ટિકિટ વિના ટ્રેનમાં સફર કરી રહેલી બકરીની ૨૫૦૦ રૂપિયામાં હરાજી

મસ્જિદ બંદર સ્ટેશન પર બુધવારે એક અજીબ ઘટના ઘટી.

goat

એક યાત્રી ટિકિટ વિના પોતાની બકરી લઈને સફર કરી રહ્યો હતો. રેલવેના નિયમ અનુસાર સામાન્ય ડબ્બામાં પ્રાણીઓને લઈને સફર કરવાની પરવાનગી નથી હોતી. ટિકિટચેકરે જ્યારે આ ભાઈ પાસે ટિકિટ માગી ત્યારે પહેલાં તો તે ગભરાઈ ગયો. ઊભો થઈને ખિસ્સાં ફંફોસવા લાગ્યો અને પછી ચકમો આપીને ત્યાંથી ભાગી ગયો. જોકે તેની બકરી ટ્રેનમાં જ રહી ગઈ.

આવા સંજોગોમાં હવે આ બકરીનું શું કરવું એ બાબતે ટિકિટચેકર મૂંઝવણમાં મુકાયા. તેમણે આ બકરીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી અને CSMTના લગેજ રૂમમાં બાંધી દીધી.

ગઈ કાલે આ બસંતી નામની આ બકરીની પણ હરાજી કરવામાં આવી હતી. લગેજ રૂમમાં બાંધેલી બકરી પર બાકાયદા ‘૩૦૦૦ રૂપિયામાં વેચાણ માટે’ એવી તકતી લગાવવામાં આવી હતી. રેલવે-અધિકારીઓને ગઈ કાલે એનો ખરીદદાર મળ્યો હતો અને એ ૨૫૦૦ રૂપિયામાં વેચાઈ હતી. અબ્દુલ રહેમાન નામની વ્યક્તિએ આ બકરી ખરીદી હતી અને તેણે કહ્યું હતું કે બકરીનું શું કરવું એ વિશે મેં હજી વિચાર્યું નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK