મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં આજે મરાઠાઓનો બંધ નહીં

આજના મરાઠાઓના મહારાષ્ટ્ર બંધમાંથી મુંબઈ, થાણે, નવી મુંબઈ રહેશે બાકાત

maratha



આરક્ષણની માગણી માટે શરૂ થયેલા મરાઠા આંદોલનને બે વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એ નિમિત્તે મરાઠા ક્રાન્તિ મોરચાએ આજે ક્રાન્તિ દિને મહારાષ્ટ્ર બંધની હાકલ કરી છે. જોકે આ બંધમાંથી મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પરલીને બાકાત રાખવામાં આવ્યાં છે. આ જગ્યાઓએ કોઈ બંધ કરવામાં નહીં આવે, ફક્ત આંદોલન કરવામાં આવશે એવું આંદોલનકારીઓએ જાહેર કર્યું છે. સત્તાવાર રીતે જાહેરાત ન કરવામાં આવી છતા સ્કૂલોએ આજે બંધને પગલે રજા રાખી છે.

થાણેમાં કલેક્ટરની ઑફિસ સહિત કુલ છ જગ્યાએ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે બંધ નથી રાખવામાં આવ્યો. મરાઠા આંદોલનકારીઓ અને થાણે પોલીસ વચ્ચે ગઈ કાલે એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૧ દિવસથી  મરાઠા સમાજનું આરક્ષણની માગણી માટે આંદોલન ચાલી રહ્યું છે. આ દરમ્યાન અનેક ઠેકાણે આંદોલન હિંસક બન્યું હતું. એ બાબતને ધ્યાનમાં લેતાં આજે રાજ્યભરમાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોલાપુર, પુણે, કોલ્હાપુર, સાતારા, ઔરંગાબાદ, લાતુર અને રાયગડ જિલ્લાઓમાં સૌથી વધુ પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવશે. રાજ્યના સરકારી કર્મચારીઓ પણ હડતાળ પર હોવાથી આવતી કાલે સરકારની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.

અફવાઓ પર વિશ્વાસ રાખતા નહીં

મરાઠા સમાજના આજના બંધને લઈને ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને એના પર વિશ્વાસ રાખવો નહીં એમ જણાવતાં મરાઠા ક્રાન્તિ મોરચાએ કહ્યું હતું કે ‘આજે બંધને કારણે મુંબઈમાં કરફ્યુ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે, એને કારણે મુંબઈમાં પેટ્રોલ-પમ્પથી લઈને મૉલ સુધી અને રિક્ષાથી લઈને બસ સુધીની બધી ટ્રાન્સપોર્ટ-સર્વિસ બંધ રહેશે, એ સિવાય નાગરિકોએ આવશ્યક વસ્તુઓની ખરીદી પણ કરી રાખવી જેવા અનેક મેસેજ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યા છે એ ખોટા છે અને આજે મુંબઈનું જનજીવન સામાન્ય રહેશે.’

આરક્ષણથી હતાશ શિક્ષકે આત્મહત્યા કરી

છોકરાઓને સારું એજ્યુકેશન આપ્યા બાદ પણ નોકરી મળતી નથી. પુત્રી MScમાં યુનિવર્સિટીમાં બીજા નંબરે આવી હોવા છતાં તેને પણ ક્યાંય નોકરીની તક મળતી નથી. એને કારણે નિરાશ થયેલા લાતુર જિલ્લાના એક ટીચર રમેશ પાટીલે ગઈ કાલે પોતાના જ ખેતરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. રમેશ પાટીલે લખેલી સુસાઇડ-નોટમાં આત્મહત્યા માટે આરક્ષણને કારણે હતાશાને જવાબદાર ઠેરવી છે. મુરુડ

પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે.

રમેશ પાટીલ નિવળીની એક સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. પુત્રી MSc થઈ છે, જ્યારે બીજી પુત્રીએ એન્જિનિયરિંગનું શિક્ષણ પૂરું કર્યું છે. પુત્ર પણ ડિગ્રીધારક છે અને હાલમાં સ્પર્ધા-પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. તેમને ૧૦ એકરની ખેતી છે જેના પર રાષ્ટ્રીયકૃત બૅન્ક અને સરકારી બૅન્કની ૩,૨૫,૦૦૦ રૂપિયાની લોન છે. લોનની ચુકવણી થતી નથી. આરક્ષણ ન હોવાથી સંતાનોને પણ નોકરી મળતી ન હોવાનું કારણ આત્મહત્યા પહેલાં લખેલી ચિઠ્ઠીમાં તેમણે જણાવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK