આ રાઇફલો કેવી રીતે રક્ષા કરશે BMCની?

પાંચ કિલોની રાઇફલ આઠ કલાક ખભા પર ઉપાડીને ખડેપગે ઊભા રહેવા માટે સુરક્ષારક્ષકોને મળે છે માત્ર પાંચ રૂપિયાનું ભથ્થું : સૌથી શ્રીમંત સુધરાઈ પાસે નથી નવી રાઇફલો લેવાના કે ભથ્થું વધારવાના પૈસા

rifles

મમતા પડિયા

મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને શહેરની પોલીસ અને સુરક્ષાયંત્રણાને અત્યાધુનિક હથિયારો સાથે સજ્જ કરવાનો દસ્તાવેજી નિર્ણય દસ વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો, પરંતુ દેશના સૌથી શ્રીમંત ગણાતા BMCની સુરક્ષા માટે ૬૨ વર્ષ પહેલાં બનેલી પૉઇન્ટ ૩૧૫ mmરાઇફલનો ઉપયોગ થઈ રહ્યો છે. પાંચ કિલો વજન ધરાવતી આ રાઇફલમાંથી એક સમયે માત્ર એક જ રાઉન્ડ ફાયર થઈ શકે છે. આટલી વજનદાર રાઇફલને આઠ કલાક માટે ઉપાડવા સુરક્ષારક્ષકોને દિવસનું ફક્ત પાંચ રૂપિયાનું ભથ્થું આપવામાં આવતું હોવાની ચોંકાવનારી હકીકત ધ્યાનમાં આવી છે. બીજી તરફ BMCના સુરક્ષા-અધિકારીએ કહ્યું હતું કે અત્યાધુનિક રાઇફલ લાવવા અને સુરક્ષારક્ષકોનું ભથ્થું વધારવા બાબતે પ્રશાસન સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

દેશ જ નહીં, દુનિયા માટે આતંકવાદ મોટો પડકાર છે અને ભૂતકાળમાં આતંકવાદીઓના રડાર પર રહી ચૂકેલા BMCની સુરક્ષાવ્યવસ્થા ઘણી નબળી છે એમ જણાવીને BMCની સુરક્ષાયંત્રણા સાથે સંકળાયેલા એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCની માલમતા, પાણીના ડૅમ, જળાશયો જેવાં મહત્વનાં સ્થળોની સુરક્ષા માટે ૧૯૬૪માં સુરક્ષાદળની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૬૬ની પહેલી માર્ચથી BMCમાં સુરક્ષાદળ કાર્યરત થયું હતું. ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે આતંકવાદીઓએ મુંબઈને હચમચાવી દીધું હતું. આતંકવાદી અજમલ કસબ BMCના મેઇન ગેટના પાછળના રસ્તાથી કામા હૉસ્પિટલમાં ઘૂસ્યો હતો. જો તે BMCમાં ઘૂસ્યો હોત તો ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હોત. આ બધી બાબતને ધ્યાનમાં લેતાં તત્કાલીન ઍડિશનલ કમિશનર આર. એ. રાજીવે BMCની સુરક્ષા માટે ૨૭ સશસ્ત્ર સુરક્ષારક્ષકોની નિયુક્તિ કરી હતી. જોકે આ બ્રિટિશકાલીન BMC હેરિટેજ બિલ્ડિંગની સુરક્ષા માટે ૬૨ વર્ષ જૂની પૉઇન્ટ ૩૧૫ mmની રાઇફલ આપવામાં આવી હતી. ૨૦૧૮-’૧૯ના બજેટમાં BMCને ૨૭ હજાર ૨૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેમાં સુરક્ષાખાતા માટે ૭.૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.’

BMCના સુરક્ષારક્ષકની માહિતી

દસ વર્ષ પહેલાં BMCની સુરક્ષાને સઘન કરવાના હેતુસર ૨૭ સશસ્ત્ર સુરક્ષારક્ષકોની નિયુક્તિ કરાઈ હતી એમ જણાવીને અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સુરક્ષારક્ષક ત્રણ શિફ્ટમાં ફરજ બજાવતા હતા. અત્યારે ૨૭માંથી માત્ર ૧૧ સુરક્ષારક્ષકો જ ફરજ પર છે. આઠ કલાકની શિફ્ટમાં પૉઇન્ટ ૩૧૫ mmની રાઇફલ ઉપાડવા માટે સુરક્ષારક્ષકને રોજના પાંચ રૂપિયા મળે છે. જોકે અત્યારે અત્યાધુનિક રાઇફલ તેમ જ મનુષ્યબળની BMCને જરૂર છે.’

બ્રિટિશકાલીન પૉઇન્ટ ૩૧૫ mm રાઇફલ


પૉઇન્ટ ૩૧૫ mm રાઇફલ બ્રિટિશના જમાનાનું બેઝિક મૉડલ છે એમ જણાવીને અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચ કિલોનું વજન ધરાવતી આ રાઇફલમાંથી એક જ રાઉન્ડ ફાયર થઈ શકે છે. એક તાલીમબદ્ધ સૈનિકને આ રાઇફલમાંથી ફાયર કરતાં દસ સેકન્ડનો સમય લાગે છે, કારણ કે તેને તાલીમ આપવામાં આવી હોય છે; જ્યારે સુરક્ષારક્ષકને ફાયર કરવું હોય તો એક મિનિટ લાગી શકે છે.’

ઉચ્ચ અધિકારીનું શું કહેવું છે?

BMCની સુરક્ષા માટે બધાં જરૂરી પગલાં ભરવામાં આવે છે એમ જણાવીને BMCના સુરક્ષા ખાતાના ઉચ્ચ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરક્ષારક્ષકને ખભા પર રાઇફલ ઉપાડવાના મળતા દૈનિક પાંચ રૂપિયાના ભથ્થાને વધારવા માટે અમે પ્રશાસન સાથે ચર્ચા-વિચારણા કરીશું તેમ જ અત્યાધુનિક હથિયારનો મુદ્દો પણ ચર્ચવામાં આવશે. અમારા તરફથી અમે દરેક રીતે રજૂઆત કરવાના પ્રયત્નો કરીશું. જોકે આખરે આ બાબતે નિર્ણય લેવાનો અધિકાર BMC-પ્રશાસનનો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK