અષાઢી એકાદશીની મહાપૂજામાં જવાનું મુખ્ય પ્રધાને કૅન્સલ કર્યું

મરાઠા આરક્ષણ માટે આંદોલન કરનારા પર ફૂટ્યો CMનો ગુસ્સો

devdendra

કહ્યું કે મને તો કોઈ કંઈ કરી નહીં શકે, પણ અન્ય ભાવિકોની સુરક્ષા માટે નથી જતો; પંઢરપુરમાં સાપ છોડીને લોકોમાં ગભરાટ ફેલાવનારા શિવાજી મહારાજના અનુયાયીઓ હોઈ જ શકે નહીં

મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલાં સંગઠનોએ આપેલી ધમકીને પગલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પંઢરપુરના વિઠોબાની અષાઢી એકાદશીના દિવસે થનારી પરંપરાગત પૂજામાં ન જવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લીધા બાદ આંદોલન કરનારાઓ પર તેમનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો હતો.

દર વર્ષે‍ અષાઢી એકાદશીના દિવસે પંઢરપુરના વિઠોબાની પહેલી મહાપૂજાનું માન રાજ્યના મુખ્ય પ્રધાનનું હોય છે અને છેલ્લાં ૭૦ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ મહાપૂજા માટે જતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વખતે સુરક્ષા-એજન્સીઓ દ્વારા મળેલી સલાહને પગલે આ મહાપૂજામાં હાજર ન રહેવાનો નિર્ણય લીધો હતો.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મરાઠા આરક્ષણની માગણી માટે દબાણ લાવવા અમુક સંગઠનોએ ભાવિકોને બાનમાં પકડવાનું કામ કર્યું છે. પોતાની માગણીઓ માટે ભાવિકોને ટાર્ગેટ કરવાનું કૃત્ય મોટી ભૂલ છે. સુરક્ષા-એજન્સીઓએ કેટલાક સંદેશાને આંતર્યા છે અને એમાંથી એવી માહિતી મળી છે કે પંઢરપુરના વિઠ્ઠલ મંદિર પાસે એકઠી થયેલી ભીડમાં સાપ છોડીને નાસભાગ જેવી સ્થિતિ સર્જવાની યોજના ઘડવામાં આવી રહી છે. આવું કૃત્ય કરનારાઓ શિવાજી મહારાજના અનુયાયી હોઈ જ ન શકે.’

રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે મારી પાસે Z પ્લસ સુરક્ષા છે એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘વિઠ્ઠલની પૂજા કરવાથી મને કોઈ જ રોકી ન શકે, પરંતુ ૧૦ લાખ ભાવિકોના જીવ જોખમમાં મુકાવાની શક્યતા હોવાથી પૂજામાં ન જવાનો નિર્ણય મેં લીધો છે. મારા વિઠ્ઠલની હું ઘરે જ પૂજા કરીશ.’

મારા પર પથ્થરમારો કરીને જો આરક્ષણ મળે તો હું તૈયાર છું એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આજે જ મરાઠા સમાજને આરક્ષણ આપવું શક્ય નથી, કારણ કે આ પ્રશ્ન અત્યારે કોર્ટમાં હોવાથી કોર્ટ જ આ એ ઉકેલશે.’

મરાઠા આરક્ષણ સંર્દભમાં મુખ્ય પ્રધાન ખોટું બોલે છે : રાજ ઠાકરે

વિઠ્ઠલનો કોઈ દોષ નથી, પૂજા કોઈના પણ હાથે થવા દો; અહીં બધા ભાવિકો ભેગા થયા છે; મરાઠા સમાજને આરક્ષણ આપવાના સંર્દભમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખોટું બોલે છે એવો આરોપ MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ જાલનામાં કર્યો છે.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘મરાઠા આરક્ષણના મૂળ સુધી જવા કોઈ જ તૈયાર નથી. સરકારની બેથી ત્રણ ટકા નોકરીમાં આરક્ષણ આપી પ્રશ્ન ઉકેલાશે કે? પ્રાઇવેટ ક્ષેત્રના આરક્ષણ સંદર્ભે કોઈ બોલતું નથી. કોનું શું ચાલે છે એનો કોઈ પત્તો નથી. વસ્તુસ્થિતિ જણાવવા કોઈ તૈયાર નથી. વિધાનસભાના અધિવેશનમાં મુખ્ય પ્રધાને કરેલી જાહેરાત મોં બંધ કરવા કરવામાં આવી હતી.

આ લોકો પણ પૂજા કરી શક્યા નહોતા

૧૯૯૭માં ઘાટકોપરના રમાબાઈ આંબેડકર નગરમાં થયેલા ગોળીબારમાં ૧૧ દલિતોનાં મૃત્યુને પગલે પ્રવર્તી રહેલી નારાજગીને કારણે ત્યારના મુખ્ય પ્રધાન મનોહર જોશીએ અષાઢી એકાદશીની પૂજામાં જવાનું રદ કર્યું હતું.

વારકરી સંપ્રદાયના આંદોલન બાદ ત્યારના ગૃહપ્રધાન આર. આર. પાટીલે અષાઢી પૂજામાં જવાનું રદ કર્યું હતું.

દુકાળ વખતે વિવાદાસ્પદ નિવેદનને કારણે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ પૂજા કરી શક્યા નહોતા.

ભાવિકોના પ્રશ્ને વારકરી નેતાએ આંદોલન કર્યું હતું. આંદોલનકારોએ તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણનો રસાલો અટકાવ્યો હતો અને પૃથ્વીરાજ ચવાણે આશ્વાસન આપ્યા બાદ આ પૂજા કરવા દેવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK