હાઈ ર્કોટે મરાઠા આરક્ષણ પર વચગાળાનો સ્ટે મૂકવાની ના પાડી, સુનાવણી ૧૦ ડિસેમ્બરે

જસ્ટિસ એમ. એસ. કર્ણિકની બેન્ચ આ મુદ્દા પરની તમામ અરજીઓની સુનાવણી ૧૦ ડિસેમ્બરે કરવા સહમત થઈ હતી.

BOMBAY HC

બોમ્બે હાઈકોર્ટ



મુંબઈ હાઈ ર્કોટે ગઈ કાલે મરાઠા સમુદાયને આરક્ષણ આપવાના મહારાષ્ટ્ર સરકારના નવા કાયદા પર વચગાળાના સ્ટેનો આદેશ આપવાની ના પાડી દીધી હતી. જોકે કાયદાને પડકારતી જનહિતની અરજીની સુનાવણી કરી રહેલી જસ્ટિસ નરેશ પાટીલ અને જસ્ટિસ એમ. એસ. કર્ણિકની બેન્ચ આ મુદ્દા પરની તમામ અરજીઓની સુનાવણી ૧૦ ડિસેમ્બરે કરવા સહમત થઈ હતી.


આ પણ વાંચોઃ હવે તો સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવ્યે છૂટકો


બેન્ચ રાજ્યમાં મરાઠા સમાજને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાનોમાં ૧૬ ટકા આરક્ષણ આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરતી ગુણરત્ન સદાવર્તે દ્વારા ગયા મહિને ફાઇલ કરાયેલી જનહિતની અરજીની સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં જણાવાયું હતું કે મરાઠા સમુદાયને આપવામાં આવેલું આરક્ષણ સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશના ઉલ્લંઘન સમાન છે. સુપ્રીમ ર્કોટે એના છેલ્લા આદેશમાં જણાવ્યું હતું કે કોઈ પણ રાજ્યમાં જાતિ અને સમાજ પર આધારિત આરક્ષણ ૫૦ ટકા કરતાં વધુ ન હોવું જોઈએ.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK