ભૂલમાં થઈ ગઈ હત્યા : સરફરાઝ શેખ

HDFC બૅન્કના ગુજરાતી વાઇસ-પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવીની હત્યા બદલ પકડવામાં આવેલા નવી મુંબઈના રહેવાસી ૨૦ વર્ષના સરફરાઝ શેખે ફરી એક વખત પોતાનું પોલીસ સામેનું નિવેદન ફેરવી તોળ્યું છે.

siddharth1

સૂરજ ઓઝા / અનુરાગ કાંબળે

તેણે પોલીસ પાસે પહેલી વખતના નિવેદનનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું કે તે ફક્ત લૂંટના ઇરાદે પાર્કિંગ-લૉટમાં ગયો હતો અને સિદ્ધાર્થ પાસે પૈસા માગી રહ્યો હતો ત્યારે ભૂલમાં હત્યા થઈ ગઈ હતી.

એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘સરફરાઝે પોલીસને જણાવ્યું હતું કે હત્યા મેં કરી છે, પરંતુ હું હત્યા કરવાના ઇરાદે ગયો નહોતો. કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં થોડા વખતથી ફૅબ્રિકેશનનું કામ કરતો હોવાથી સરફરાઝ બધા વિશે જાણતો હતો. નવી બાઇક ખરીદી હોવાથી તેને ૩૦,૦૦૦ રૂપિયાની જરૂર હતી. સિદ્ધાર્થને તે રોજ સ્મિત આપતો હોવાથી તેમની વચ્ચે આંખની ઓળખ હતી. પાંચમી સપ્ટેમ્બરે સરફરાઝ પાર્કિંગ-લૉટમાં ગયો હતો. જેવો સિદ્ધાર્થ પોતાની કારમાં બેઠો એટલે તે તેની બાજુમાં બેસી ગયો હતો અને તેની પાસે ૩૦,૦૦૦ રૂપિયા માગ્યા હતા. સિદ્ધાર્થે સરફરાઝને કહ્યું કે તેની પાસે ફક્ત ૨૦૦ રૂપિયા છે. સરફરાઝને પૈસાની ઘણી જરૂર હતી એટલે તેણે છરો સિદ્ધાર્થના ગળા પર મૂક્યો હતો. સિદ્ધાર્થે‍ બચવાની કોશિશ કરી અને તેનું ગળું કપાઈ ગયું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK