સ્મશાનની તકતીએ લોકોને આપ્યો આંચકો

કૉન્ગ્રેસના લીડર ગુરુદાસ કામતે ૨૩-૮-૨૦૦૯એ ચેમ્બુરના સ્મશાનનું લોકાર્પણ કરેલું, બરાબર ૯ વર્ષ પછી એટલે કે ૨૩-૮-૨૦૧૮એ તેમના ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

kamat

રોહિત પરીખ

ગઈ કાલે ચેમ્બુરની સ્મશાનભૂમિમાં કૉન્ગ્રેસના સિનિયર લીડર ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર સમયે સ્મશાનભૂમિમાં લગાડવામાં આવેલી એક તકતીએ લોકોને જબરદસ્ત મોટો આંચકો આપ્યો હતો. જે સ્મશાનભૂમિનું નૂતનીકરણ અને લોકાર્પણ ગુરુદાસ કામતના ફન્ડમાંથી અને તેમના હસ્તે કરવામાં આવ્યું હતું એ જ સ્મશાનભૂમિમાં નવ વર્ષ પછી એ જ તારીખે ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર ગઈ કાલે કરવામાં આવ્યા હતા.

હસુ અડવાણી ચરઈ હિન્દુ સ્મશાનભૂમિ BMC સંચાલિત છે. આ સ્મશાનભૂમિનું નૂતનીકરણ ૨૦૦૯ની સાલમાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન તરીકે ગુરુદાસ કામતના ફન્ડમાંથી જ કરવામાં આવ્યું હતું. એથી નૂતનીકરણ બાદ સ્મશાનભૂમિનું લોકાર્પણ પણ ગુરુદાસ કામતના હસ્તે ૨૦૦૯ની ૨૩ ઑગસ્ટે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવામાં આવ્યું એ દિવસે ૨૩ ઑગસ્ટ હતી, આજે નવ વર્ષ પછી ૨૩ ઑગસ્ટના જ દિવસે એ જ સ્મશાનભૂમિમાં ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK