લિવ-ઇન પાર્ટનરની મારપીટ કરવા બદલ અરમાન કોહલીની ધરપકડ

લિવ-ઇન પાર્ટનરે નોંધાવેલી ફરિયાદને પગલે ‘બિગ બૉસ’ના ભૂતપૂર્વ સ્પર્ધક અને બૉલીવુડના ઍક્ટર અરમાન કોહલીની ગઈ કાલે પોલીસે લોનાવલાથી ધરપકડ કરી હતી.

armaan

અરમાન કોહલી વિરુદ્ધ તેની પાર્ટનર સ્ટાઇલિશ નીરુ રંધાવાએ પાંચમી જૂને સાંતાક્રુઝ પોલીસમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ નોંધાવ્યો હતો.

અરમાન કોહલી અને નીરુ રંધાવા ૨૦૧૫માં દુબઈમાં મYયાં હતાં અને ત્રણ વર્ષથી તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. નીરુ રંધાવાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલાં પૈસાને મુદ્દે અરમાન કોહલીએ જુહુના રહેઠાણે મારી મારપીટ કરી હતી. મારપીટને કારણે મને ગંભીર ઈજા થઈ હતી અને મારે હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડ્યું હતું.

પોલીસે તાત્કાલિક અરમાન કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, પરંતુ અરમાન કોહલી પલાયન થઈ ગયો હતો. આખરે અરમાન કોહલી લોનાવલામાં ફ્રેન્ડના ફાર્મહાઉસમાં ટ્રેસ થયો હતો અને પોલીસે પકડી પાડ્યો હતો. ફરિયાદ બાદથી અરમાન કોહલી ત્યાં જ છુપાયેલો હતો.

અરમાન કોહલીના ફિલ્મમેકર પિતા રાજકુમાર કોહલીએ આ પહેલાં પોલીસને કહ્યું હતું કે અરમાન ક્યાં છે એ વિશે તેમને કંઈ જ ખબર નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy