બનાવટી કુરિયર-બૉયે આપેલા બૉક્સને લીધે CA બેહોશ થયા અને લૂંટાયા

સાયનના ફ્લૅટમાંથી સાડાઆઠ લાખ રૂપિયાની માલમતા તફડાવી ગયો રહસ્યમય ઠગ


unconscious


રોહિત પરીખ


સાયનની જૈન સોસાયટીમાં મંગળવારે બપોરે પોણાચાર વાગ્યાની આસપાસ લૂંટનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. એમાં એક યુવાન કુરિયર-બૉય બનીને આવીને કશુંક સૂંઘાડીને એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના ફ્લૅટમાંથી રોકડ રકમ સહિત સાડાઆઠ લાખ રૂપિયાના જૂના સિક્કાઓ, જ્વેલરી અને અન્ય સામાન ચોરી ગયો હતો.

આ બનાવથી સાયન અને માટુંગાના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. સાયન પોલીસે પણ લૂંટના આ બનાવની ગંભીર નોંધ લીધી છે. પોલીસને આ લૂંટમાં એકથી વધુ વ્યક્તિઓ સંડોવાઈ હોવાની શંકા છે.

આ બનાવની માહિતી આપતાં ૪૩ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ચેતન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે મારી તબિયત બરાબર ન હોવાથી હું મારા ફ્લૅટમાં જ આરામ કરતો હતો. મારા પરિવારના બીજા સભ્યો તેમના કામે બહાર ગયા હતા. બપોરે પોણાચાર વાગ્યાની આસપાસ મારા ફ્લૅટની ડોરબેલ વાગી હતી. હું દરવાજો ખોલવા ગયો ત્યારે એક યુવાન જે ભણેલો દેખાતો હતો તેણે મને એક બૉક્સ હાથમાં આપીને પૂછ્યું હતું કે આ બૉક્સ તમારું છે? ત્યાર પછી જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારા ફ્લૅટના પૅસેજમાં પડેલો હતો. મારા આખા શરીરમાં કળતર થતી હતી. બૉક્સ જોયાથી લઈને હું ભાનમાં આવ્યો એની વચ્ચેના સમયમાં મારી સાથે શું બન્યું એ મને સહેજ પણ યાદ આવતું નથી. હું ગઈ કાલ સુધી આખા બનાવને યાદ કરવા કોશિશ કરી રહ્યો છું, પણ એમાં નિષ્ફળ ગયો છું.’

હું જ્યારે થોડી વાર પછી ભાનમાં આવ્યો ત્યારે મારા શરીરમાં કોઈ શક્તિ નહોતી એટલે મેં મારી મમ્મી અને પત્નીના નામની બૂમો પાડી હતી એમ જણાવતાં ચેતન શાહે કહ્યું હતું કે ‘જોકે ઘરમાં કોઈ ન હોવાથી મારી બૂમો વ્યર્થ હતી. ત્યાં જ મારો હાથ મારા પૅન્ટના ગજવામાં રહેલા મોબાઇલ પર ગયો હતો. મેં જેમ-તેમ કરીને એમાંથી અમુક નંબરો પર ફોન કર્યા હતા. જેમના ફોન લાગ્યા તેઓ થોડી વારમાં મારી પાસે આવી ગયા હતા. મારી પત્ની અને પાડોશીઓ પણ ભેગાં થઈ ગયાં હતાં. મને લકવો થઈ ગયો હોય એવું લાગતું હતું. માંડ-માંડ હું ઊભો થયો હતો.’

ઊભા થઈને મેં ફ્લૅટમાં નજર કરી ત્યારે ખબર પડી કે મારા બે કબાટ ખુલ્લા પડ્યા છે એમ જણાવીને ચેતન શાહે કહ્યું હતું કે ‘વધુ તપાસ કરતાં ખબર પડી કે મારા કબાટમાં રહેલા અઢી લાખ રૂપિયા રોકડા, મને જૂના સિક્કાઓ સંગ્રહ કરવાનો શોખ છે એ સિક્કાઓ, સોનાની જ્વેલરી અને બીજી વસ્તુઓ સાથે સાડાઆઠ લાખ રૂપિયાની માલમતા લૂંટાઈ ગઈ હતી.’

આ બાબતની હું સાયન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો, પણ પોલીસે ફરિયાદ લેતાં પહેલાં સાયન હૉસ્પિટલમાં મારું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું એમ જણાવીને ચેતન શાહે કહ્યું હતું કે ‘કુરિયર-બૉયે મને બૉક્સ બતાવ્યા પછી હું જે રીતે બેહોશ થઈ ગયો હતો ત્યાર પછી મારા કમરથી લઈને આખા શરીરમાં ખૂબ જ કળતર થતી હતી. ઊભા થયા પછી પણ હું પૂરો હોંશમાં નહોતો. મને ઊલટીઓ થઈ હતી. આ બધું જોઈને પોલીસને મારું મેડિકલ ચેકઅપ જરૂરી લાગ્યું હોવાથી તેમણે મારા બ્લડથી લઈને બધું જ ચેકઅપ કરાવ્યું હતું. ત્યાર પછી ફરિયાદ નોંધી હતી.’

ગઈ કાલ સુધી પોલીસ અને મિત્રો બધા સતત મારી સાથે શું બન્યું એ યાદ કરવા કહી રહ્યા છે એમ જણાવતાં ચેતન શાહે કહ્યું હતું કે ‘કુરિયર-બૉયે મને બૉક્સ બતાવ્યાથી લઈને હું ભાનમાં આવ્યો એના વચલા સમયમાં શું બન્યું એ મને સહેજ પણ યાદ આવતું નથી. હું કેમ પૅસેજમાં પડ્યો હતો, મારા શરીરમાં કેમ કળતર થતી હતી, મારું માથું કેમ ભમતું હતું એવા અનેક સવાલોનો મને જવાબ મળતો નથી.’

સાયન પોલીસના એક અધિકારીએ આ બનાવ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાયનમાં આ પ્રકારની લૂંટનો બનાવ અગાઉ ક્યારેય બન્યો નથી. અમે ચેતન શાહના બનાવની ગંભીર નોંધ લીધી છે. આમાં એકથી વધુ વ્યક્તિઓ સંડોવાઈ હોવાની અમને શંકા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy