જાણી લો કે બૅજ પહેર્યા વિનાના ટીસી ગેરકાયદે છે

એક વર્ષ પહેલાં પ્રવાસી અને ‘મિડ-ડે’એ મળીને ટીસીઓની ગેરરીતિનો પર્દાફાશ કરીને ચાર ટીસીને સસ્પેન્ડ કરાવ્યા હતા છતાં હજી સ્થિતિ બદલાઈ નથી

ticket checker

બાંદ્રાના રેલવે બ્રિજ, ટ્રેન અને અન્ય જગ્યાએ બૅજ પહેર્યા વિના ટિકિટ ચેક કરતા ટીસી



મમતા પડિયા   

બૅજ પહેર્યા વિના રેલવે-સ્ટેશન પર ડ્યુટી કરતા અને ટાર્ગેટ પૂરો કરવા માટે પ્રવાસીઓને પકડતા ટિકિટ કલેક્ટર (ટીસી)ની એક વર્ષ પહેલાં ફરિયાદ કરીને તેને સસ્પેન્ડ કરાવનારા વેપારી સાથે વેર વાળવા ત્રીજી નવેમ્બરે ટીસીએ તેમને હેરાન કર્યા હોવાની ફરિયાદ ટ્વિટર પર રેલવેપ્રધાનને અને વૉટ્સઍપ દ્વારા વેસ્ટર્ન રેલવેને કરી હતી. યોગ્ય પાસ અને આઇ-કાર્ડ હોવા છતાં ચાર વખત પાસ ચેક કરીને હેરાન કર્યા હોવાનો દાવો દહિસરમાં રહેતા વેપારી રાજીવ સિંગલે કર્યો હતો, જ્યારે વેસ્ટર્ન રેલવેના સિનિયર અધિકારીએ આ વિશે લેખિતમાં ફરિયાદ ન મળી હોવાની માહિતી આપી હતી. જોકે આ ઘટનાનું પુનરાવર્તન થતાં વ્ઘ્ની મનમાની ઓછી થઈ છે કે નહીં એ જાણવા માટે વેસ્ટર્ન રેલવેના પ્લૅટફૉર્મ, બ્રિજ અને ટ્રેનમાં બૅજ પહેર્યા વિના ટિકિટ ચેક કરતા ટીસીનો વિડિયો ઉતાર્યો હતો તેમ જ રેલવેના કાયદાઓને રેલવેના કર્મચારીઓ જ અભરાઈએ મૂકતા હોવાનો દાવો ટ્વિટર તેમ જ અન્ય સોશ્યલ મીડિયાની સાઇટ પર કર્યો છે.

રોજની જેમ ૩ નવેમ્બરે હું દહિસરથી ફસ્ર્ટ ક્લાસના ડબ્બામાં સવારે પ્રવાસ કરી રહ્યો હતો એમ જણાવીને રાજીવ સિંગલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંદરા સ્ટેશનથી અમારા ડબ્બામાં ટીસી ચડ્યો હતો. તે મારી પાસે આવ્યો. તેણે મારો પાસ જોવા માગ્યો હતો. ફરી બીજી, ત્રીજી અને ચોથી એમ તેણે ચાર વખત મારો પાસ જોવા માગ્યો હતો. ફસ્ર્ટ ક્લાસમાં બધા મારી સામે જોઈ રહ્યા હતા. છેલ્લી વખત તેણે મારો પાસ સહી જોવા માટે માગ્યો હતો અને એમાં મારી સહી પણ હતી. તો મેં યોગ્ય ઓળખપત્રનો ઉપયોગ કરીને પાસ નથી કઢાવ્યો એવી તેણે દલીલ કરી હતી. મેં તેનું આઇ-કાર્ડ જોવા માગ્યું અને એમાં શશાંક શ્રીવાસ્તવ લખેલું જોયું. મને યાદ આવ્યું કે પ્રવાસીઓ પાસે ખોટી રીતે દંડ વસૂલ કરતા ચાર વ્ઘ્ની ફરિયાદ કરીને તેમને સસ્પેન્ડ કરાવ્યા હતા એમાંથી તે એક હતો. ત્યારે તેણે મારી સામે ખૂબ દાદાગીરી કરી હતી. આખરે મેં તેને કહ્યું કે મેં કોઈ પણ ઓળખપત્ર પરથી ભલે પાસ કઢાવ્યો છે, પણ ફ્રીમાં હું નથી જઈ રહ્યો; મારી પાસે કાયદેસર પાસ છે; એમ છતાં તારે દંડ લેવો હોય તો લે અને રસીદ ફાડી દે. આ કિસ્સાથી નારાજ થઈને મેં વેસ્ટર્ન રેલવેના સિનિયર અધિકારીને વૉટ્સઍપ પર મોટો મેસેજ લખીને ફરિયાદ કરી હતી અને તેમણે તેઓ આ મામલે ઍક્શન લેશે એવું આશ્વાસન આપ્યું હતું તેમ જ ટ્વિટર પર પીયૂષ ગોયલને ટ્વીટ કરીને ફરિયાદ કરી હતી.’


આ પણ વાંચોઃ હાઈ ર્કોટે મરાઠા આરક્ષણ પર વચગાળાનો સ્ટે મૂકવાની ના પાડી, સુનાવણી ૧૦ ડિસેમ્બરે


મારી સાથે બીજી વખત આવું બન્યું હતું એમ જણાવીને રાજીવ સિંગલે કહ્યું હતું કે ‘એક વર્ષ અગાઉ હું અને કેટલાક પ્રવાસીઓએ મળીને ટીસી શા માટે આવું કરે છે એની તપાસ કરી હતી અને ત્યારે આ ઝુંબેશમાં ‘મિડ-ડે’નો પણ અમને સાથ મળ્યો હતો. એમાં અમને જાણ થઈ હતી કે અમુક દિવસ કે મહિના દંડનો ટાર્ગેટ પૂરો કરવાના હોય છે. આ ટાર્ગેટ પર તેમનું પ્રમોશન તેમ જ પગારવધારો અવલંબિત હોય છે. એથી તેઓ રજાના દિવસે બૅજ પહેર્યા વિના આ રીતે ટાર્ગેટ પૂરો કરે છે. અમારી ફરિયાદ બાદ ચાર વ્ઘ્ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે એક વર્ષ થઈ ગયું હોવા છતાં પરિસ્થિતિ બદલાઈ નથી.’

રાજીવ સિંગલની ફરિયાદ વિશે સિનિયર ડીસીએમ આરતી પરિહારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિશે અમને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી નથી. નિયમ અનુસાર ટીસીએ બૅજ પહેરવાનો ફરજિયાત હોય છે. બૅજ પહેર્યા વગર ટિકિટ ચેક કરનાર ટીસી સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK