આપકા બેટા ઠીક હૈ, અભી ઇધર-ઉધર મત જાઓ

બુધવારે મર્ડર થઈ ગયા પછી શનિવારે સિદ્ધાર્થ સંઘવીના પપ્પાને ફોન કરીને આરોપીએ કહેલું...

sidharth

પ્રીતિ ખુમાણ ઠાકુર

મલબાર હિલમાં રહેતા HDFC બૅન્કના ૩૯ વર્ષના ગુજરાતી વાઇસ-પ્રેસિડન્ટ સિદ્વાર્થ સંઘવી પાંચ સપ્ટેમ્બરે કમલા મિલ્સ કપાઉન્ડમાંની પોતાની ઑફિસ પાસેથી રાતે આઠ વાગ્યાની આસપાસ ગુમ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમની પત્ïનીએ NM જોશી માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. એ દરમ્યાન પોલીસને નવી મુંબઈથી સિદ્વાર્થની કાર મળી આવી હતી જેમાં કારની પાછળની સીટ પર લોહીના ધબ્બા જોવા મળ્યા હતા. આ કેસની તપાસ કરતી નવી મુંબઈ પોલીસે કડીઓ જોડીને નવી મુંબઈ વિસ્તારમાં રહેતા સરફરાઝ શેખની ધરપકડ કરી હતી. રવિવારે તેની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે પોલીસને ડેડ-બૉડી કલ્યાણના જંગલમાં ફેંકી દીધી હોવાની માહિતી આપતાં પોલીસે ત્યાં જઈને તપાસ કરતાં ત્યાંથી એક ડેડ-બૉડી મળી આવી હતી. આ ડેડ-બૉડીની સંઘવીપરિવારે ઓળખાણ કરતાં તે સિદ્વાર્થની હોવાનું જણાયું હતું. પોલીસે ડેડ-બૉડીને તાબામાં લઈને પોસ્ર્ટમૉર્ટમ માટે મોકલી હતી અને ત્યાર બાદ પરિવારને સોંપી હતી. પોસ્ર્ટમૉર્ટમના પ્રાથમિક રર્પિોટમાં સિદ્વાર્થનું ગળું કાપવામાં આવ્યું હોય એવી શક્યતા છે. ગઈ કાલે સાંજે પરિવારે સિદ્વાર્થના અંતિમ સંસ્કાર કર્યા હતા. સિદ્વાર્થની ડેડ-બૉડી ઘરે લાવ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત દરેકની આંખમાં આંસુ હતાં અને કેમ આ વ્યક્તિ સાથે આવું થયું એવા પ્રશ્ન મનમાં ઊભા થઈ રહ્યા હતા.

આ કેસ વિશે મુંબઈ પોલીસને અમુક માહિતી મળી હતી જેમાં ખાસ એ હતું કે ૮ સપ્ટેમ્બરે રાતે સિદ્વાર્થના પપ્પાને એક ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ તેના પપ્પાને કહ્યું હતું કે ‘આપકા બેટા ઠીક હૈ, અભી ઇધર-ઉધર મત જાઓ, મેરે કૉલ કા ઇન્તઝાર કરો.’

આ ફોનના પગલે પોલીસે કિડનૅપિંગનો કેસ પણ નોંધ્યો હતો. એ ઉપરાંત પોલીસે એમ પણ જણાવ્યું હતું કે ‘પકડાયેલો આરોપી કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ફૅબ્રિકેશનનું કામ કરતો હતો એથી તેને ઘણીબધી વાતનો આઇડિયા હતો. અમુક વખત તેણે ડ્રાઇવરનું પણ કામ કર્યું છે. આરોપીની પૂછપરછ વખતે ફરી એક વખત તેણે ફેરવી તોળ્યું છે અને પોલીસને કહ્યું છે કે તેણે લૂંટનાના ઉદ્દેશથી આ બધું કર્યું હતું.’

લૂંટના ઉદ્દેશથી આવેલા આરોપીએ શું લૂંટ્યું એવો સવાલ પૂછતાં મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપી પાસેથી અત્યારે ફક્ત અમે સિદ્વાર્થનો મોબાઇલ ફોન જ રિકવર ક્ર્યો છે. આરોપીને પૂછતાં તેણે કહ્યું હતું કે તેને ત્રીસેક હજાર રૂપિયાની જરૂર હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીએ મોટરસાઇકલ લેવા માટે લોન લીધી હતી અને એના હપ્તા પણ ચાલી રહ્યા હતા અને હપ્તાના કંઈક ૩૦ હજાર રૂપિયાની આસપાસ બાકી હતા. જોકે અત્યારે આરોપીની ઊંડાણમાં તપાસ કરવા ગઈ કાલે ર્કોટમાં લઈ જતાં આરોપીને ૧૯ સપ્ટેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી મળી છે. એથી કસ્ટડીમાં આરોપી પાસેથી અન્ય ઘણી પૂછપરછ ક્ર્યા બાદ તથ્ય અને વધુ માહિતી મેળવી શકાશે. અત્યારે તો તેણે લૂંટના ઉદ્દેશથી આ કર્યું એમ કહ્યું છે, પરંતુ અમે એ વિશે પણ તપાસ કરી રહ્યા છીએ કે આ સાચું છે કે અન્ય કોઈ કારણ પણ છે.’

સિદ્વાર્થ સંઘવીના પરિવારના એક દૂરના સંબંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પરિવારના મિત્રવર્ગથી લઈને પરિવાર પણ સિદ્વાર્થ સાથે આવો કંઈ બનાવ બન્યો એના પર વિશ્વાસ જ કરવા તૈયાર નથી. ગઈ કાલે સાંજે છ વાગ્યાની આસપાસ સિદ્વાર્થના અંતિમ સંસ્કાર વખતે મોટી સંખ્યામાં સિદ્વાર્થના પરિવારજનો, મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દરેકની આંખમાં આંસુ જોવા મYયાં હતાં. સિદ્વાર્થ સ્વભાવે ખૂબ સરળ અને સાદો હોવાથી તેનું નાનીથી લઈને મોટી વ્યક્તિ સાથે સારું બનતું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK