તમારું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જતું હોય તો આટલું ધ્યાન રાખો

જો તમારું બિલ્ડિંગ રીડેવલપમેન્ટ માટે તૈયારી કરી રહ્યું હોય તો કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌથી પહેલી વાત એ છે કે બિલ્ડર નાણાકીય રીતે સક્ષમ હોવો જોઈએ અને બાંધકામનો તેને પૂરો અનુભવ હોવો જોઈએ. જો તેણે આસપાસના વિસ્તારમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ કર્યા હોય તો વધુ સારું. બિલ્ડરનો ટ્રૅકરેકૉર્ડ ખૂબ જ મહત્ત્વનો છે.

 

ફિઝિબિલિટી રિપોર્ટ

ભાડૂતોએ ફિઝિબિલિટી રર્પિોટ મેળવવો જોઈએ. એનાથી સંભવિત ખરીદદારો પ્રૉપર્ટીના કેટલા ભાવ આપશે એનો આઇડિયા મળશે. આવા રિપોર્ટને આધારે ભાડૂતોએ મકાનમાલિક સાથે વાટાઘાટો કરવી જોઈએ.

વિવિધ ખર્ચ

ભાડૂતો, મકાનમાલિક અને બિલ્ડરની સંયુક્ત બેઠકમાં ભાડૂતે એવો આગ્રહ રાખવો જોઈએ કે લીવ ઍન્ડ લાઇસન્સ અકૉમોડેશન માટેના શિફ્ટિંગ, દલાલી, ઍગ્રીમેન્ટ તેમ જ ઇન્કમ-ટૅક્સ, સ્ટૅમ્પડ્યુટી, રજિસ્ટ્રેશન વગેરે બધા જ ખર્ચ ફક્ત બિલ્ડરે ઉઠાવવા જોઈએ.

તમને કેટલી જગ્યા મળે?

બિલ્ડર તમને કેટલી જગ્યા આપી શકે એ માટે કોઈ ટોચમર્યાદા હોતી નથી. છતાં ઘણી વાર બિલ્ડરો એવી દલીલ કરતા હોય છે કે મ્હાડાના નિયમ અનુસાર તેઓ વધુ જગ્યા આપી શકે એમ નથી. બિલ્ડર ભાડૂતોને કેટલા કાર્પેટ એરિયાનો ફ્લૅટ આપવાનો છે એ ભાડૂતોએ આર્કિટેક્ટ પાસેથી જાણી લેવું જોઈએ.

ટ્રાન્સપરન્સી

ઘણા લોકોને એવો અનુભવ છે કે બિલ્ડિંગનો કબજો એક વાર હાથમાં આવી જાય એ પછી બિલ્ડરનો મિજાજ બદલાઈ જતો હોય છે. આ માટે ભાડૂતોએ બિલ્ડર પાસે લેખિતમાં એવી ખાતરી લેવી જોઈએ કે બિલ્ડર વિવિધ સત્તાવાળાઓને બિલ્ડિંગને લગતા દસ્તાવેજો મોકલે એના સાત દિવસની અંદર એ દસ્તાવેજો ભાડૂતોને પાછા મળી જવા જોઈએ. જો બિલ્ડરનો ઇરાદો ખરાબ હશે તો ભાડૂતોને એની જાણ ઘણી વહેલી થઈ જશે.

લોન નહીં

ભાડૂતોએ એવી સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે કોઈ પણ સંજોગોમાં તેમની પ્રૉપર્ટીની સામે ડેવલપર કોઈ લોન નહીં લઈ લે.

સંપ રાખો

ભાડૂતોએ એટલું સમજવું જોઈએ કે જો તેઓ સંપ રાખશે તો તેમને જ વધુ લાભ થશે. કોઈ પણ બિઝનેસમૅનનો ઇરાદો વધુમાં વધુ નફો કરવાનો હોય છે. જો કોઈ એક ભાડૂત વિશેષ સુવિધા માગશે તો બિલ્ડર એ બીજા ભાડૂતના ભોગ જ એ આપશે.

જવાબદારી પૂરી કરાવો

બિલ્ડિંગને કãમ્પ્લશન સર્ટિફિકેટ કઈ તારીખે મળશે એ બિલ્ડર પાસે લખાવી લેવું જોઈએ. સામાન્ય સંજોગોમાં બિલ્ડર આવી જવાબદારીથી છટકી જવાની કોશિશ કરતો હોય છે. ઘણી વાર એવું બને છે કે બિલ્ડિંગનુ પઝેશન લીધા પછી ભાડૂતોએ મોટી રકમ ખર્ચવી પડે છે.

બિલ્ડરને આટલા પ્રશ્રો પૂછો

- તેણે કેટલાં બિલ્ડિંગો બાંધ્યાં છે?
- તેના કેટલા પ્રોજેક્ટ માટે કમ્પલેશન સર્ટિફિકેટ મળ્યાં છે?
- ભાડૂતો સાથે કઈ તારીખે ઍગ્રીમેન્ટ થયાં હતાં અને ઑક્યુપેશન સર્ટિફિકેટ્સ કઈ તારીખે મળ્યાં હતાં?
- તેના કયા પ્રોજેક્ટમાં ઢીલ થઈ હતી અને એની પાછળનાં કારણો શાં હતાં?
- જો બિલ્ડર કોઈ ભાડૂત સાથે ર્કોટમાં ખટલો લડી રહ્યા હોય તો એની વિગતો.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK