મુંબઈથી જાલના સુધીનું ૪૫૭ કિલોમીટરનું અંતર દોડવા સજ્જ કચ્છી યુવાન

નરેન્દ્ર મોદીના બેટી બચાઓ, બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત અભિયાનના નારાને સમર્થન આપવાનો અને મહારાષ્ટ્રમાં આ નારાનો ફેલાવો કરવાનો ઉદ્દેશ

dipesh



રોહિત પરીખ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અને ‘સ્વચ્છ ભારત અભિયાન’ના નારાને સમર્થન આપવાના ઉદ્દેશ સાથે અને આ નારાને મુંબઈથી મહારાષ્ટ્ર સુધી પહોંચાડવા માટે મુંબઈનો ૩૮ વર્ષનો કચ્છી યુવાન દીપેશ ગિંદરા મુંબઈથી જાલના સુધી ૪૫૭ કિલોમીટરનું અંતર દોડીને પાર કરશે. દીપેશની આ દોડ સાથેનાં વાહનોમાં રાઇઝર્સ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અને ‘સ્વચ્છ ભારત અભિયાન’નાં પ્લૅકાર્ડ, હોર્ડિંગ અને અન્ય કટઆઉટ હશે જે નરેન્દ્ર મોદીના નારાને લોકો સુધી પહોંચાડશે.

જાલનામાં રવિવારે ૧૮ નવેમ્બરે જાલના મૅરથૉન-૨૦૧૮ યોજવામાં આવી છે જેમાં મુંબઈના રાઇઝર્સ ગ્રુપના ૩૦૦થી વધુ સભ્યો જોડાવાના છે. આ દરમ્યાન અત્યાર સુધી દેશભરની ૮૦થી વધુ મૅરથૉન પૂરી કરનાર દીપેશ ગિંદરાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અને ‘સ્વચ્છ ભારત અભિયાન’ના નારાને મુંબઈથી મહારાષ્ટ્રના જાલના સુધી પહોંચાડવા માટે ૧૦ નવેમ્બરે જાલના સુધી દોડવાનો નિર્ધાર કર્યો હતો. દીપેશ રવિવારે ૧૮ નવેમ્બરે જાલનાની મૅરથૉનમાં ભાગ લેશે.

આ પહેલાં દીપેશે દિલ્હીથી જયપુર ૨૫૭ કિલોમીટર અને બે વાર મુંબઈથી નાશિક સુધીની મૅરથૉન પૂરી કરી હતી. દીપેશ છેલ્લાં ૧૧ વર્ષથી મૅરથૉનમાં ભાગ લઈ રહ્યો છે એટલું જ નહીં, દીપેશ રાઇઝર્સ ગ્રુપના અન્ય સભ્યોને પણ મૅરથૉન અને ફિટનેસનું માર્ગદર્શન આપે છે.

કચ્છી સમાજના યુવાનોમાં શારીરિક અને માનસિક ફિટનેસ માટે જાગરૂકતા ફેલાવવા માટે રાઇઝર્સ ગ્રુપ છેલ્લાં ત્રણ વર્ષથી વધુ સમયથી સક્રિય છે. આ ગ્રુપે અત્યાર સુધીમાં બર્લિન મૅરથૉન-૨૦૧૫, લદાખ મૅરથૉન-૨૦૧૬, સાતારા હિલ રન-૨૦૧૭ અને કૉમરેડ્સ મૅરથૉન-૨૦૧૮માં ભાગ લીધો છે. આ સિવાય દેશભરની અનેક હાફ અને ફુલ મૅરથૉનમાં આ ગ્રુપ ભાગ લે છે. દર વર્ષે આ ગ્રુપ ચેમ્બુરમાં પોતાની મૅરથૉનનું આયોજન કરે છે જેમાં કચ્છી સમાજ સિવાય અનેક અન્ય સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લે છે.


આ પણ વાંચોઃ વૉટ્સઍપના એક મેસેજને કારણે બરબાદ થઈ જિંદગી


આ સિવાય અમે અન્ય રમતોમાં પણ ભાગ લઈએ છીએ એમ જણાવતાં આ ગ્રુપના સક્રિય કાર્યકર દીપેન છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કબડ્ડી, ક્રિકેટ, સ્વિમિંગ, સાઇક્લિંગ, યોગ જેવી અનેક રમત-ગમત અને શારીરિક ફિટનેસની પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. દીપેશ રોજ ૬૦થી ૭૦ કિલોમીટર અંતર કાપશે. દીપેશ મુંબઈથી લોનાવલા, પુણે, અહમદનગર, ઔરંગાબાદ થઈને જાલના પહોંચશે જ્યાં ૧૮ નવેમ્બરે તેનું બહુમાન કરવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK