ચોરી માટે પ્લેનમાં આવતો અને પ્લેનમાં જ છૂ થઈ જતો

મુંબઈ આવીને થ્રી સ્ટાર હોટેલમાં રહેતો અને કારમાં ફરતો : ATMમાંથી એક જ દિવસમાં લાખો રૂપિયાની તફડંચી કરીને રફુચક્કર થઈ જતો

arrest

ઓડિશાથી પ્લેનમાં મુંબઈ આવીને કારમાં ફરીને ATMમાં આવનારા લોકોને ગેરમાર્ગે દોરીને તેમના અકાઉન્ટમાંથી પૈસા કાઢીને પ્લેનમાં ફરી પાછા ઓડિશા ભાગી જતા ઠગને સાકીનાકા પોલીસે ટ્રૅપમાં ફસાવીને પકડી પાડ્યો છે. ઓડિશાથી મુંબઈ આવીને શંભવ આચાર્ય ભાડાની ઇનોવા કારમાં ફરતો હતો અને એક દિવસમાં લાખો રૂપિયા છેતરપિંડીથી મેળવતો હતો. અંધેરી સ્ટેશન નજીકના એક ATMની બહારના CCTV કૅમેરાનાં ફુટેજના આધારે કાર-ડ્રાઇવરનું પગેરું મેળવીને પોલીસે શંભવને પકડી પાડ્યો હતો.

અંધેરીમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ATMમાં પૈસા કઢાવવા ગયેલા યુવાનના અકાઉન્ટમાં બે વખત પંદર-પંદર હજાર રૂપિયા કપાયા હોવાના મેસેજ આવ્યા હતા એમ જણાવીને સાકીનાકા પોલીસે કહ્યું હતું કે ‘ધેરી વિસ્તારમાં આ પ્રકારની ચોરીના ગુનાઓ વધી રહ્યા હતા એથી અમે ત્યાંના ATMની બહાર અને અંદરના CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરી હતી. એમાં જોવા મYયુ હતું કે એક શંકાસ્પદ વ્યક્તિ ઇનોવા કારમાંથી ઊતરે છે. આ કારના નંબર પરથી ડ્રાઇવર સુધી અમે પહોંચ્યા હતા. ત્યારે શંભવ આચાર્યની ઓળખ મળી હતી અને ફરી તે મુંબઈ પાછો આવે ત્યારે પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. મંગળવારે શંભવ મુંબઈ આવ્યો હતો અને ત્યારે તેને પકડી પાડ્યો હતો.’

શંભવની કાર્યપદ્ધતિ વિશે સાકીનાકા પોલીસે કહ્યું હતું કે ‘ઓડિશાથી પ્લેનમાં તે આવતો અને ત્યાર બાદ થ્રી સ્ટાર હોટેલમાં ફ્રેશ થઈને વેસ્ટર્ન સબર્બ્સમાં કારમાં ફરતો હતો. મોટા ભાગે બેથી ત્રણ મશીન એકસાથે હોય અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની ATM કૅબિનને તે ટાર્ગેટ બનાવતો હતો. કોઈ વ્યક્તિ પૈસા કઢાવવા આવી હોય અને પિન-નંબર નાખી દે ત્યાર બાદ શંભવ તેને ગમે એ બહાને રોકી લેતો હતો. મશીન ખરાબ થયું છે, મશીનમાં પૈસા નથી, મશીનમાં માત્ર ૨૦૦૦ રૂપિયાની નોટ છે જેવી વાતો તે કરતો હતો. એથી પહેલી વ્યક્તિ ટ્રાન્ઝૅક્શન ક્લોઝ કર્યા વગર બીજા ATM તરફ જાય ત્યારે એનો લાભ લઈને શંભવ પૈસા કઢાવીને રફુચક્કર થઈ જતો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK