મોટો પર્દાફાશ : MNSને મળ્યો NCPનો સાથ

હિન્દીભાષીઓ સાથેના રાજ ઠાકરેના કાર્યક્રમનું આયોજન કરનારા શરદ પવારની પાર્ટીના પદાધિકારીઓ નીકળ્યા

raj thakrey

મનસે અધ્યક્ષ રાજ ઠાકરેનું રવિવારના સમારંભમાં સ્વાગત કરી રહેલા એનસીપી પદાધિકારી અરુણ મિશ્રા અને તેના પપ્પા શ્રીકાંત મિશ્રા



સંજીવ શિવડેકર

મસેના અધ્યક્ષ રાજ ઠાકરે રવિવારે હિન્દીભાષીઓના એક કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જોકે રાજ ઠાકરેને હિન્દીભાષીઓના મંચ પર લઈ જવા પાછળ NCPનો હાથ હોવાનું હવે બહાર આવ્યું છે.

આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મુંબઈ અને આસપાસનાં શહેરોના હિન્દીભાષીઓના મનસેના સામે રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને રાજ ઠાકરેને તેમની નજીક કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર ભારતીયોના કલ્યાણ માટે કામ કરનારી સંસ્થા હિન્દીભાષી મહાપંચાયત દ્વારા રાજ ઠાકરે વિશે ઉત્તર ભારતીયોમાં પ્રવર્તી રહેલી ગેરસમજને દૂર કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રચાર પણ એવી જ રીતે કરવામાં આવ્યો હતો કે મનસે વિશે પ્રવર્તી રહેલી ગેરસમજને દૂર કરશે રાજ ઠાકરે.

આ કાર્યક્રમના આયોજક વિનય દુબે અને અરુણ મિશ્રા હતા. આમાંથી અરુણ મિશ્રા એનસીપીના ઉત્તર મુંબઈ યુવા શાખાનો પ્રેસિડન્ટ છે એટલું જ નહીં, તેના પપ્પા શ્રીકાંત મિશ્રા ૨૦૧૪માં એનસીપીની ટિકિટ પર કાંદિવલીમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા.


આ પણ વાંચોઃ જાણી લો કે બૅજ પહેર્યા વિનાના ટીસી ગેરકાયદે છે


શરદ પવાર અને રાજ ઠાકરે વચ્ચે ઘણા વખતથી સારા સંબંધો છે. ઑક્ટોબરમાં ઔરંગાબાદથી મુંબઈ આવતી ફ્લાઇટમાં રાજ ઠાકરે શરદ પવારની બાજુમાં જઈને બેઠા હતા. દિવાળી પહેલાં રાજ ઠાકરેએ શરદ પવારનો જાહેરમાં ઇન્ટરવ્યુ પણ લીધો હતો. શરદ પવારે શિવસેના અને ભાજપની યુતિને હરાવવા માટે સંયુક્ત વિપક્ષમાં MNSને સામેલ કરવાની ભલામણ કરી હતી, પરંતુ ઉત્તર ભારતીયોના વિરોધને ધ્યાનમાં લેતાં કૉન્ગ્રેસે MNSને લેવાનો નનૈયો ભણ્યો હતો. આ જ કારણસર એનસીપી દ્વારા રાજ ઠાકરેનું વલણ યોગ્ય હોવાનું હિન્દીભાષીઓમાં સ્થાપિત કરવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK