ખેડૂતોની પગપાળા રૅલી : ટ્રાફિક જૅમ ન થવા દીધો

થાણે પોલીસ જેવી ભૂલ મુંબઈ પોલીસે ન કરી : ટ્રાફિક જૅમ ન થવા દીધો, લૉન્ગ માર્ચને સર્વિસ રોડ પર વળાવી લીધી. ગરમી ને બહારનો ખોરાક ખાવાથી કેટલાક ખેડૂતોને ડીહાઇડ્રેશન થયું : વિક્રોલીમાં ઉદ્ધવનો દૂત બનીને પહોંચ્યો આદિત્ય ઠાકરે

farmer1

રોહિત પરીખ

ઑલ ઇન્ડિયા કિસાન સભાના નેતૃત્વ હેઠળ નાશિકથી નીકળેલી ખેડૂતોની રૅલી ગઈ કાલે સાયન પાસેના ચૂનાભઠ્ઠીના સોમૈયા ગ્રાઉન્ડમાં રાતે સાડાનવ વાગ્યે પહોંચી હતી. આ રૅલી સવારે ૧૧ વાગ્યે થાણેથી ચૂનાભઠ્ઠી તરફ આવવા નીકળી હતી. સૌથી મહત્વની વાત એ હતી કે ૩૫,૦૦૦ ïખેડૂતોથી વધુની આ રૅલીને લીધે છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં ભયંકર ટ્રાફિક જૅમ થશે એવો લોકોને ભય સતાવતો હતો, પરંતુ ગઈ કાલે રવિવારના દિવસે લોકોને થાણેથી ચૂનાભઠ્ઠી સુધીમાં કોઈ ટ્રાફિક જૅમ નડ્યો નહોતો. ટ્રાફિક સતત રનિંગ રહ્યો હતો.

શનિવારે ખેડૂતોની રૅલી થાણે તરફ આવી રહી હતી ત્યારે લોકો ૬ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા જેમાં કાંદિવલીની એક સ્કૂલની ૧૮ બસોમાં પિકનિક ગયેલાં ૬૦૦ બાળકોએ ભયંકર ત્રાસ વેઠવો પડ્યો હતો. એને લીધે ગઈ કાલે પણ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ થશે એવી લોકોને શંકા હતી, પરંતુ મુંબઈ પોલીસે મુલુંડથી ઘાટકોપર સુધી એ રૅલીને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને બદલે નજીકના સર્વિસ રોડ પર સ્થળાંતર કરાવી દેતાં હાઇવે પર ટ્રાફિકની સમસ્યા નહોતી રહી. મુંબઈ પોલીસે ટ્રાફિક-નિયંત્રણમાં રંગ રાખ્યો હતો.

ઘાટકોપર (ઈસ્ટ)ના રમાબાઈ આંબેડકર નગર પાસેથી ચેમ્બુરના અમર મહલ સુધી પણ પોલીસે પહેલાં તો રમાબાઈ આંબેડકર નગરના સર્વિસ રોડ પરથી રૅલી પસાર કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ રોડની હાલત બિસ્માર હોવાથી ‘મિડ-ડે’ સહિતના મીડિયાએ પોલીસને સર્વિસ રોડનો ઉપયોગ ન કરવાની ભલામણ કરી હતી જેને પોલીસે માન્ય રાખીને રમાબાઈ આંબેડકર નગરથી રૅલીને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી જ પસાર થવા દીધી હતી. જોકે આમાં પણ પોલીસે રૅલીના આયોજકો સાથે ચર્ચાવિચારણા કરીને રોડના અમુક ભાગો પર બૅરિકેડ્સ મૂકી દીધાં હતાં જેની વચ્ચેથી જ રૅલીને પસાર થવા દીધી હતી. જોકે એને લીધે થોડા સમય પૂરતો ટ્રાફિક જૅમ રહ્યો હતો, પણ ત્યાર પછી ટ્રાફિક માટે રસ્તાનો મોટો ભાગ ખુલ્લો મૂકી દેતાં ટ્રાફિક રનિંગ રહ્યો હતો.

farmer2

ડીહાઇડ્રેશનની તકલીફ

ગઈ કાલે સાંજે સવાસાત વાગ્યે રમાબાઈ આંબેડકર નગરથી રૅલી નીકળી ત્યારે એક સિનિયર સિટિઝન ïખેડૂતને ચક્કર આવી જતાં તે રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. અન્ય ïખેડૂતો તરત તેને રૅલીમાંથી સાઇડમાં લઈ ગયા હતા જ્યાં તે રોડ પર સૂઈ ગયો હતા. તે પરસેવાથી રેબઝેબ હતો. પોલીસે તરત રૅલીï સાથે ચાલી રહેલી ઍમ્બ્યુલન્સના ડૉક્ટરની મદદ લીધી હતી. ડૉક્ટરે તેને દવા આપ્યા બાદ તેને ઍમ્બ્યુલન્સમાં જ ચૂનાભઠ્ઠીના સોમૈયા ગ્રાઉન્ડ સુધી લઈ જવાયો હતો.

આ સમયે હાજર રહેલા અન્ય ïખેડૂતોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છઠ્ઠી માર્ચથી પગપાળા ૧૮૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવી રહ્યા છીએ. અત્યારે સખત ગરમી હોવાથી અમારામાંથી ઘણાને પાણી અને ખાવાનું પચતું નથી. એને લીધે અમારામાંના ઘણા ખરા લોકોને ડીહાઇડ્રેશનની તકલીફ થઈ હતી. જોકે અમારી સાથે રૅલીમાં ડૉક્ટર અને ઍમ્બ્યુલન્સ હોવાથી અમને તાત્કાલિક સારવાર મળી જતી હતી.’

farmer3

આદિત્ય ઠાકરેની મુલાકાત

ગઈ કાલે સાંજે સાડાચાર વાગ્યે શિવસેનાનો યુવા નેતા આદિત્ય ઠાકરે ïખેડૂતોને મળવા વિક્રોલી પહોંચી ગયો હતો અને ત્યાં તેણે ૧૦ મિનિટ ïખેડૂતોને સંબોધ્યા હતા. તેણે ખેડૂતોને શિવસેનાનું હંમેશાં સમર્થન રહેશે એવો ઉદ્ધવ ઠાકરેનો સંદેશો કહી સંભળાવ્યો હતો.

રમાબાઈ આંબેડકર નગરમાં ભવ્ય સ્વાગત

ખેડૂતોની રૅલીનું રમાબાઈ આંબેડકર નગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંના મેદાનમાં ખેડૂતો માટે મોટા મંડપ બાંધવામાં આવ્યા હતા તથા પાલિકા તરફથી શૌચાલયો અને ડૉક્ટરોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

farmer4

ખેડૂતોને વિદ્યાર્થીઓની ચિંતા

ખેડૂતો ગઈ કાલે સોમૈયા ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે જબ્બર થાકી ગયેલા હોવા છતાં SSCના વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તેમને કશી તકલીફ ન પડે એ માટે બે કલાકનો આરામ કરીને તેઓ રાતે જ આઝાદ મેદાન તરફ જવા રવાના થઈ ગયા હતા.

farmer

મારા હાથમાં સત્તા આપીને જુઓ : રાજ ઠાકરે

રાજ ઠાકરેએ ખેડૂતોને સોમૈયા ગ્રાઉન્ડમાં સંબોધતાં જણાવ્યું હતું કે ‘આ સરકાર પાસેથી શી આશા રાખો છો? મારા હાથમાં સત્તા આપીને જુઓ. આ સરકારનાં ખિસ્સાં જ ફાટેલાં છે, એ તમને શું આપશે? હું તમને આવા મોરચા કાઢવાનું કારણ જ નહીં આપું. અત્યારે મોરચા માટે તમે જે તકલીફો વેઠી છે એ ભૂલતા નહીં. તમારા આક્રોશને ભૂલતા નહીં.’

ખેડૂતોનો માનવજુવાળ રાત્રે ઘાટકોપર પહોંચ્યો ત્યારે તેમણે વાહનોને પસાર થવામાં તકલીફ ન થાય એ માટે એક લેન ખાલી રાખી હતી અને શિસ્તબદ્ધ રીતે એક લાઇનમાં મોરચો આગળ વધાર્યો હતો. તસવીરો : સૈયદ સમીર અબેદી

આટલી લાંબી યાત્રા, શરીરનો થાક તેમ જ ડીહાઇડ્રેશનને કારણે ઢળી પડેલો મોરચામાં સહભાગી થયેલો એક ખેડૂત. જોકે આવી અવસ્થામાં પણ ખેડૂતે મોરચામાં સાથે જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તસવીર : રોહિત પરીખ

મોરચામાં સહભાગી થયેલા ખેડૂતોને બિસ્કિટો આપવામાં આવ્યાં હતાં.

તપતા સૂરજ અને ગરમીમાં પગપાળા આવતા ખેડૂતોને રાહત મળે એ માટે તેમને મસાલા છાશ આપવામાં આવી હતી.

Comments (1)Add Comment
...
written by Mahesh, March 12, 2018
મોરચો કાઢીને વડાપ્રધાન પર દબાણ લાવવું જરા પર યોગ્ય નથી. મોરચામાં સામેલ ખેડૂતો જરા નજર કરે તો તેમને સંબોધિત કરનારા રાજકારણી ફક્ત પોતાનો તવો સેકતા હોય છે.
સત્તા જોઈતી હોય તો વડાપ્રધાનનો અર્થ સમજવાની જરૂર છે.
report abuse
vote down
vote up
Votes: +1

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK