મરાઠા આંદોલનકર્તાના સામાન્ય ગુના માફ કરવા તૈયાર મુખ્ય પ્રધાન

પોલીસો પર હુમલો કરનારાને નહીં મળે માફી : રાજ્યની બીજી બધી પાર્ટીઓએ પણ આરક્ષણના મુદ્દે રણનીતિ ઘડી કાઢવા આજે બેઠકોનું આયોજન કર્યું

devednra

મરાઠા આરક્ષણ માટે આંદોલન કરનારા યુવકો પર નોંધવામાં આવેલા બધા જ સામાન્ય પ્રકારના કેસ પાછા લેવાની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. આંદોલન દરમ્યાન જેમણે પોલીસ પર હુમલો કર્યો હતો એવા કેસ કોઈ પણ સંજોગોમાં પાછા લેવામાં નહીં આવે એવું આકરું વલણ મુખ્ય પ્રધાને અપનાવ્યું હતું. મુખ્ય પ્રધાને નારાયણ રાણે, નીતેશ રાણે અને કેટલાક મરાઠા આંદોલન સમન્વયક સાથેની બેઠક પૂરી થયા બાદ આ એલાન કર્યું હતું. બીજી તરફ મરાઠા આરક્ષણના મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજ્યની બધી જ પૉલિટિકલ પાર્ટીઓએ આજે મરાઠા આરક્ષણના મુદ્દે કેવું વલણ અપનાવવું એ નક્કી કરવા માટે બેઠક બોલાવી છે.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘આંદોલનકર્તા યુવકો આપણા જ છે એ ધ્યાનમાં રાખીને તેમની સામેના સામાન્ય કક્ષાના કેસ પાછા લેવાનો સરકારે નિર્ણય લીધો છે, પરંતુ પોલીસ પર હુમલો કરનારાઓ વિરુદ્ધના કેસ પાછા ખેંચવામાં નહીં આવે, કારણ જો આવા કેસ પાછા લઈશું તો રાજ્યમાં ખોટો સંદેશો જશે અને આગામી દિવસોમાં રાજ્યમાં અરાજકતાની સ્થિતિ નિર્માણ થશે. બૅકવર્ડ ક્લાસ કમિશનનો અહેવાલ આવ્યા બાદ એક મહિનામાં એના પરની બધી જ બંધારણીય કાર્યવાહી પૂરી કરીને આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે કે સભાગૃહમાં બધા જ પક્ષના વિધાનસભ્યો સકારાત્મક રીતે આનો વિચાર કરશે. બધા જ વિધાનસભ્યો આરક્ષણની તરફેણમાં છે. મરાઠા સમાજના અમુક લોકોએ ચર્ચા માટે ના પાડી, અમુક લોકોએ ચર્ચા માટે તૈયારી દાખવી. તૈયાર લોકો સાથે મેં ચર્ચા કરી હતી. મરાઠા સમાજનાં બધાં સંગઠનો એક જ દિશામાં કામ કરે છે. કોઈનું માન-અપમાન કરવાનું સરકારનું વલણ ક્યારેય રહ્યું નથી.’

વિધાનસભ્યો રાજીનામાં પાછાં લે

મરાઠા આરક્ષણના મુદ્દા પર રાજીનામાં આપનારા પાંચ વિધાનસભ્યોને રાજીનામાં પાછાં ખેંચવાની અપીલ કરતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘આપણે સૌએ મતદાન કરીને સમાજને આરક્ષણ આપવાનું છે. રાજીનામાં આપીને આપણે આરક્ષણને મદદ કરી શકીશું નહીં. લાગણીમાં તણાઈને રાજીનામાં આપવા કરતાં સભાગૃહમાં હાજર રહીને મરાઠા સમાજની તરફેણમાં મતદાન કરવું.’

પુણેમાં ચક્કા જામ, સોલાપુરમાં આજે બંધ

મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી માટે મરાઠા ક્રાન્તિ મોરચાએ ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે પુણેમાં મોરચો કાઢ્યો હતો. એને કારણે પુણેમાં ચક્કા જામ થયો હતો તેમ જ મોરચાને પગલે પુણેના અનેક વિસ્તારોમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી. ડેક્કન જિમખાના પાસે છત્રપતિ સંભાજી મહારાજના સ્ટૅચ્યુને મહિલા આંદોલનકર્તાએ પુષ્પહાર અર્પણ કર્યા હતા અને આંદોલન દરમ્યાન આત્મહત્યા કરનારા કાકાસાહેબ શિંદેને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. સુરક્ષાને પગલે મોરચા દરમ્યાન ભારે પોલીસ તહેનાત રહી હતી.

સોલાપુરમાં ગઈ કાલે મરાઠા સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરક્ષણની માગણી માટે આજે મરાઠા સમાજના લોકોએ સોલાપુરમાં બંધનું આહ્વાન કર્યું છે. ગયા અઠવાડિયે સોલાપુરમાં આંદોલકોએ ૧૬ બસો ફોડી હતી. એથી આજે સોલાપુર બંધ દરમ્યાન ભારે પોલીસ-બંદોબસ્ત રહેશે.

૯ ઑગસ્ટે રાજ્યવ્યાપી બંધ

મરાઠા આરક્ષણના મુદ્દે આક્રમક થયેલા આંદોલનકારીઓએ ગઈ કાલે લાતુરમાં આયોજિત બેઠકમાં ૯ ઑગસ્ટે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારું આંદોલન સરકારના વિરોધમાં છે અને મુંબઈના સહ્યાદ્રિ અતિથિગૃહમાં મુખ્ય પ્રધાન અને મરાઠા આંદોલકો વચ્ચે થયેલી બેઠક અને એમાં લેવામાં આવેલો નિર્ણય મરાઠા સમાજને માન્ય ન હોવાનું મરાઠા આંદોલકોએ કહ્યું હતું. મરાઠા સમાજ બાબતે ગમેએમ કમેન્ટ કરી જાતિમાં તિરાડ પાડવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. એથી આંદોલનની ધાર તીવ્ર કરવા માટે આ પછીનું દરેક આંદોલન રાજ્યભરમાં એક થઈને કરવામાં આવશે.

બન્ને કૉન્ગ્રેસના વિધાનસભ્યોની આજે બેઠક

મરાઠા આરક્ષણના મુદ્દે કેવા પ્રકારનું વલણ અપનાવવું એ બાબતે વિચાર-વિનિમય કરવા માટે બન્ને કૉન્ગ્રેસના વિધાનસભ્યોની તાત્કાલિક બેઠકનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું છે. ફ્ઘ્ભ્ના નેતા અજિત પવાર અને કૉન્ગ્રેસના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે એવી માહિતી આપી હતી કે મરાઠા આરક્ષણના પ્રfને મુખ્ય પ્રધાન દ્વારા અચાનક ગ્રુપ-લીડરોની બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ મુખ્ય પ્રધાન મરાઠા સમાજના નેતાઓને પણ મળ્યા હતા. આ બધી બાબતને ધ્યાનમાં રાખીને બન્ને પક્ષો પહેલાં પોતાના વિધાનસભ્યો સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને પછી બન્ને પક્ષની સંયુક્ત બેઠકમાં મરાઠા આરક્ષણ વિશે આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે.

શિવસેનાની પણ આજે બેઠક


મરાઠા આરક્ષણ સંદર્ભમાં ચર્ચા કરવા માટે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે ૧૨ વાગ્યે માતોશ્રીમાં પાર્ટીના બધા જ વિધાનસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક રાખી છે. બેઠકમાં તેઓ મરાઠા આરક્ષણના મુદ્દે વિધાનસભ્યોનાં મંતવ્યો જાણી લેશે. આ પછી આગામી દિવસોમાં આ મુદ્દે કેવું વલણ અપનાવવું એનો નિર્ણય લેવામાં આવશે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK