ઇલેક્ટ્રૉનિક યંત્રણાનો ઉપયોગ કરીને ગણેશની મૂર્તિઓને જીવંત બનાવતો ઘાટકોપરનો મૂર્તિકાર

ગણેશની મૂર્તિ પણ હવે ડિજિટલ યુગમાં પ્રવેશી ગઈ છે.

murtikar



રોહિત પરીખ


ગણેશની મૂર્તિ પણ હવે ડિજિટલ યુગમાં પ્રવેશી ગઈ છે. ઘાટકોપર (વેસ્ટ)ના સાંઈનાથ નગરમાં ૩૪ વર્ષનો મૂર્તિકાર નીતિન ચૌધરી એક વર્ષની સખત મહેનત પછી ગણેશની મૂર્તિના ડેકોરેશનમાં ઇલેક્ટ્રૉનિક યંત્રણાનો ઉપયોગ કરીને ગણેશની મૂર્તિઓને આકર્ષિત અને જીવંત બનાવે છે. આ મૂર્તિઓની ઘાટકોપરમાં જ નહીં, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં અને જમ્મુ સુધી ડિમાન્ડ છે. નીતિન ચૌધરી નાનપણથી જ તેના કાકાની ઇલેક્ટિÿકની દુકાનમાં જોડાયો હતો. તેના કાકા નાટકના સ્ટેજ-ડેકોરેશનનું કામ કરતા હતા. કાકાની સાથે રહીને નીતિને ભણતર નહીં પણ ગણતર મેળવ્યું છે. છેલ્લાં સાત વર્ષથી નીતિન તેના પરિવાર સાથે ગણેશની મૂર્તિઓ પર ડેકોરેશન કરે છે. ગયા વર્ષે તેને તેના ઘરના ગણપતિનો ઇલેક્ટ્રૉનિક યુગમાં પ્રવેશ કરાવી દીધો હતો. એમાં તેણે એવી યંત્રણા ઊભી કરી કે તેના પરિવારની ગણપતિની મૂર્તિ કૃત્રિમ તળાવના પાણીમાં વિસર્જિત થઈ ત્યારે પણ એની લાઇટો ઝળહળતી હતી. એ દિવસથી જ તેણે નર્ણિય કર્યો હતો કે હવે પછી ગણેશની જે કોઈ મૂર્તિ બનાવીશ એમાં એવી કારીગરી કરીશ કે એ વિસર્જનના અંત સુધી ઝળહળતી રહેશે. આના માટે એક વર્ષ સુધી ભારે જહેમત પછી નીતિને ગણેશની મૂર્તિઓને જીવંત અને આકર્ષક બનાવીને માર્કેટમાં મૂકી છે.

આ બાબતની માહિતી આપતાં મૂર્તિકાર નીતિન ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક વર્ષ સુધી મેં ઘરમાં બેઠાં-બેઠાં અલગ-અલગ પ્રકારનાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનો એક ગણપતિની મૂર્તિ પર પ્રયોગ કયોર્, જેના આધારે સામાન્ય ડેકોરેશનને બદલે પ્લાસ્ટર ઑફ પૅરિસથી બનેલી ગણપતિની મૂર્તિઓને મેં ત્રણ મહિના પહેલાંથી જ લૅમ્પથી ડેકોરેટ કરીને રાખી છે. મૂર્તિ પર લાગેલા આ લૅમ્પ રિમોટ કન્ટ્રોલથી વિવિધ રંગોની રોશની કરે છે. આ લૅમ્પ મૂર્તિના મુગટમાં, હાથ અને ગળામાં પહેરેલાં ઘરેણાંમાં બેસાડવામાં આવ્યા છે. મોરપંખથી ડેકોરેટ કરેલી મૂર્તિમાં મોર એની ડોક હલાવી ગણપતિની પૂજા કરતો નજરે પડે છે તો સર્વરનો ઉપયોગ કરીને ગણપતિના હાથમાં રહેલા પાણીના લોટા પાસે ગણેશભક્ત હાથ રાખે તો ઑટોમૅટિક તેને ગણપતિ તેના હાથમાં રહેલા લોટામાંથી પાણીનો પ્રસાદ આપે છે. ઇલેક્ટિÿક મોટરનો ઉપયોગ કરીને એવી મૂર્તિ બનાવી છે જેમાં ગણપતિ-વિસર્જનને દિવસે ગણપતિ તેમનો જમણો હાથ હલાવીને બાય-બાય કરતા દેખાશે. આ મૂર્તિઓની હું એક વર્ષ માટે વૉરન્ટી આપું છું. આ મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે ત્યારે પણ એની લાઇટો બંધ નહીં થાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK