BJPએ બેટી ભગાઓ કાર્યક્રમ શરૂ કર્યો છે?

આવા શબ્દોમાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે કાઢી રામ કદમની ઝાટકણી: કોઈપણ રાજકીય પક્ષે આવી વ્યક્તિને ઉમેદવારી આપવી ન જોઈએ એમ પણ કહ્યું

uddhav


મહિલાઓ માટે અપમાનજનક સ્ટેટમેન્ટ આપનારા BJPના વિધાનસભ્ય રામ કદમની શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જોરદાર ટીકા કરી હતી. ચૂંટણીના સમયમાં વાલ્યાના વાલ્મિકી કરનારી BJPએ હવે ‘બેટી ભગાઓ’નો કાર્યક્રમ શરૂ કર્યો છે કે? એવો પ્રશ્ન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હવે વાલ્યાના વાલ્મિકી થવાની આશા રાખવી નહીં. તત્કાળ રામ કદમ પર કાર્યવાહી કરવી અને કોઈ પણ રાજકીય પક્ષે રામ કદમને ઉમેદવારી આપવી નહીં’

બાંદરામાં આવેલા રંગશારદા ઑડિટોરીયમમાં ઉદ્ધવ ઠાકરેએ રામ કદમ અને BJP પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘રામ કદમ એ નવોદિત વાલ્મિકી છે. માતા-બહેનોનું અપમાન કરનારા રામ કદમને કોઈએ પણ ઉમેદવારી આપવી નહીં. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હવે આ વાલ્યાનું વાલ્મિકી કરવું નહીં. તેમણે હિંમત દાખવવી અને રામ કદમ પર કાર્યવાહી કરવી. તેનું રાજીનામું લેવું. અમને સરકાર પાસેથી કશું મેળવવાની અપેક્ષા નથી, મહામંડળોની યાદી સરકારને બે વર્ષ પહેલા જ આપવામાં આવી હતી અને અત્યારે તેના પર નિર્ણય લેવાયો છે.’

હાર્દિક પટેલને ઉપવાસ છોડવાની આપી સલાહ

આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ પટેલ સમાજના નેતા હાર્દિક પટેલને પણ ફોન કર્યો હોવાનું કહ્યું હતું. તેમની હાર્દિક પટેલ સાથે થયેલી વાત વિશે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ‘છેલ્લા ૧૨ દિવસથી હાર્દિકના ઉપવાસ ચાલી રહ્યા છે. મેં તેને ઉપવાસ છોડવા કહ્યું હતું. ઉપવાસથી પ્રશ્નો ઉકેલાશે નહીં. આ સંવેદનહીન લોકો કંઈ પણ કરશે નહીં. એમની સામે લડવું એ જ એક વિકલ્પ છે. તારી દરેક લડાઈમાં હું તારી સાથે છું. પાકિસ્તાન સાથે સરકારની ચર્ચા થઈ શકે છે તો હાર્દિક સાથે ચર્ચા કેમ થઈ શકે નહીં?’

હિન્દુ આતંકવાદી કેમ નિર્માણ થાય છે?

સનાતન સંસ્થા સાથે સંકળાયેલા અને ડાબેરી કાર્યકર્તાઓની ધરપકડ બાબતે કરાયેલા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ‘હિન્દુ આતંકવાદી અને શહેરી નક્ષલવાદી એવા લેબલ કેમ લગાવવામાં આવે છે? આરોપમાં તથ્ય હોય તો સમયસર ચાર્જશીટ ફાઇલ કરો. એ માટે ૧૦-૧૦ વર્ષ લગાડો નહીં. હિન્દુ સરકાર હોવા છતા હિન્દુ આતંકવાદી કેમ નિર્માણ થાય છે?’

રઘુરામ રાજનને કેમ બોલાવવામાં આવે છે?

નોટબંધી નિષ્ફળ છે. તે RBIના અહેવાલથી તે સ્પષ્ટ થયું છે પરંતુ નોટબંધી નિષ્ફળ છે તે સ્વીકારવામાં આવશે કે? તમે એ માટે માફી માગશો કે? ફરી નોટબંધી કરવામાં આવશે એવી વાતો થઈ છે. એવું થશે તો દેશમાં ફરી અરાજકતા નિર્માણ થશે. એવી ચેતવણી તેમણે ઉચ્ચારી હતી. RBIના ભૂતપૂર્વ ગર્વનર રઘુરામ રાજનને સરકાર માર્ગદર્શન માટે બોલાવવાની છે એ વાતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે રઘુરામ રાજનને નામે નોટબંધીના દોષનો ટોપલો ઢોળીને તમે એને જતા રહેવા માટે કહ્યું હતું. તો હવે ફરી માર્ગદર્શન માટે તેમને શા માટે બોલાવવામાં આવે છે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK