૧૮ વરસથી જે બિલ્ડિંગ જોખમી હોય એ ક્યારેક તો જીવલેણ નીવડે જને

ભાઈંદર (ઈસ્ટ)ના ખારીગાવમાં આવેલા ૩ માળના લતા અપાર્ટમેન્ટનો એક ભાગ ગઈ કાલે સાંજે ૬ વાગ્યાની આસપાસ ધસી પડ્યો હતો, જેમાં ૬ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૪ વ્યક્તિ ગંભીરરૂપે જખમી થઈ હતી. જખમી થયેલી વ્યક્તિઓને નજીકમાં આવેલી પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.


ભાઈંદરમાં ૩૦ જ વર્ષ જૂની ઇમારતનો ભાગ ધસી પડ્યો, છનાં મોત

આ બિલ્ડિંગનો એક ભાગ ત્રીજા માળથી ધસી પડતાં નીચેના બીજા માળ પણ ધસી પડ્યા હતા. આ બિલ્ડિંગમાં લગભગ ૧૮૦ ફૅમિલી રહે છે. ગઈ કાલે ઇમારત ધસી પડતાં ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી હતી અને ઝડપી ગતિએ રાહતકાર્ય શરૂ કર્યું હતું. આખા બિલ્ડિંગને તરત જ ખાલી કરાવવામાં આવ્યું હતું. મીરા-ભાઈંદર પાલિકા આયુક્ત વિક્રમ કુમાર, સંજીવ નાઈક, આમદાર ગિલ્બર્ટ મેન્ડોન્સા ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

 

ભાઈંદરમાં 3 માળની ઈમારત તૂટી


૧૯૯૮૧માં બંધાયેલા આ બિલ્ડિંગને ૧૯૯૩માં જ્યારે મીરા-ભાઈંદરમાં નગરપરિષદ હતી ત્યારે એણે આ બિલ્ડિંગને ડેન્જર ડિક્લેર કર્યું હતું એટલે રહેવાસીઓ ર્કોટમાં ગયા હતા. ર્કોટમાં આ બાબતે કેસ ચાલુ હતો અને જુલાઈ ૨૦૧૧માં આ કેસનો નર્ણિય રહેવાસીઓના ફેવરમાં આવ્યો હતો કે બિલ્ડિંગ રહેવાલાયક છે. ત્યાર બાદ જુલાઈ ૨૦૧૧માં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગ રહેવા લાયક નથી એવી ર્કોટમાં અપીલ કરી હતી અને આ બાબતે કેસ ચાલુ હતો એ દરમ્યાન ગઈ કાલે આ બિલ્ડિંગનો એક ભાગ ધસી પડ્યો હતો. ગઈ કાલે મોડી રાત સુધી રાહતકાર્ય ચાલુ હતું. જાનહાનિના આંકડામાં વધારો થાય એવી શક્યતા છે. શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે મૃત્યુ પામેલા દરેકને ૨૫ હજાર રૂપિયા અને ઈજાગ્રસ્તને દરેકને ૧૦ હજાર રૂપિયાની રાહત જાહેર કરી હતી. મૃતકોમાં સોનાલી ચંદ્રપાલ, નેત્રપ્રકાશ રેટકર, શિલ્પા ડે, રંજના યાદવ, વિજયકુમાર યાદવ અને શિવકુમાર ગાયત્રીનો સમાવેશ થાય છે.

 

ભાઈંદરમાં 3 માળની ઈમારત તૂટી

રાહતકાર્ય - ભાઈંદરમાં 3 માળની ઈમારત તૂટી

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK