સ્ટ્રાઇકને લીધે સરકારી હૉસ્પિટલોનું કામકાજ ખોરવાયું પેશન્ટ્સ ભગવાન ભરોસે

આજે અને આવતી કાલે પણ ચાલુ રહેશે હડતાળ : ઑફિસોમાં પાંખી હાજરી : સાતમું વેતનપંચ લાગુ કરવાની કરી રહ્યા છે માગણી : પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો પણ સહભાગી

strike1

સાતમા વેતનપંચને લાગુ કરવાની માગણી સાથે સરકારી કર્મચારીઓ ગઈ કાલથી ત્રણ દિવસની હડતાળ પર ઊતર્યા છે. સવારથી જ કર્મચારીઓએ વિવિધ સરકારી ઑફિસોની બહાર ભેગા થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આંદોલન શરૂ કર્યું હતું. આ હડતાળમાં શિક્ષકો પણ સહભાગી થયા હોવાથી સ્કૂલોમાં અઘોષિત રજા આપવામાં આવી હતી.

મુંબઈની JJ હૉસ્પિટલના કર્મચારીઓ પણ હડતાળ પર ઊતરી ગયા હતા. જોકે દરદીઓ માટેની ઇમર્જન્સી સર્વિસ ચાલુ રાખવામાં આવી હતી. JJ હૉસ્પિટલના આશરે ૩૪૦૦ કર્મચારીઓએ ગેટની બહાર ભેગા થઈને સરકાર વિરુદ્ધ જોરદાર નારાબાજી કરી હતી. તેમણે સાતમા વેતનપંચની ભલામણો લાગુ કરવાની માગણી કરી હતી. મંત્રાલયમાં ગૅઝેટેડ ઑફિસરોને બાદ કરતાં મોટા ભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. રાજ્યની અનેક સરકારી ઑફિસોના કર્મચારીઓ ગઈ કાલે કામ પર જ ગયા નહોતા.

થાણે જિલ્લામાં પણ ૪૦૦૦ કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા હતા. એ સિવાય કૉલેજના ટીચર્સ અને આરોગ્ય ખાતા સાથે સંકળાયેલા કર્મચારીઓએ પણ આ હડતાળમાં સપોર્ટ કરવા સરકારી કર્મચારીઓને હિંમત આપી છે.

strike

ઔરંગાબાદની ઘાટી હૉસ્પિટલના કર્મચારીઓ પણ હડતાળમાં સહભાગી થયા હતા. ઔરંગાબાદની સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ, ESIC હૉસ્પિટલ, જિલ્લાધિકારી ઑફિસ, સેતુ સુવિધા કેન્દ્ર અને ડિવિઝનલ કમિશનરની ઑફિસના ૧૦૦ ટકા કર્મચારી હડતાળ પર ગયા છે. અહમદનગરમાં જિલ્લાપરિષદ મુખ્યાલય અને ન્યુ આર્ટ્સ, કૉમર્સ ઍન્ડ સાયન્સ કૉલેજના કર્મચારીઓ પણ હડતાળ પર ઊતર્યા છે. જિલ્લાપરિષદની ઑફિસની બહાર કર્મચારીઓએ આંદોલન કરીને પોતાની માગણીઓ મૂકી હતી. એને કારણે જિલ્લાપરિષદનું કામકાજ ઠપ થઈ ગયું હતું. પુણેમાં પણ રાજ્ય મહેસૂલ જિલ્લાધિકારી ઑફિસની સામે કર્મચારીઓએ આંદોલન કર્યું હતું.

રાજ્યના ચાર લાખ પ્રાથમિક શિક્ષકો પણ ગઈ કાલની હડતાળમાં જોડાયા હતા. આ કર્મચારીઓ ત્રણ દિવસ હડતાળ પર રહેશે. કુલ ચાર લાખ પ્રાથમિક શિક્ષકો હડતાળમાં જોડાતાં રાજ્યની ૭૫,૦૦૦ પ્રાથમિક સ્કૂલોને અઘોષિત રજા આપવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK