પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કર્યો ઘાટકોપરની હિન્દુ સભા હૉસ્પિટલે

બીજી કઈ હૉસ્પિટલો આ પગલે ચાલવા તૈયાર છે?

jan




પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત ઘાટકોપર (વેસ્ટ)ની ૫૦ વર્ષ જૂની હિન્દુ સભા હૉસ્પિટલમાં જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. મુંબઈની ચૅરિટેબલ હૉસ્પિટલમાં જેનેરિક દવાઓનો સ્ટોર શરૂ કરનારી આ પહેલી હૉસ્પિટલ છે. આ સ્ટોરની બીજી મહત્તા એ છે કે આ સ્ટોરમાં મૅક્સિમમ રીટેલ પ્રાઇસથી ઓછા ભાવે લોકોને દવા મળશે.

એચ. જે. દોશી ઘાટકોપર હિન્દુ સભા હૉસ્પિટલ એના સમાજસેવાનાં પ૦ વર્ષની ઉજવણી કરી રહી છે. સામાન્ય જનતાને આ હૉસ્પિટલમાં સસ્તા ભાવે સુવિધાજનક સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે આ

હૉસ્પિટલમાં જેનેરિક મેડિકલ સ્ટોર ઉપલબ્ધ કરાવીને હૉસ્પિટલમાં આવતા દરદીઓ અને અન્ય દરદીઓનો સમય બચે અને આર્થિક બચત થાય એવા ઉદ્દેશથી હૉસ્પિટલના જ પરિસરમાં જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કરવાનો મૅનેજમેન્ટે નિર્ણય લીધો હતો.

 અમારા મૅનેજમેન્ટને થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત જેનેરિક દવાનો સ્ટોર હૉસ્પિટલમાં શરૂ કરવાનો વિચાર આવ્યો હતો એમ જણાવતાં એચ. જે. દોશી ઘાટકોપર હિન્દુ સભા હૉસ્પિટલના ટ્રસ્ટી અને પ્રમુખ મગનલાલ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિયોજનાની જાહેરાત કરી એ સમયે જ કહ્યું હતું કે બ્રૅન્ડેડ દવાઓને બદલે લોકોને સસ્તા ભાવે જેનેરિક દવાઓ મળે એના માટે ક્રાન્તિકારી શરૂઆત કરવાની જરૂર છે. આ વાત મારા મગજમાં ઘર કરી ગઈ હતી. એથી જ અમે અમારી ૫૦ વર્ષ જૂની હૉસ્પિટલમાં આ સ્ટોરની સૌથી પહેલી શરૂઆત કરીને નરેન્દ્ર મોદીની પરિયોજનાને અમલમાં મૂકી હતી.’

અમારા માટે આ એક ચૅલૅન્જ હતી એમ જણાવીને મગનલાલ દોશીએ કહ્યું હતું કે ‘અમે જેનેરિક દવાનો સ્ટોર શરૂ કરવાનો પ્રોજેક્ટ બનાવ્યો અને એને ૧૫ ઑગસ્ટ પહેલાં સફળ બનાવવા માટે કટિબદ્ધ બન્યા હતા. એમાં અમને જરૂરી બધા જ સરકારી વિભાગોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK