કમર્શિયલ વિસ્તારોની હોટેલો અને દુકાનો જ ચોવીસ કલાક ખુલ્લી રહેશે

મુંબઈના રેસિડેન્શ્યલ વિસ્તારોમાં આવેલાં દુકાનો, હોટેલો, પબ, રેસ્ટોરાંને ૨૪ કલાક ખુલ્લાં રાખવા બાબતે પરવાનગી આપવામાં નહીં આવે એવું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મોડી રાતે વિધાનસભામાં સ્પષ્ટ કર્યું હતું.

મુંબઈ એસ્ટૅબ્લિશમેન્ટ ખરડો ગુરુવારે રાતે વિધાનસભામાં મંજૂર થયો હતો. કયા વિસ્તારમાં કયું એસ્ટૅબ્લિશમેન્ટ કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે એનો અધિકાર પોલીસ ડિપાર્ટમેન્ટને રહેશે અને એ માટે પોલીસ પાસેથી પરવાનગી લેવી પડશે.

રેસિડેન્શ્યલ વિસ્તારોમાં ૨૪ કલાક દુકાનો અને હોટેલો ખુલ્લી રાખવામાં આવશે તો નાગરિકોને ત્રાસ થશે એવો મુદ્દો આશિષ શેલારે માંડ્યો હોવાથી રેસિડેન્શ્યલ વિસ્તારોમાં આવાં એસ્ટૅબ્લિશમેન્ટ ૨૪ કલાક ખુલ્લાં રાખવાની પરવાનગી આપવામાં નહીં આવે એવું મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું હતું.

દસથી ઓછા કર્મચારીઓ કામ કરતા હોય એવા એસ્ટૅબ્લિશમેન્ટના માલિકોએ ધંધો શરૂ કરતાં પહેલાં ૬૦ દિવસમાં ઑનલાઇન અરજી કરવી પડશે. એસ્ટૅબ્લિશમેન્ટમાં પચાસથી વધુ મહિલાઓ કામ કરતી હોય એ સ્થળે પાળણાઘરની વ્યવસ્થા માલિકે કરવી પડશે. ૧૦૦થી વધુ કર્મચારી હોય એવા એસ્ટૅબ્લિશમેન્ટમાં કર્મચારીઓ માટે કૅન્ટીનની વ્યવસ્થા કરવી જરૂરી છે. મહિલા કર્મચારીઓને રાતના સમયે તેમના રહેઠાણે સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી પણ એસ્ટૅબ્લિશમેન્ટના માલિકની રહેશે. પ્રત્યેક એસ્ટૅબ્લિશમેન્ટમાં CCTV કૅમેરા ઇન્સ્ટૉલ કરવા જરૂરી છે.

વેપારીઓ આ નિર્ણયથી હજી અચોક્કસ

સરકારના આ પ્લાનથી શહેરના વેપારીઓ હજી પણ ચોક્કસ નથી. ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના ચીફ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેસ્ટોરાં અને શૉપ્સ માટે આ કાયદો સારો રહેશે, પરંતુ એરિયા પ્રમાણે અમલીકરણમાં મુકાયેલી પૉલિસી કદાચ ચર્ચાસ્પદ બની રહેશે. અમે સાંભળ્યું છે કે બિઝનેસ-માલિકોએ પોતાનાં એસ્ટૅબ્લિશમેન્ટ્સ ખુલ્લાં રાખવા માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવાની રહેશે. આ સાચું છે કે નહીં એ બાબતે અમે હજી ચોક્કસ નથી. આ બાબતે સરકારે સ્પષ્ટતા કરવી જરૂરી છે. જો આખી રાતનો બિઝનેસ-પ્લાન અમલમાં મૂકવાનું નક્કી થઈ ગયું હોય તો એના પર કોઈ નિયંત્રણો લાગુ થવાં જોઈએ નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy