મને ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરી હતી મરાઠાઓએ : મહિલા સંસદસભ્ય

હિના ગાવિતે લોકસભામાં કહ્યું કે હું આદિવાસી હોવાથી આંદોલનકર્તા જાણીજોઈને મારી કાર પર ચડી ગયા હતા અને તોડફોડ કરી હતી

ધુળેમાં ગાડી પર ચડીને તોડફોડ કરનારા આંદોલનકારીઓ પર ઍટ્રૉસિટી હેઠળ કેસ નોંધો એવી માગણી કરતાં BJPનાં સંસદસભ્ય હિના ગાવિતે લોકસભામાં કહ્યું હતું કે ‘હું આદિવાસી મહિલા સંસદસભ્ય હોવાથી ઇરાદાપૂર્વક મને જ નિશાન બનાવીને આ તોડફોડ અને ધમાલ કરવામાં આવી હતી.’

સમગ્ર બનાવનું વર્ણન લોકસભામાં કરતાં હિના ગાવિતે કહ્યું હતું કે ‘ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટીની મીટિંગમાં મારી સાથે અન્ય લોકપ્રતિનિધિઓ પણ હતા. એમ છતાં ફક્ત મને ટાર્ગે‍ટ કરવામાં આવી હતી. દસથી ૧૫ જણે મારી કાર પર હુમલો કર્યો હતો અને કાર પલટવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેઓ કારની ઉપર ચડીને નાચી રહ્યા હતા. હું કારમાંથી સમયસર ઊતરી ગઈ ન હોત તો મારું મૃત્યુ પણ થઈ શક્યું હોત. એ સ્થળે ફક્ત ચાર પોલીસ-કૉન્સ્ટેબલ હાજર હતા જેમણે પૂરી ઘટના જોવાનું કામ કર્યું હતું પરંતુ કોઈ પગલાં લીધાં નહોતાં.’

હુમલાના વિરોધમાં નંદુરબાર બંધ

મરાઠા સમાજના આરક્ષણની માગણી માટેના આંદોલન દરમ્યાન BJPનાં સંસદસભ્ય હિના ગાવિતના વાહન પર કરવામાં આવેલા હુમલાથી આદિવાસી સમાજ નારાજ થયો છે. એને કારણે ધુળે-નંદુરબારમાં ગઈ કાલે કડક બંધ પાળવામાં આવ્યો હતો. મુંબઈ-આગરા હાઇવે પર કૉન્ગ્રેસના વિધાનસભ્ય કાશીરામ પાવરા ખુદ રસ્તા પર ઊતર્યા હતા અને તેમના નેતૃત્વમાં રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને હજારો આદિવાસીઓ રસ્તા પર ઊતર્યા હતા. સંસદસભ્યની કાર પર હુમલો કરનારાઓની ધરપકડ કરવાની માગણી પણ તેમણે કરી હતી. ધુળે, નંદુરબારમાં દસમાંથી આઠ તાલુકા આદિવાસી બહુમતી ધરાવે છે. બંધ દરમ્યાન આ તાલુકાઓમાં એક ચાની ટપરી પણ ચાલુ નહોતી. બધી બસો બંધ હતી. આ બંધ માટે કોઈએ પણ આહ્વાન ન કર્યું હોવા છતાં લોકોએ શાંતિપૂર્વક બંધ પાળ્યો હતો.

મરાઠા ક્રાન્તિ મોરચાએ વ્યક્ત કરી દિલગીરી

સંસદસભ્ય હિના ગાવિતના વાહનની તોડફોડ કરવા બદલ મરાઠા ક્રાન્તિ મોરચાએ દિલગીરી વ્યક્ત કરી છે. કોઈને પણ ઈજા પહોંચાડવાનો અમારો હેતુ નહોતો અને મરાઠા આરક્ષણની માગણી માટે ચાલી રહેલા આંદોલન દરમ્યાન આ બનાવ બન્યો હતો એવું તેમણે સ્પષ્ટ કર્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK