BPCLની રિફાઇનરીમાં ધડાકા બાદ આગ, ૪૩ જણ ઘાયલ

પાંચ કિલોમીટર સુધી સંભળાયો ધડાકો, અનેક ઘરના તૂટ્યા કાચ

bpcl3

ચેમ્બુરમાં માહુલ રોડ પર આવેલી BPCLની રિફાઇનરીમાં ગઈ કાલે બપોરે ૨.૪૫ વાગ્યે અચાનક બૉઇલરમાં બ્લાસ્ટ થવાને કારણે ભીષણ આગ લાગી હતી. એમાં ૪૩ વર્કરો જખમી થયા છે. કંપનીએ આપેલા સ્ટેટમેન્ટ પ્રમાણે કૉમ્પ્રેસર શેડ ઑફ હાઇડ્રોક્રૅકર પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.

BPCLના ફર્સ્ટ એઇડ સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાવીસ જણને જવા દેવામાં આવ્યા હતા તેમ જ ૨૧ જણને નજીકની ચેમ્બુરની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. એમાંથી એકની હાલત ગંભીર હોવાથી તે ICUમાં સારવાર હેઠળ છે. ૨૮ ફાયર-એન્જિન, બે ફોમ ટેન્ડર અને બે જમ્બો ટૅન્કર્સ સાથે અધિકારીઓ આગને કાબૂમાં લેવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર-બ્રિગેડ સહિત રિફાઇનરીની પોતાની ફાયર ફાઇટિંગ ટીમ, HPCL, ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર, RCF અને માઝગાવ ડોકથી પણ ફાયર-એન્જિનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને ભારે જહેમત બાદ સાંજે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

સાયન સુધી અવાજ સંભળાયો

જાહેર ક્ષેત્રની ઑઇલ ફર્મના પ્લાન્ટમાં લાગેલી આગમાં થયેલા બ્લાસ્ટનો અવાજ પાંચથી છ કિલોમીટર સુધી સંભળાયો હતો અને એને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કંપનીમાં આગ લાગતાં સ્ફોટનો ભારે અવાજ થયો હતો. આ અવાજ એટલો પ્રચંડ હતો કે સાયન સુધી એનો અવાજ અનુભવાયો હતો. ચેમ્બુર, માહુલ, ચૂનાભઠ્ઠી, કુર્લા અને સાયનમાં અમુક ઘરોના કાચમાં તિરાડો પણ પડી હોવાનું કહેવાય છે. ભારત પેટ્રોલિયમના પ્લાન્ટની બાજુમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમનો પ્લાન્ટ હોવાથી નાફ્થા ઑઇલની અતિ સંવેદનશીલ ટાંકીને કારણે જોખમ વધવાની શક્યતા સ્થાનિક વિધાનસભ્ય તુકારામ કાતેએ વ્યક્ત કરી હતી. BPCLના પ્લાન્ટ પાસેના માહુલ ગામ સહિત ગવ્હાણપાડા અને વિષ્ણુનગર ઝૂંપડપટ્ટીના લોકોને સુરક્ષાને પગલે સેફ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા.

bpcl1

અફવાઓ પર ધ્યાન ન આપો

આ ઘટના બાદ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો. એ વૉટ્સઍપ અને ફેસબુકના માધ્યમથી મોટા પ્રમાણમાં શૅર કરવામાં આવ્યો હતો, પરંતુ એ ચેમ્બુરની ઘટનાનો વિડિયો નથી. વાઇરલ થયેલો વિડિયો મેક્સિકોમાં ગૅસ-સ્ફોટનો વિડિયો છે. ૨૦૧૨માં મેક્સિકોમાં થયેલા આ સ્ફોટમાં ૩૨ જણ જખમી થયા હતા.

bpcl

૭૨ ટન હાઇડ્રોકાર્બન બળી ગયો

BPCLની રિફાઇનરીમાં ગઈ કાલે લાગેલી આગ હાઇડ્રોક્રૅકર યુનિટના બૉઇલર સેક્શનમાં લાગી હતી. એમાં ૭૨ ટન હાઇડ્રોકાર્બન હતું, જેનો ઉપયોગ વૅક્યુમ ગૅસ ઑઇલનું વિભાજન કરીને ડીઝલના ઉત્પાદન માટે કરવામાં આવવાનો હતો. અહીં આગ લાગ્યા બાદ બાકીના બધા જ પ્લાન્ટનું પ્રેશર સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ઘટાડી નાખવામાં આવ્યું હતું અને યુનિટ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આને પરિણામે આગ ફેલાઈ નહોતી અને ૭૨ ટન હાઇડ્રોકાર્બન સળગી ગયા પછી નિયંત્રણમાં લઈ શકાઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK