ઘરમાં મોબાઇલ મૂકીને આ ભાઈ ગુમ થઈ ગયા

છેલ્લે તેઓ ગ્રાન્ટ રોડ પાસેની નવજીવન સોસાયટી પાસે દેખાયેલા, રસ્તા પરના આગળના કૅમેરા બંધ હોવાથી તેમની ભાળ મેળવવાનું મુશ્કેલ બની ગયું

missing

ગ્રાન્ટ રોડમાં બાલારામ એસ્ટેટમાં રહેતા ૩૫ વર્ષના સુરેશ બોહરા ૧૬ જુલાઈથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. તેઓ ઓળખીતાની ઑટોપાર્ટ્સની શૉપમાં કામ કરે છે અને એ કામને લઈને તેઓ દિવસભર વિવિધ માર્કે‍ટમાં ફરતા હોય છે.

૧૬ જુલાઈએ તેઓ દીકરીને સ્કૂલમાંથી લઈને તેને ઘરે મૂક્યા બાદ ઘરેથી નીકળ્યા અને પછી તેમનો કોઈ પત્તો જ નથી. મોડી રાત સુધી ઘરે ન આવતાં તેમની વિવિધ ઠેકાણે તપાસ કરી હતી, પરંતુ એમ છતાં કોઈ ભાળ ન મળતાં અંતે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે. જોકે એ દરમ્યાન એ પણ ખબર પડી કે તેમનો મોબાઇલ પણ ઘરે જ રહી ગયો હતો. ઉલ્લેખનીય છે કે રસ્તા પર લગાડેલા અમુક CCTV કૅમેરા એ વખતે કામ કરતા ન હોવાથી સુરેશભાઈ છેલ્લે નવજીવન સોસાયટી પાસે જોવા મળ્યા હતા.

મારો સાળો એકદમ શાંત સ્વભાવનો છે એમ જણાવતાં ભાયખલામાં રહેતા તેમના બનેવી રમેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરેશ તેમની પતïની અને ૩ વર્ષની દીકરી સાથે ગ્રાન્ટ રોડમાં રહે છે, જ્યારે તેમની ૩ બહેનો અને તેમને ગણીને ૩ ભાઈઓ મુંબઈમાં રહે છે અને એક ભાઈ કર્ણાટકમાં રહે છે. સુરેશ કાકાની દુકાને કામ કરે છે અને તે ઑટોપાટ્ર્સની હોવાથી એની સપ્લાય કરવા માર્કે‍ટમાં ફરતા રહેતા હોય છે. સ્વભાવે એકદમ શાંત અને મહેનત કરી પરિવારને સંભાળે છે. ૧૬ જુલાઈએ બપોરે દીકરીને સ્કૂલમાંથી લાવીને ઘરે મૂકી અને બપોરે ૨.૨૨ વાગ્યાની આસપાસ તેઓ ઘરેની નીકળ્યા હતા અને ત્યાર બાદ પાછા ફર્યા નથી. એથી તેમનું કોઈની સાથે કંઈ બોલવાનું થયું હોય એ શક્ય નથી લાગતું.’

છેલ્લે નવજીવન સોસાયટી પાસે દેખાયા હતા એમ કહેતાં રમેશભાઈએ કહ્યું હતું કે ‘અમે બધાએ મળીને તેમને મોટા ભાગે બધે શોધી લીધા છે, પરંતુ કોઈ ભાળ નથી મળી. પોલીસ પણ પોતાની રીતે તપાસ કરી રહી છે. તપાસ વખતે તેમની સોસાયટીમાં લાગેલા CCTV કૅમેરાના ફુટેજની તપાસ કરી તો ત્યાંના કૅમેરામાં દેખાયા હતા અને થોડે આગળ ગ્રાન્ટ રોડમાં આવેલી નવજીવન સોસાયટી પાસે રસ્તા પર લગાડેલા કૅમેરાની તપાસ કરતાં ત્યાં સુધી તેઓ દેખાયા હતા, પરંતુ એની આગળના રસ્તા પરના કૅમેરા બંધ હોવાથી ત્યાંથી કડી મળી શકી નથી. આ સોસયટી પાસેથી તેઓ ક્યાં ગયા એની કંઈ ખબર નથી પડતી. ઘરે તપાસ કરી તો ઘરમાંથી તેમનો મોબાઇલ પણ મળી આવ્યો છે. તેઓ અચાનક આ રીતે ગુમ થયા હોવાથી અને કોઈ જ માહિતી મળી રહી ન હોવાથી અમે બધા ખૂબ ચિંતામાં છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK