ગોદરેજ સિગ્નલ પાસે અકસ્માતો રોકવા ટ્રાફિક-વિભાગે રૂટ ફેરવ્યો

વિક્રોલીમાં ગોદરેજનાં વાહનો માટે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ડાયરેક્ટ એન્ટ્રી ૬૦ દિવસ માટે બંધ થઈ

vikhroli


રોહિત પરીખ

વિક્રોલીના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગોદરેજ સિગ્નલ પાસે અવારનવાર અકસ્માતો થયા છે, જેને લીધે જાનહાનિના અનેક બનાવો બન્યા છે. આવા અકસ્માતોને રોકવા માટે ગોદરેજ કંપનીના સોપગેટ અને ઘોડાગેટ પાસેથી એક્સપ્રેસ હાઇવે પર જતા રસ્તાને ટ્રાયલરૂપે ટ્રાફિક-વિભાગ તરફથી ૬૦ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક-વિભાગને આ નિર્ણય લેતાં ચાર વર્ષ લાગ્યાં હતાં.

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગોદરેજનાં બન્ને સિગ્નલ પાસે રોડ-અકસ્માતો એક સામાન્ય ઘટના બની ગઈ હતી. આથી અમુક જાગૃત નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ ટ્રાફિક-વિભાગ પાસે ૨૦૧૪થી આ સિગ્નલ પાસેનું ટ્રાફિક-નિયંત્રણ બદલવાની માગણી કરી હતી. તેમની માગણી હતી કે આ રોડ સોપગેટ અને ઘોડાગેટ પાસેથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર જતો બંધ કરવામાં આવે જેથી મુંબઈ અને થાણે તરફથી આવતાં-જતાં વાહનો એક્સપ્રેસવે પર સીધાં જઈ શકે, આનાથી અકસ્માતો અને જાનહાનિ બંધ થશે. જોકે ટ્રાફિક-વિભાગ આ બાબતમાં ગંભીર નહોતો.

આ બાબતની માહિતી આપતાં ઘાટકોપરની ભટ્ટવાડીમાં રહેતા જાગૃત નાગરિક પ્રશાંત અંકુશરાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાન્યુઆરી-૨૦૧૪માં ટ્રાફિક-વિભાગને પત્ર લખીને કહેવામાં આવ્યું હતું કે ગોદરેજ કંપનીમાંથી આવતાં-જતાં વાહનો સર્વિસ રોડનો ઉપયોગ કરે તેમ જ મુલુંડ તરફથી ગોદરેજ જતાં વાહનો ઘાટકોપરના ફ્લાયઓવર નીચેથી સર્વિસ રોડ પરથી ગોદરેજ તરફ જાય અને ગોદરેજથી મુંબઈ તરફ જતાં વાહનો વિક્રોલીના ફ્લાયઓવર નીચેથી હાઇવે પર જાય તો અકસ્માતો બંધ થઈ જાય. બોરીવલીથી બાંદરા અને સાયનથી થાણે તરફ જતાં વાહનો માટે રોડ પર ક્યાંય કટિંગ કરવામાં આવ્યું નથી.’

આખરે ટ્રાફિક-વિભાગે ૩૧ ઑગસ્ટે અમારી માગણી સ્વીકારી હતી એમ જણાવતાં પ્રશાંત અંકુશરાવે કહ્યું હતું કે ‘બુધવારે સવારે છ વાગ્યાથી ૬૦ દિવસ માટે ગોદરેજથી હાઇવે પર જતા રસ્તાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા નિર્ણય પ્રમાણે ગોદરેજ કંપનીમાં જનારાં અને કંપનીમાં આવનારાં બધાં જ વાહનો સર્વિસ રોડનો ઉપયોગ કરશે. મુંબઈથી આવનારાં અને ગોદરેજ કંપનીમાં જનારાં વાહનોને સર્વિસ રોડ પર જવા માટે મુક્ત પ્રવેશ આપવામાં આવશે. આ વાહનો સર્વિસ રોડનો ઉપયોગ કરીને ગોદરેજમાં જશે, જ્યારે ગોદરેજમાંથી મુંબઈ જનારાં વાહનો વિક્રોલીના ફ્લાયઓવર બ્રિજ નીચેથી યુ ટર્ન લઈને મુંબઈ તરફ જશે. એવી જ રીતે થાણેથી ગોદરેજ કંપનીમાં જનારાં વાહનો ઘાટકોપરના ફ્લાયઓવર બ્રિજ નીચેથી યુ ટર્ન લઈને સર્વિસ રોડ પર થઈને ગોદરેજ કંપનીમાં જશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK