મીરા-ભાઈંદરમાં જૈનોએ પહેલાં બાવડું દેખાડ્યું અને પછી મોટું મન

મીરા-ભાઈંદરમાં ગઈ કાલે સવારે જૈન સમાજનો વિશાળ અહિંસક મોરચો કાઢવામાં આવ્યો હતો, જેમાં મીરા-ભાઈંદરના ૧૫,૦૦૦થી પણ વધારે જૈનો જોડાયા હતા. ગઈ કાલનો આ અહિંસક મોરચો પ. પૂ. પંન્યાસ કુલબોધિવિજયજી મહારાજસાહેબ, આચાર્ય શ્રી વરબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ,

આચાર્ય શ્રી રત્નસેનસૂરીશ્વરજી મહારાજસાહેબ, મુનિ શ્રી મનોજ્ઞસાગરજી મહારાજસાહેબ, પ. પૂ. નિરાગરસાશ્રીજી મહારાજસાહેબ આદિ ૫૦થી પણ વધુ સાધુ-સાધ્વીજીના નેતૃત્વ હેઠળ કાઢવામાં આવ્યો હતો.

 

પ્રીતિ ખુમાણ
ભાઈંદર, તા. ૨૪

મીરા-ભાઈંદરમાં ૧૫ હજાર જૈનોના અહિંસક મોરચા પછી મહારાજસાહેબે કહ્યું... આ મુદ્દાને રાજકારણથી દૂર રાખવા માફીનામું સ્વીકાર્યું

જોકે બીજેપીના નગરસેવક નરેન્દ્ર મહેતા ને એનસીપીનાં નગરસેવિકા વંદના ચક્રે વચ્ચે વાક્યુદ્ધ તો હજી ચાલુ જ



આ સંદર્ભે ભાઈંદરસ્થિત પ. પૂ. પંન્યાસ કુલબોધિવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલના મોરચામાં જૈન સમાજના ઘણાબધા લોકો સહભાગી થયા હતા. એટલે હું તેમને ધન્યવાદ આપું છું. ગઈ કાલે અમે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા સુધી અહિંસક મોરચો લઈને ગયા હતા. અમે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને સાથે વંદના ચક્રેનું માફીનામું પણ સ્વીકાર્યું હતું તથા મન મોટું કરીને તેમની માફી પણ સ્વીકારી હતી. મહાનગરપાલિકાના કમિશનરે તેઓ આ વિષય પર વિચારશે એવું આfવાસન અમને આપ્યું હતું. બાકી રહી વંદના ચક્રેના રાજીનામાની વાત તો હવે અમે અંતરંગ રીતે બેઠક કરીને સંબંધિતો સાથે વાતચીત કરીશું અને જરૂર પડી તો લોકોને સામેલ કરીશું. હવે જાહેરમાં કોઈ બાબત આગળ કરવામાં નહીં આવે, કારણ કે હું ચાહતો નથી કે આ વિષય પર રાજકારણ હાવી થઈ જાય. એથી આ મુદ્દાને રાજકારણથી દૂર રાખવા મેં માફીનામું સ્વીકાર્યું હતું, પણ અંતરંગ રીતે રાજીનામા માટે હું પ્રયત્નશીલ રહીશ.’

મીરા-ભાઈંદર છોડીને જતા રહેવાના એનસીપીની નગરસેવિકાના નિવેદન સામે વિરોધ વ્યક્ત કરવા ગઈ કાલે
જૈનો બાવન જિનાલયથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ઑફિસ પર એક વિશાળ મોરચો લઈ ગયા હતા.
જોકે પછી નગરસેવિકાની માફી સ્વીકારી લેવામાં આવી હતી. તસવીર : પ્રમોદ દેઠે


પ. પૂ. પંન્યાસ કુલબોધિવિજયજી મહારાજસાહેબે વધુમાં કહ્યું હતું કે ‘અમારું હાલમાં મુખ્ય ફોકસ પયુર્ષણમાં આઠ દિવસ કતલખાનાં બંધ રહે એના પર જ છે. આ વિષય પર થોડા દિવસ પછી બેઠક બોલાવવામાં આવશે. એ પણ અંતરંગ હશે અને જરૂર લાગશે ત્યારે એ બધી વાતો જાહેરમાં કરવામાં આવશે.’

 

માફીનામું તો સ્વીકારાઈ ગયું છે

 

આ સંદર્ભે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ગ્રુપલીડર ભગવતી શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે જૈન સમાજના મહારાજસાહેબે વંદના ચક્રેનું માફીનામું સ્વીકાર્યું હતું અને માફી આપીને પોતાની મહાનતા દાખવી હતી એ બદલ તેમનાં ચરણોમાં મારા પ્રણામ. ઉપરાંત અમારા પક્ષે ક્યારેય કોઈ ધર્મની લાગણી દુભાવી નથી અને ક્યારેય દુભાવશે પણ નહીં એ મારી અને મારા પક્ષની ખાતરી છે. અમારા પક્ષ વતી અમે વંદના ચક્રેને પણ શો-કૉઝ નોટિસ મોકલી હતી અને તેમને પણ અમે કડક શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ વિષય પર બોલતાં પહેલા વિચારે, કારણ કે તમે એક પક્ષને રિપ્રેઝન્ટ કરો છો. હું પોતે અને અમારો પક્ષ બધા ધર્મને ખૂબ આદર આપીએ છીએ. ખાસ વાત એ કે પયુર્ષણના આઠ દિવસ કતલખાનાં બંધ રહે એ સંદર્ભે અમે મહારાષ્ટ્ર સરકારને પત્ર આપવાના છીએ.’

 

નરેન્દ્ર મહેતાના ૩ દિવસ ઉપવાસ

 

બીજેપીના નગરસેવક તેમ જ ભૂતપૂર્વ મેયર નરેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૫ સપ્ટેમ્બરે સવાર ૧૦ વાગ્યાથી લઈને ૨૭ સપ્ટેમ્બરે રાતના ૮ વાગ્યા સુધી ભાઈંદર-વેસ્ટના ૬૦ ફીટ વિસ્તારમાં પર ત્રણ દિવસ વ્યક્તિગત નિષેધ વ્યક્ત કરવા માટે હું ઉપવાસ પર બેસવાનો છું. આ ઉપવાસ ફક્ત વ્યક્તિગત હશે, કોઈ પક્ષ તરફથી નહીં હોય. વંદના ચક્રેએ મારી વિરુદ્ધ પોલીસફરિયાદ કરાવી હતી અને મારા માટે ઘણા અયોગ્ય શબ્દો વાપર્યા હતા. હું પોતે જૈન છું એટલે વ્યક્તિગત રીતે મારી લાગણી દુભાઈ છે, જેના માટે હું ઉપવાસ પર બેસવાનો છું. જરૂર પડ્યે ર્કોટમાં જવાનો વિકલ્પ પણ મેં ખુલ્લો રાખ્યો છે.’

 

ગુરુજીના નામે રાજકારણ : વંદના

 

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં નગરસેવિકા વંદના ચક્રેએ આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાની મહાસભામાં હું મજાકમાં કંઈ બોલી એનો મોટો ઇશ્યુ બનાવીને નરેન્દ્ર મહેતા બધાને ભડકાવી રહ્યા છે. જો તેમને મારા નિવેદનને કારણે ખરાબ લાગ્યું હોત તો તેમણે મને મહાસભામાં જ જવાબ આપી દેવો જોઈતો હતો. મારા બોલવાથી કોઈની લાગણી દુભાઈ હોય તો મેં માફીનામું પણ આપ્યું હતું અને વિચાર્યું હતું કે મારી માફીથી જો મીરા-ભાઈંદરની એકતા બની રહે તો એ સારી વાત છે. ઉપરાંત વિધાનસભ્ય ગિલ્બર્ટ મૅન્ડોન્સા અને ભગવતી શર્માએ પણ મહારાજસાહેબ પાસે માફી માગી હતી છતાં કેમ આવી પરિસ્થિતિ હજી સુધી છે એ મને ખબર નથી. હું એક દલિત મહિલા છું અને હું પણ જવાબ આપી શકું છું. નરેન્દ્ર મહેતા ગુરુજીના નામ પર રાજકારણ રમીને વોટ મેળવવા આ બધું કરી રહ્યા છે.’

જિનાલયમાં બૉમ્બની અફવા
કતલખાનાને મુદ્દે થયેલા વિવાદને લઈ જૈનોએ કાઢેલો મોરચો સમાપ્ત થયા બાદ ભાઈંદરના બાવન જિનાલયની પ્રિમાઇસિસમાં બૉમ્બ હોવાની અફવા ફેલાઈ હતી, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બૉમ્બને શોધવા માટે બૉમ્બ-સ્ક્વૉડ અને ડૉગ-સ્ક્વૉડ તરત જ બોલાવવામાં આવી હતી. એણે બાવન જિનાલયમાં તેમ જ દેરાસરની આસપાસ બધે જ તપાસ કરી હતી, પણ કંઈ મળ્યું નહોતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK