હવે રામ કદમ પર ફિલ્મી ડાન્સરોની રોજીરોટી છીનવવાનો આરોપ

ડાન્સરોના જૂના અસોસિએશન સામે નવું અસોસિએશન બનાવીને અનેક યુવતીઓના પેટ પર લાત મારી હોવાનો આરોપ મૂકીને યુવતીઓએ વિડિયો વાઇરલ કર્યો

dancer

પ્રીતિ ખુમાણ ઠાકુર

છોકરી ન માને તો હું કિડનૅપ કરાવી આપીશ એવા સ્ટેટમેન્ટને પગલે વિવાદમાં સપડાયેલા BJPના વિધાનસભ્ય રામ કદમ હવે નવા વિવાદમાં સપડાયા છે. સિને ડાન્સર્સ અસોસિએશનની યુવતીઓએ એક વિડિયો વાઇરલ કર્યો છે જેમાં તેમણે એવો આક્ષેપ કર્યો છે કે રામ કદમની અધ્યક્ષતા ધરાવતું એક નવું ઑલ ઇન્ડિયા સ્ક્રીન ડાન્સર્સ અસોસિએશન ઊભું કરવામાં આવ્યું છે અને જૂના અસોસિએશનની ડાન્સરોના પેટ પર લાત મારવામાં આવી છે. વિડિયોમાં નવા અને જૂના અસોસિએશનના મેમ્બર્સનાં કાર્ડ દેખાડીને આક્ષેપ કરતાં રામ કદમ તમને શું જોઈએ છે એવો પ્રશ્ન કરીને તેમણે પોતાનો રોષ પણ ઠાલવ્યો છે.

સિને ડાન્સર્સ અસોસિએશનની યુવતીઓએ વિડિયો વાઇરલ કરીને કહ્યું હતું કે ‘સિને ડાન્સર્સ અસોસિએશન દ્વારા અમે છેલ્લાં અનેક વર્ષોથી કામ કરીએ છીએ, પરંતુ હવે આ અસોસિએશનની સામે એક નવું અસોસિએશન બનાવવામાં આવ્યું છે. ઑલ ઇન્ડિયા સ્ક્રીન ડાન્સર્સ અસોસિએશન નામના આ નવા યુનિયનના અધ્યક્ષ રામ કદમ અને સેક્રેટરી ગંગેશ્વર છે. અસોસિએશનના પૅમ્ફ્લેટ્સ પર રામ કદમનો ફોટો પણ છે. આ નવા અસોસિએશનનાં કાર્ડ બનાવીને ડાન્સર્સને બે-પાંચ હજાર રૂપિયામાં સરળતાથી આપવામાં આવી રહ્યાં છે અને આવાં કાર્ડ અમારી વિરુદ્ધમાં ઉપયોગ કરવામાં આવી રહ્યાં છે.’

રામ કદમ પર પોતાનો રોષ ઠાલવતાં આ યુવતીઓએ કહ્યું હતું કે ‘રામ કદમજી, તમે દહીહંડીના કાર્યક્રમમાં મહિલાઓ માટે જે કંઈ બોલ્યા અને તમે મહિલાઓ માટે શું વિચારો છો એની અમને ખબર નથી; પરંતુ હવે તો તમે અમારી રોજીરોટી પણ છીનવી રહ્યા છો. નવું કોઈ યુનિયન બનાવીને તેમની પાસેથી પાંચ-પાંચ હજાર રૂપિયા લઈને નવા ડાન્સર ઊભા કરીને અહીં ૨૦૦૦ રૂપિયામાં કામ કરવા ઊભા કરી રહ્યા છો. અમે લોકો અહીં ઘરે બેઠા છીએ. તમે ઇચ્છો છો શું? તમે મહિલાઓ વિશે જેમ-તેમ તો બોલો જ છો, પરંતુ અમારું કામ પણ છીનવી લીધું. અમને શૂટિંગ પણ કરવા નથી મળી રહ્યું. સ્ટુડિયોમાં પણ અમને ઘૂસવા દેવામાં આવતી નથી. તમે અમને ઘરે બેસાડી દીધી છે. હવે અમે શું કરીએ એ કહો. તમારો શું પ્રૉબ્લેમ છે? તમારી પાસે કોઈ સૉલ્યુશન છે અમારા માટે? તમે અમારા પેટ પર લાત મારી રહ્યા છો. આ બધું નહીં કરો અને મહિલાઓની મહેનતની કદર કરો.’

આ સંદર્ભે BJPના વિધાનસભ્ય રામ કદમને ‘મિડ-ડે’ દ્વારા સતત ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો મોબાઇલ અનરીચેબલ આવી રહ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK