કેરળવાસીઓ માટે FMCG કંપનીઓએ પણ કરી જબરદસ્ત મદદ

ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)ની ડઝનેક કંપનીઓ કેરળના પૂરપીડિતોની મદદ માટે ખાદ્ય પદાર્થો મોકલવા તૈયાર થઈ છે.


આ કંપનીઓમાં ITC, કોકા કોલા, પેપ્સી અને હિન્દુસ્તાન યુનિલીવરનો સમાવેશ થાય છે એમ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે ગઈ કાલે જણાવ્યું હતું.

આ કંપનીઓ પાણીની બાટલીઓ, ખાદ્ય પદાર્થો તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓ મોકલશે.

હિન્દુસ્તાન યુનિલીવરે જણાવ્યા મુજબ એણે મીઠાનાં ૯૫૦૦ બૉક્સ, ઘઉંનાં ઉત્પાદનોનાં ૨૯,૦૦૦ બૉક્સ, કેચપનાં ૧૦૦૦ બૉક્સ, મિક્સ મસાલાનાં ૨૫૦ બૉક્સ તથા અન્ય પદાર્થો મોકલી આપ્યા છે.

નેસ્લેએ મૅગીનાં ૯૦,૦૦૦ પૅકેટ, મંચનાં બે લાખ પૅકેટ, કૉફી અને અલ્ટ્રા પૅરાઇઝ્ડ દૂધનાં ૧૧૦૦ પૅકેટ મોકલ્યાં છે.

ITCએ બિસ્કિટનાં ૩.૩૦ લાખ પૅકેટ મોકલવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત સેવલોનની ૨૦૦૦ બાટલીઓ,

ડેરી-વાઇટનરનાં ૩૦૦૦ પૅકેટ, લિક્વિડ હૅન્ડવૉશનાં ૯૦૦૦ પૅકેટ અને ૭૦૦૦ સાબુ રવાના કરવાનું વચન આપ્યું છે.

કોકા કોલા પૅકેજ્ડ પાણીની ૧.૪ લાખ લીટર બાટલીઓ મોકલી ચૂકી છે અને હજી ૧ લાખ લીટર પાણીની બૉટલ મોકલી આપશે.

પેપ્સિકોએ ૬.૭૮ લાખ લીટર પાણીની બૉટલો અને ૧૦,૦૦૦ કિલો ક્વેકર ઓટ્સ મોકલવાનું વચન આપ્યું છે. બ્રિટાનિયાએ ૨.૧૦ લાખ બિસ્કિટનાં પૅકેટ કોચીમાં તથા ૧.૨૫ લાખ પૅકેટ મલપ્પુરમ અને વાયનાડમાં મોકલી આપ્યાં છે. હજી વધુ બિસ્કિટ મોકલવામાં આવશે.

MTR ફૂડે રેડી ટુ ઈટનાં ૩૫,૦૦૦ પૅકેટ વાયનાડ મોકલ્યાં છે, જ્યારે બિકાનેરવાલાએ ૧ ટન ફરસાણ મોકલવાનું નક્કી કર્યું છે.

ડાબરે જૂસનાં ૩૦થી ૪૦ હજાર લીટર ટેટ્રાપૅક મોકલવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત ઓડોમોસની ૧૦,૦૦૦ ટ્યુબ મોકલવામાં આવશે. જીએસકે ઇન્ડિયા ૧૦ લાખ રૂપિયાની રાહતસામગ્રી ઉપરાંત હૉર્લિક્સનાં ૧૦ લાખ પૅકેટ અને ૧૦ લાખ ક્રોસિન ટૅબ્લેટ મોકલશે.

મેરિકો કંપનીએ ૩૦ ટન ઓટ્સ અને બાગરીઝ ઇન્ડિયાએ ૨ ટન ઓટ્સ મોકલવાનું જાહેર કર્યું છે. પેરનાર્ડ રિકૉર્ડ અને કારગિલ કંપનીએ અમૂલના સહકારથી દૂધનો પાઉડર અને બેબીફૂડ મોકલવાની ખાતરી આપી છે. મોન્ડેલેઝ ઇન્ડિયા ફૂડ્સે મુખ્ય પ્રધાનના રાહતભંડોળમાં ૧૦ લાખ રૂપિયાની રોકડ સહાયની જાહેરાત કરી છે.

કેરળ મોકલવામાં આવતી રાહતસામગ્રી કરમુક્ત


કેન્દ્રના નાણાપ્રધાન પીયૂષ ગોયલે કેરળ રાજ્યમાં ચાલી રહેલા રાહતકાર્ય માટે આયાત કરવામાં આïવેલા કે પૂરા પાડવામાં આવેલા સામાનને કસ્ટમ્સ ડ્યુટી અને ઇન્ટિગ્રેટેડ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (IGST)માંથી મુક્તિ આપી છે. અતિભારે વરસાદને પગલે સર્જા‍યેલી તારાજીને કારણે કેરળમાં રાહતકાર્ય ચાલી રહ્યું છે. ફૂડ રિલીફ ઑપરેશન હેઠળ કેરળમાં આયાત થનારી અથવા તો સપ્લાય કરવામાં આવનારી ચીજવસ્તુઓ માટે આ રાહત આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બાબતનું નોટિફિકેશન આજે ઇશ્યુ કરવામાં આવી શકે છે.

પીયૂષ ગોયલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કેરળની આ કપરી સ્થિતિમાં દેશ એના પડખે છે. આ માટેનું નોટિફિકેશન GST કાઉન્સિલની આગામી બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ કરરાહત ૨૦૧૮ની ૩૧ ડિસેમ્બર  સુધી અમલમાં રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK