એક માછલીના ઊપજ્યા ૫.૫૦ લાખ રૂપિયા

પાલઘરના બે ફિશરમેનને લૉટરી લાગી

fish1

પ્રીતિ ખુમાણ ઠાકુર

પાલઘરના બે માછીમારોને લૉટરી જ લાગી ગઈ છે. મહેશ મેહેર અને ભરત મેહેર નામના આ માછીમારોની જાળમાં ૩૦ કિલો વજનની ઘોલ ફિશ ફસાઈ અને એ માટે બન્નેને ૫.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.

પાલઘરના મુરભે સમુદ્રકિનારે સાંઈ લક્ષ્મી નામની બોટ લઈને બે માછીમારો મહેશ અને ભરત ફિશ પકડવા ગયા હતા. સ્ટેટ ગવર્નમેન્ટે મૉન્સૂન શરૂ હોવાથી ફિશિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ આ ફિશનો બ્રીડ કરવાનો પણ સમય હોય છે એટલે પહેલી ઑગસ્ટથી ફરી ફિશિંગની સીઝન શરૂ થઈ ગઈ છે.

fish

પોતાના લકી સમય વિશે માહિતી આપતાં મહેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે અમે ફિશિંગ કરવા બોટ લઈને ગયા હતા અને રવિવારે પાછા ફર્યા હતા. અમે લોકોએ ઘોલ ફિશ પકડી છે એની જાણ થતાં જ ફિશ ટ્રેડર્સ પહેલેથી જ સમુદ્રકિનારે અમારા આવવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા. ગઈ કાલે સવારે આ ફિશનું ઑક્શન કરાયું અને ત્યાર બાદ સૌથી વધુ બોલી બોલનાર બિહારી ફિશ ટ્રેડરે ૩૦ કિલો વજનની ફિશને ૫.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.’

આ ફિશ આટલી મોંઘી કેમ છે એ વિશે માહિતી આપતાં મહેશે કહ્યું હતું કે ‘ઘોલ ફિશનું સાયન્ટિફિક નામ પ્રોટોનીબિઆ ડાયાકેન્થસ (Protonibea diacanthus) છે જે ક્રૉકર ફિશ જેવી છે અને એનું ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયામાં ખૂબ મોટું માર્કેટ છે. આ ફિશ મેડિકલ પ્રૉપર્ટીઝ ધરાવે છે અને સર્જરી વખતે ટાંકા લેવા માટે ઉપયોગમાં આવતો દોરો પણ એમાંથી બનાવી શકાય છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં પણ આ ફિશનો કૉસ્મેટિક્સમાં વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પાલઘરમાં ઘોલ ફિશ ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચીએ છીએ. પર્યાવરણમાં ફેરફારને કારણે ગરીબ માછીમારોએ ફિશિંગ કરવા માટે સમુદ્રની ખૂબ અંદર સુધી જવું પડે છે. ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાથી અમે લોકો આર્થિક રીતે ખૂબ હેરાન થઈ રહ્યા હતા, પરંતુ આ ફિશને કારણે અમે સારીએવી કિંમત મેળવી શક્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK