રિફાઇનરીમાં ધડાકો એટલો જોરદાર હતો કે અમુક રહેવાસીઓ રડવા લાગ્યા

BPCLની રિફાઇનરીમાં ગઈ કાલે લાગેલી આગને પગલે જોરદાર અવાજ, ચોતરફ હવામાં ફેલાયેલો આગનો ધુમાડો અને આંચકાને પરિણામે ચેમ્બુર અને માહુલ રોડના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ ઘટનાસ્થળથી દૂર જતા રહ્યા હતા.

rifinery



આગ ફેલાશે એનો મોટો ડર રહેવાસીઓને હતો. ઘટનાસ્થળથી બહાર નીકળવા અને ઈસ્ટર્ન ફ્રીવે પર નીકળવા માટે એક જ રસ્તો છે જેને કારણે રહેવાસીઓ પોતાનાં ઘરોમાં ફસાઈ ગયા હતા. બ્લાસ્ટની તીવþતાને કારણે બારીઓના કાચ પર પણ તિરાડો પડી ગઈ હતી. આગ લાગી એ વિસ્તારમાં અંદાજે ૧૭,૦૦૦થી વધુ ઘરો છે. માહુલમાં અમુક રહેવાસીઓ રડવા લાગ્યા હતા અને બહાર નીકળવા લાગ્યા હતા.

રહેવાસીઓએ શું કહ્યું?

૩૦ વર્ષની રહેવાસી સંગીતા તમ્માતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા લોખંડના દરવાજા, ટીવી અને કબાટ હલવા લાગ્યાં હતાં. મારી ડરી ગયેલી પુત્રી ચીખતી મારી પાસે આવી હતી, જ્યારે પાડોશની પ્રેગ્નન્ટ મહિલા પોતાની મમ્મીના ઘરે જતી રહી હતી.’

અન્ય રહેવાસી દીપક કાંબળેએ કહ્યું હતું કે ‘બિલ્ડિંગ-નંબર ૩૯, ૩૦, ૮, ૧૩ અને ૨૯એ તરત જ આંચકા અનુભવ્યા હતા. બાજુના બિલ્ડિંગના મારા ફ્રેન્ડ્સ તરત જ નીચે ઊતરી ગયા હતા. જોરદાર અવાજ ભૂકંપ જેવો સંભળાયો હતો. અમારી દરેક પાસે નીકળવા માટેનો એક જ રસ્તો હતો.’

ચેમ્બુરથી અમુક કિલોમીટરના અંતરે રહેતા પ્રભાત સિંહ પોતાના ઘરેથી કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની આંખો સામે લાઇટિંગ દેખાઈ હતી જે બ્લાસ્ટ હતો.

ઘટનાસ્થળથી સાત કિલોમીટરના અંતરે વડાલા રોડ પર રહેતા અશ્વિન દેશમુખ ઝેરી ધુમાડાને કારણે ઘરથી દૂર જતા રહ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK