કાળી આઉડી કારને લીધે પકડાયા ૧ અબોવ પબના ત્રણે પાર્ટનર

આ કારમાં આરોપીઓ મુંબઈની બહાર નીકળી ગયા હતા અને તેમના વગર એ શહેરમાં પાછી આવી હતી, કાર પોલીસને જુહુ ખેંચી ગઈ હતી

fire

કમલા મિલ્સમાં આગની દુર્ઘટનાના પ્રકરણમાં આરોપી જાહેર કરવામાં આવેલા ૧ અબોવ પબના ત્રણ માલિકો આઉડી કારને લીધે આખરે પકડાઈ ગયા હતા. ૧ અબોવ પબના માલિક અને સંઘવી બ્રધર્સના પાર્ટનર અભિજિત માનકરની કાર ધરપકડ માટે સૌથી મોટી કડી બની હતી.

fire1

આ સંદર્ભે કેસ નોંધાયા બાદ ક્રિપેશ સંઘવી, જિગર સંઘવી અને અભિજિત માનકર ફરાર હતા ત્યારે પોલીસની ટેãક્નકલ ટીમ CCTV કૅમેરા અને મોબાઇલ લોકેશન દ્વારા તેમની તપાસ કરી રહી હતી. CCTV કૅમેરાથી ખબર પડી હતી કે ત્રણે અભિજિતની કાળી આઉડી કારમાં શહેરની બહાર ગયા હતા, પરંતુ પછી કાર પાછી શહેરમાં આવી ગઈ હતી.

CCTV કૅમેરાઓની તસવીરોને આધારે પોલીસ જુહુ સુધી પહોંચી હતી. પોલીસની એક ટીમ વિશાલ કારિયાના ઘરની બહાર નજર રાખી રહી હતી. વિશાલ કારિયા અભિજિત માનકરની આઉડી કાર લઈને નીકYયો હતો અને પકડાઈ ગયો. એ પછી કડીઓ મળતી ગઈ અને રાત સુધીમાં બધા જ આરોપીઓ પકડાઈ ગયા હતા. વિશાલ કારિયાએ પોલીસને તપાસ દરમ્યાન કહ્યું હતું કે જિગર,  ક્રિપેશ અને અભિજિત તેના ઘરે આવ્યા હતા; પરંતુ વધારે સમય રહ્યા નહોતા.

fire2

આરોપીઓને સાત દિવસની કસ્ટડી

૨૯ ડિસેમ્બરે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલાં બે પબમાં લાગેલી આગમાં ૧૪ જણનાં ગૂંગળાઈને મોત થયાં હતાં એ કેસમાં NM જોશી માર્ગ પોલીસે ૧ અબોવ પબના માલિકો જિગર સંઘવી, ક્રિપેશ સંઘવી અને અભિજિત માનકરની ધરપકડ કરીને ગઈ કાલે ભોઈવાડા કોર્ટમાં રજૂ કરતાં તેમને ૧૭ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડીમાં મોકલી અપાયા છે.

સંઘવી બ્રધર્સની બુધવારે મોડી રાતે અંધેરીથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અભિજિત માનકરની ગઈ કાલે સવારે મરીનલાઇન્સથી ધરપકડ કરવામાં આવી હતી. આગની દુર્ઘટના બાદ ત્રણે જણ ફરાર હતા અને તેમની વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધાયો હતો.

fire3

શરૂઆતમાં ૧ અબોવના મૅનેજમેન્ટ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ ફાયર-બ્રિગેડના રિપોર્ટમાં મોજોઝ બિસ્ટ્રો પબમાંથી આગની શરૂઆત થઈ હોવાનું જણાતાં મોજોઝ બિસ્ટ્રોના માલિકો વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. મોજોઝ બિસ્ટ્રોનો એક માલિક જે રાજ્યના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ કે. કે. પાઠકનો દીકરો યુગ પાઠક છે તેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય પાર્ટનર યુગ તુલી હજી ફરાર છે. યુગ તુલી મંગળવારે હૈદરાબાદ ઍરપોર્ટ પર દેખાયો હતો, પરંતુ તેને ફ્લાઇટમાં ન બેસવા દેવામાં આવતાં તે ત્યાંથી ગુમ થઈ ગયો હતો.

fire4

સ્મોકિંગ લાઇસન્સ કઈ રીતે મળ્યું?

કમલા મિલ્સ કમ્પાઉન્ડનાં પબમાં લાગેલી આગના પ્રકરણમાં BMCના પાંચ સસ્પેન્ડેડ અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. BMCના અધિકારીઓએ ૧ અબોવના હુક્કા જપ્ત કર્યા હોવા છતાં એને સ્મોકિંગ ઝોનનું લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.

BMCના પાંચ અધિકારીઓ વિરુદ્ધ તેમના દ્વારા આચરાયેલી અન્ય ગેરરીતિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની વિરુદ્ધ સૌથી ગંભીર આરોપ રૂફટૉપ પર ગેરકાયદે રેસ્ટોરાં ચલાવવાની મંજૂરી આપવાનો છે.

પબનું ઓપન શેડ કેમ તોડી પાડવામાં નહોતું આવ્યું અને પબના ઇટિંગ હાઉસનું લાઇસન્સ શા માટે રિન્યુ કરવામાં આવ્યું હતું એવા સવાલ ચાર્જશીટમાં ઉપસ્થિત કરવામાં આવ્યા છે.

પબની ઓપન ટેરેસ પરથી BMCના વૉર્ડ-સ્ટાફે ગેરકાયદે પીરસાતા હુક્કા જપ્ત કર્યા હતા. અહીં ગેરકાયદે હુક્કા પીરસાતા હોવાનું જાહેર થઈ ગયા હોવા છતાં તેમને સ્મોકિંગ ઝોનનું લાઇસન્સ શા માટે અપાયું એની પણ તપાસ ચાલી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK