નોટબંધીના મામલે ફરી કડાકાભડાકા

ત્રણ લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં પાછા નહીં ફરે એવા દાવાનું શું થયું? દેશના અર્થતંત્રને નુકસાન થયું એની ભરપાઈ કોણ કરશે?

મહીીાલમબ

ડીમૉનેટાઇઝેશનને બે વર્ષ પૂરાં થવાને બે મહિના બાકી છે ત્યારે દેશની બૅન્કોમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ૯૯.૩ ટકા નોટો જમા થઈ ગઈ હોવાનું RBIના ૨૦૧૭-’૧૮ના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ૨૦૧૬ની ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરવામાં આવી ત્યારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ૧૫.૪૧ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. એમાંથી ૧૫.૩૧ લાખ કરોડ રૂપિયાની નોટો બૅન્કોમાં જમા થઈ ચૂકી હોવાનું RBIએ જણાવ્યું છે. હજી ૧૦,૭૨૦ કરોડ રૂપિયાની નોટો બૅન્કો પાસે પહોંચી નથી. જોકે આ રિપોર્ટની જાહેરાત બાદ વિપક્ષો અને ખાસ કરીને કૉન્ગ્રેસના નેતાઓ સરકાર પર તૂટી પડ્યા હતા અને ત્રણ લાખ કરોડ રૂપિયા પાછા સિસ્ટમમાં જ નહીં આવે એવા સરકારના દાવા વિશે જવાબ માગ્યા હતા.

RBIએ જણાવ્યું હતું કે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની સ્પેસિફાઇડ બૅન્ક નોટ્સ (SBN)ની ગણતરી હાઈ સ્પીડ કરન્સી વેરિફિકેશન ઍન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ (CVPS) વડે કરવાનું જટિલ કાર્ય પૂરું થયું છે. હવે એ નોટ્સ નષ્ટ કરવામાં આવશે. નોટબંધીની જાહેરાત પછી જૂની નોટો બૅન્કોમાં જમા કરવાની ૫૦ દિવસની મુદત આપવામાં આવી હતી. એ સમયગાળામાં વધારે જૂની નોટો બૅન્કોમાં જમા કરાવવામાં આવી હતી. એ બધા કેસ અત્યારે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટની તપાસ હેઠળ છે.

ડીમૉનેટાઇઝેશનમાં ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની નોટો રદ કરવામાં આવ્યા પછી ૫૦૦ રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી, પરંતુ ૧૦૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી નહોતી. એને બદલે ૨૦૦૦ રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. નોટબંધી પછી ૨૦૧૬-’૧૭માં RBIએ ૨૦૦૦ રૂપિયાની નવી નોટો તથા અન્ય મૂલ્ય (ડિનૉમિનેશન્સ)ની નોટોના છાપકામમાં ૭૯૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ખર્ચની એ રકમ આગલા વર્ષે નોટોના છાપકામમાં ખર્ચવામાં આવેલી રકમ (૩૪૨૧ કરોડ રૂપિયા)થી બમણી કરતાં વધારે હતી. ૨૦૧૭ના જુલાઈથી ૨૦૧૮ના જૂન મહિના સુધીમાં RBIએ નોટોના છાપકામમાં ૪૯૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

બ્લૅક મની, ભ્રષ્ટાચાર અને બનાવટી નોટોની બદી પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી નોટબંધી લાગુ કરવામાં આવી હતી, પરંતુ RBIનું કહેવું છે કે SBNમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની પકડાયેલી બનાવટી નોટોનું પ્રમાણ અનુક્રમે ૫૯.૭ ટકા અને ૫૯.૬ ટકા ઘટ્યું છે. RBIએ જણાવ્યું હતું કે પકડાયેલી ૧૦૦ રૂપિયાની બનાવટી નોટોનું પ્રમાણ આગલા વર્ષ કરતાં ૩૫ ટકા વધારે હતું, જ્યારે ૫૦ રૂપિયાની બનાવટી નોટો પકડાવાનું પ્રમાણ ૧૫૪.૩ ટકા વધ્યું છે. ૨૦૧૭-’૧૮માં ૯૮૯૨ નવી ૫૦૦ રૂપિયાની નોટો પકડાઈ હતી. ૨૦૦૦ રૂપિયાની ૧૭,૯૨૯ નોટો પકડાઈ હતી. ગયા વર્ષે એ આંકડો અનુક્રમે ૧૯૯ અને ૬૩૮ હતો.

બ્લૅક મની પર નિયંત્રણમાં સફળતા : કેન્દ્રીય સચિવ


ડીમૉનેટાઇઝેશન પછી બૅન્કોમાં પાછી જમા કરવામાં આવેલી જૂની નોટોના આંકડા RBIએ બહાર પાડ્યા પછી કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે બ્લૅક મનીની બદી નાથવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો હતો. સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું હતું કે ‘ડીમૉનેટાઇઝેશનના ઉદ્દેશો સિદ્ધ કરવામાં સફળતા મળી હોવાનું મેં નોંધ્યું છે. બ્લૅક મનીની બદી પર નિયંત્રણની દિશામાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે.’

નહીં આવેલા રૂપિયા નેપાલ અને ભુતાનમાં : પી. ચિદમ્બરમ

ભૂતપૂર્વ નાણાપ્રધાન અને કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘નાનકડી રકમને બાદ કરતાં મોટા ભાગની રકમ RBI પાસે પાછી આવી છે. મારી ધારણા છે કે જે રકમ પાછી નથી આવી એમાંથી ઘણી નોટો ભારતની ચલણી નોટો સ્વીકાર્ય છે એવા દેશો નેપાલ અને ભુતાનમાં ફરતી હશે. એમાંથી કેટલીક નોટો ખોવાઈ ગઈ હશે અથવા નષ્ટ કરવામાં આવી હશે. ભારતે ડીમૉનેટાઇઝેશન માટે બહુ મોટી કિંમત ચૂકવી છે. ભારતના અર્થતંત્રે ૧.૫ ટકા GDP વૃદ્ધિદર ગુમાવ્યો છે. ફક્ત એ જ રકમ વર્ષના ૨.૨૫ લાખ કરોડ રૂપિયા કરતાં વધારે છે. નોટબંધી વેળા જૂની નોટો સામે નવી નોટો બદલવાની કાર્યવાહીમાં ૧૦૦ જણે જીવ ગુમાવ્યા. રોજી રળનારા ૧૫ કરોડ લોકોએ અનેક અઠવાડિયાંની આજીવિકા ગુમાવી છે. હજારો નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો બંધ પડી ગયા છે. રોજગારીના લાખો અવસરો બરબાદ થયા છે. હવે યાદ કરો કે કોણે કહ્યું હતું કે ૩ લાખ કરોડ રૂપિયા પાછા નહીં જ આવે અને એ સરકારના લાભમાં રહેશે?’

ક્યાં છે કાળાં નાણાં : મમતા બૅનરજી

રદ કરવામાં આવેલી ચલણી નોટોમાંથી મોટા ભાગની નોટો પાછી આવી હોવાનું રિઝર્વ બૅન્કે જાહેર કર્યા પછી પિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ‘કાળાં નાણાં ધરાવતા કેટલાક લોકોને ગુપચુપ તેમનાં નાણાં ધોળાં કરવાની મોકળાશ આપવા માટે ડીમૉનેટાઇઝેશન કરવામાં આવ્યું હોય એવી મને શંકા જાય છે. રિઝર્વ બૅન્કના અહેવાલે અમારી શંકાને સમર્થન આપ્યું છે. ૯૯.૩ ટકા કાળાં નાણાં બૅન્કિંગ સિસ્ટમમાં પાછાં પહોંચ્યાં છે. હવે પહેલો મારો પ્રશ્ન એવો છે કે બધાં કાળાં નાણાં ક્યાં ગયાં? મારો બીજો પ્રશ્ન છે કે આ સ્કીમને કારણે મોટા પ્રમાણમાં કાળાં નાણાંને ધોળાં કરવાની છૂટ મળી હતી. વડા પ્રધાનની ૨૦૧૬ની ૮ નવેમ્બરની જાહેરાત પછી તરત મને એ પગલું જનતાનાં હિતો વિરોધી હોવાની શંકા પડી હતી. આ પગલાથી ખેડૂતો, બિનસંગઠિત ક્ષેત્ર, નાના વેપાર-ઉદ્યોગો અને આકરો પરિશ્રમ કરતા મધ્યમ વર્ગના લોકોને ગંભીર અસર થશે. આથી વધુ કરુણતા કે શરમજનક બાબત કઈ હોઈ શકે?’

કૉન્ગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરે છે : BJP

ડીમૉનેટાઇઝેશનને મુદ્દે રિઝર્વ બૅન્કના રિપોર્ટ બાદ વિપક્ષોની પસ્તાળ વચ્ચે BJPના પ્રવક્તા સંબિત મહાપાત્રે કૉન્ગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘ડીમૉનેટાઇઝેશનને કારણે બૅન્કોમાં કાળાં નાણાં જમાં કરાવવામાં આવ્યાં, ઇન્કમ ટૅક્સનું કલેક્શન વધ્યું, બનાવટી કંપનીઓનો સફાયો કરવામાં આવ્યો અને ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ પણ વધ્યું છે. ૧૮ લાખ શંકાસ્પદ બૅન્ક-અકાઉન્ટ્સ તપાસ હેઠળ આવ્યાં. ૨.૦૯ લાખ નવાં ઇન્કમ ટૅક્સ રિટન્ર્સ ભરવામાં આવતાં ટૅક્સની આવકમાં ૧૮ ટકાનો વધારો થયો.’

બનાવટી નોટો જપ્ત કરવાની તૈયારી રાખવી પડશે : SBI

રિઝર્વ બૅન્કે નવી ચલણી નોટો વધુ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છતાં SBIના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નકલી નોટો બનાવતા લોકોએ નવો રસ્તો શોધ્યો છે અને બનાવટી નોટોની વધારે જપ્તી માટે આપણે તૈયાર રહેવું પડશે. ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નવી નોટોની નકલ કરવી અશક્ય હોવાનો રિઝર્વ બૅન્કનો દાવો પૂર્ણપણે સાચો નહીં હોવાનું SBIના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

વડા પ્રધાન શિક્ષા ભોગવવા તૈયાર રહે : મલ્લિકાર્જુન ખડગે

લોકસભામાં કૉન્ગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ‘અમારા પક્ષે પહેલેથી જ ડીમૉનેટાઇઝેશનનો વિરોધ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું કે ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળાં નાણાં જેવાં દૂષણોને ડામવા માટે ડીમૉનેટાઇઝેશન કરવામાં આવ્યું છે, પરંતુ ખરેખર એ દૂષણોથી મુક્તિનો ઉદ્દેશ સિદ્ધ થયો છે? વડા પ્રધાને કહ્યું હતું કે મારી ભૂલ થાય તો મને શિક્ષા કરજો. હું હવે સંસદમાં કહીશ કે સાહેબ, તમે આવું બોલ્યા હતા. હવે અમે તમને કયા સ્થળે શિક્ષા કરીએ? નવી દિલ્હીના વિજય ચૌકમાં કે અન્ય કોઈ ઠેકાણે? હું તેમને એ બાબત યાદ અપાવીશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK