ફટકા ગૅન્ગનો મેમ્બર લોકલના પૅસેન્જરના મોબાઇલના કૅમેરામાં ઝડપાયો, પકડાઈ ગયો

ચાલુ ટ્રેનમાં ફુટબોર્ડ પર ઊભેલા પ્રવાસીના હાથ પર ફટકો મારીને મોબાઇલ છીનવી રહ્યો હતો ત્યારે બીજા એક મુસાફરે આખી ઘટના પોતાના મોબાઇલમાં રેકૉર્ડ કરી

gang2

ફટકા ગૅન્ગનો આતંક વધવા લાગ્યો છે જેને કારણે રેલવે-પ્રવાસીઓને આ વિશે જાગૃત કરવા માટે ટ્રેનના કોચમાં અનાઉસમેન્ટ કરવામાં આવે છે. આ ફટકા ગૅન્ગના એક સભ્યને વસઈ GRP દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ આરોપી વસઈ અને નાયગાંવ વચ્ચે રેલવે-ટ્રૅક પર ઊભો રહ્યો હતો અને સ્પીડમાં આવી રહેલી ટ્રેનમાં ફુટબોર્ડ પર ઊભેલા પ્રવાસીના હાથ પર જોરથી મારીને મોબાઇલ છીનવી લીધો હતો. જોકે આરોપીની આ હરકતને અન્ય પ્રવાસીએ પોતાના મોબાઇલમાં કેદ કરી દીધી હોવાથી આરોપી પકડી શકાયો હતો.

gang1

gang

પકડાયેલા ફટકા ગૅન્ગના આરોપી સભ્ય વિશે માહિતી આપતાં વસઈ GRPના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિલાસ ચૌગલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વસઈના વાઘરીપાડામાં રહેતા પચીસ વર્ષના સની રાકુટિયાએ ટ્રેનમાં ફુટબોર્ડ પર ઊભેલા પ્રવાસીનો મોબાઇલ નાયગાંવથી વસઈ વચ્ચે ટ્રૅક પર ઊભા રહીને ફટકો મારીને છીનવી લીધો હોવા બાબતે તેને પકડી પાડવામાં આવ્યો છે. પચીસ ઑગસ્ટે ફરિયાદી ટ્રેનના ફુટબોર્ડ પર પ્રવાસ કરતો હતો ત્યારે તે ત્યાં ઊભો રહીને મોબાઇલનો ઉપયોગ કરી રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રૅક પર ઊભી રહેલી એક વ્યક્તિએ તેના હાથ પર મારતાં ફોન નીચે પડ્યો હતો. આ વિશે ફરિયાદીએ અમને ફરિયાદ કરી હતી, પરંતુ એ વિશે વધુ કંઈ માહિતી નહોતી. ફરિયાદીની સાથેના અન્ય એક પ્રવાસીએ પોતાના મોબાઇલમાં આ હરકત કેદ કરતાં આરોપીનો ચહેરો સ્પષ્ટ જોવા મળ્યો હતો. એને આધારે અમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી અને આરોપી વિશે માહિતી મળતાં અમે તેને પકડી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં ઉપસ્થિત કરવામાં આવતાં તેને ૧૦ સપ્ટેમ્બર સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ પૂરી થયા બાદ ફરિયાદીને તેનો મોબાઇલ પાછો આપી દેવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK