જૈનો અટલ

પ્રીતિ ખુમાણ

ભાઈંદર, તા. ૨૩

તેમને મીરા-ભાઈંદર છોડી જવાની હિદાયત આપનાર નગરસેવિકાએ માફી માગી હોવા છતાં તેનું રાજીનામું જ જોઈએ છે : એના માટે આજે અહિંસક રૅલી

મીરા-ભાઈંદર મહાપાલિકાની મહાસભામાં મંગળવારે એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)નાં નગરસેવિકા વંદના ચક્રેએ કરેલા નિવેદન ‘જૈનો મીરા-ભાઈંદર છોડી દે’થી જૈનો રોષે ભરાયા હતા. જૈનોની લાગણી દુભાઈ હોવાથી મીરા-ભાઈંદરના બધા જ જૈન સંઘોએ અહિંસક રૅલી કાઢવાનો નર્ણિય લીધો છે, જે પ્રમાણે આજે મીરા-ભાઈંદરના તમામ જૈન સંઘો, સંસ્થાઓ, એનજીઓ અને જૈન તપસ્વીઓ બાવન જિનાલયથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકા સુધી અહિંસક અને શાંતિપૂર્ણ મોરચો લઈ જશે. મોરચા દરમ્યાન કોઈ પણ બાબતનું ઉલ્લંઘન ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

આજે સવારે પહેલાં બધા મહારાજસાહેબ અને જૈન સમાજ બાવન જિનાલયમાં મળશે. સવારે મહારાજસાહેબ પ્રવચન કરશે અને ત્યાર બાદ મોરચાની શરૂઆત કરવામાં આવશે. આ મોરચામાં ૯૦૦૦થી વધુ જૈનો જોડાશે એવી અપેક્ષા છે. ‘માફીનામું નહીં, રાજીનામું ફક્ત’ આ જ શબ્દો બધા જૈનોના મોઢે સંભળાઈ રહ્યા હતા.

સવારે ૯ વાગ્યે બાવન જિનાલયથી અહિંસા ચોક, ૬૦ ફૂટ રોડ, ફાટક રોડ, પોલીસ-સ્ટેશન અને મીરા-ભાઈંદર મહાનગરપાલિકા સુધી આ અહિંસક મોરચો કાઢવામાં આવશે. આ સંદર્ભે ભાઈંદર સ્થિત જૈનાચાર્ય વરબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજ માટે કરવામાં આવેલા નિવેદનથી જૈનોની લાગણી દુભાઈ છે, જેને લીધે જૈન સમાજ ભેગા મળીને આજે અહિંસક મોરચો કાઢીશું.

જૈન સમાજે ગઈ કાલે રાતે લીધેલી મીટિંગમાં મહારાજસાહેબે કહ્યું હતું કે ‘હું મારા ત્રણ ગુરુઓ સાથે આ બાબતે ચર્ચાવિચારણા કરી તેમની સલાહ લઈને મોરચા પછી શું કરવું એ નક્કી કરીશ. જોકે મને એક વાતની ખુશી છે કે આ સમયે પૂરો જૈન સમાજ એક થઈને ઊભો છે. જે લોકો પયુર્ષણમાં આવી નહોતા શક્યા તેઓ આજે અહીં ઉપસ્થિત છે. હવે મોરચા બાદ શું કરવું એ મારા ગુરુની સલાહ લઈને જ કરીશું.’

મહાસભામાં કરવામાં આવેલી ટિપ્પણી વ્યક્તિગત મારા પર કરી હોત તો કદાચ હું સ્વીકારી લેત, પણ આ ટિપ્પણી આખા જૈન સમાજ પર કરી હોવાથી એ અમારે માટે સ્વીકાર્ય નથી. આજે મીરા-ભાઈંદરની પ્રગતિમાં જૈન સમાજનો મોટો ફાળો છે.’

આક્રમક સમાજ : ભાઈંદરના બાવન જિનાલય જૈન દેરાસરમાં ગઈ કાલે જૈનાચાર્ય વરબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબે કતલખાનાને મુદ્દે થયેલા વિવાદને લઈ ભવિષ્યનાં પગલાં બાબતે સમગ્ર સમુદાયને સંબોધન
કર્યું હતું (નીચે). બીજી બાજુ ‘મિડ-ડે’એ બુધવારની એડિશનમાં આપેલા બ્રેકિંગ ન્યુઝવાળા પેજનાં બૅનર મીરા-ભાઈંદરના રસ્તા પર લગાડવામાં આવ્યાં હતાં. તસવીરો : પ્રમોદ દેઠે

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK