ટૅલ્કમ પાઉડરમાં કોકેન

મુંબઈ ઍરપોર્ટ પર પકડાઈ ડ્રગ્સની દાણચોરી માટેની નવી ટેક્નિક : પ્લાસ્ટિકના ડબ્બામાં અઢી કરોડના કેફી દ્રવ્યની કૅપ્સ્યુલ્સ પાઉડરમાં સંતાડવામાં આવી હતી

cocaine1

મુંબઈમાં ડ્રગ્સનું સ્મગલિંગ કરવા માટે નવા-નવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે અને વારંવાર આવા રસ્તા પકડી પાડવામાં પણ આવે છે, પરંતુ આ વખતે અઢી કરોડની કિંમતના કોકેનનું સ્મગલિંગ કરવા માટે એવો રસ્તો અપનાવવામાં આવ્યો હતો કે ભલભલા એમાં થાપ ખાઈ જાય.

ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર બ્રાઝિલિયન નાગરિક ફેરાઈઆ નાસીમેન મુંબઈથી દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે તેની હૅન્ડબૅગમાં પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવેલું ૪૫૭ ગ્રામ કોકેન પકડવામાં આવ્યું હતું. તપાસ કરતાં જણાયું હતું કે તે એડિસ અબાબાથી આવ્યો હતો. તેને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓને આગળની કાર્યવાહી માટે સોંપી દેવામાં આવ્યો હતો.

cocaine

તેની પાસે રહેલા પ્લાસ્ટિકના કન્ટેનરને ખોલીને જોવામાં આવ્યું તો એમાં ટૅલ્કમ પાઉડરમાં કૅપ્સ્યુલના સ્વરૂપમાં રાખવામાં આવેલું કોકેન મળી આવ્યું હતું. આ વ્યક્તિ બ્રાઝિલિયન નાગરિક હોવાથી બ્રાઝિલના સત્તાવાળાઓને પણ એના સ્મગલિંગની જાણકારી આપવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK