધ રાખવામાં આવી હતી.

બીડમાં મરાઠા આરક્ષણની માગણી માટે કેજ તાલુકાના ધનેગાવ ફાટામાં રસ્તારોકો આંદોલન કર્યું હતું.

પરભણીમાં આરક્ષણની માગણી માટે પાથરીમાં ઢાલેગાવમાં કાર્યકર્તાઓએ ભારે આંદોલન કર્યું હતું.

હિંગોલીમાં ગાંધીચોકમાં મરાઠા સમાજ વતી બેમુદત આંદોલનની શરૂઆત થઈ હતી તેમ જ કળમનુરીમાં માળેગાવ ફાટામાં રસ્તારોકો આંદોલન પણ કર્યું હતું.

યવતમાળમાં મરાઠા આરક્ષણ માટે નેર શહેરમાં કડક બંધ પાળવામાં આવ્યો હતો. આરક્ષણની માગણી માટે RPI(A)ના નગરસેવક મોહન ભોયરે મુખ્યાધિકારીને રાજીનામું સોપ્યું છે.

કોલ્હાપુરમાં આરક્ષણ માટે મરાઠા સમાજના કાર્યકર્તાઓએ પ્રતીકાત્મક ફાંસી લઈને અનોખું આંદોલન કર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK