પેટ્રોલની કિંમતમાં એક રૂપિયાનો વધારો મહારાષ્ટ્ર સરકારને ૧૭ કરોડ રૂપિયાની આવક રળી આપે છે

પેટ્રોલ કે ડીઝલની કિંમતમાં થતા દરેક રૂપિયાના વધારાને કારણે રાજ્યની તિજોરીમાં લગભગ ૧૭ કરોડનો વધારો થાય છે.

petrol

સળંગ છેલ્લા ૧૨ દિવસથી વધી રહેલી પેટ્રોલ અને ડીઝલની કિંમતને કારણે સામાન્ય નાગરિકોની ચિંતામાં ભલે વધારો થતો હોય, પરંતુ સરકારને એની કોઈ ચિંતા નથી કેમ કે પેટ્રોલ કે ડીઝલની કિંમતમાં થતા દરેક રૂપિયાના વધારાને કારણે રાજ્યની તિજોરીમાં લગભગ ૧૭ કરોડનો વધારો થાય છે.

એક અધિકારીએ આપેલી માહિતી મુજબ ૨૦૧૮ની ૧ એપ્રિલથી ૩૧ ઑગસ્ટના પાંચ મહિનાના સમયગાળામાં પેટ્રોલ અને ડીઝલ પરના VAT દ્વારા નાણાવિભાગે ૧૦,૭૫૯ કરોડ રૂપિયાના લક્ષ્યાંક કરતાં ૧૮૫ કરોડ રૂપિયા વધુ એટલે કે ૧૦,૯૪૪ કરોડની આવક કરી હતી. જોકે અત્યારે રાજ્ય પર દેવાનો બોજ લગભગ ૪.૬ લાખ કરોડનો છે. આવા તબક્કે જ્યારે મોટા ભાગના ડિપાર્ટમેન્ટ્સ પોતાના લક્ષ્યાંક હાંસલ કરી શકતા નથી એવા સમયે પેટ્રોલની કિંમતમાં થઈ રહેલો વધારો સરકારની વહારે આવ્યો છે.’

મહારાષ્ટ્રમાં પેટ્રોલ કેમ મોંઘું છે?

પેટ્રોલના ભાવનો સંબંધ છે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમત પર ૧૪.૭૨ રૂપિયા VATના અને ૯ રૂપિયા રાજ્ય સરકારના સેસના છે તથા ૩.૧૬ રૂપિયા ડિસ્ટ્રિબ્યુટરના કમિશનના છે. આ જ પ્રકારે ડીઝલની કિંમતમાં ૧૨.૨૦ રૂપિયા VATના તથા ૧ રૂપિયો રાજ્ય સરકારના સેસનો છે અને ૨.૩૦ રૂપિયા ડિસ્ટ્રિબ્યુટરના કમિશનના છે.

ઈંધણના ભાવમાં ભડકાને કારણે શાકભાજી ૨૦થી ૨૫ ટકા મોંઘાં


પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવની ગંભીર અસર જીવનાવશ્યક ચીજવસ્તુ પર પણ થઈ રહી છે. ઈંધણના વધેલા ભાવની સૌથી વધુ અસર રોજની શાકભાજી પર થઈ છે. છેલ્લા ૧૫ દિવસની કિંમત જોતાં હાલમાં શાકભાજીના ભાવ ૨૦થી ૨૫ ટકા વધ્યા છે. વાશીની APMCમાં શાકભાજીની આવક દરરોજની જેમ ૫૫૦થી ૬૦૦ ગાડીઓ થાય છે અને કિંમત વધતી રહી છે. ગઈ કાલે સતત ૧૧મા દિવસે ઈંધણના ભાવમાં વધારો થયો હતો અને ડીઝલ ૭૫.૭૪ તેમ જ પેટ્રોલ ૮૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK