મુંબઈ માટે રેલવે મહત્વની, પરંતુ રેલવે માટે મુંબઈ મહત્વની છે? : હાઈ કોર્ટ

મુંબઈ માટે રેલવે મહત્વની છે, પરંતુ શું રેલવે માટે મુંબઈ મહત્વની છે એવો પ્રશ્ન મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે રેલવે પ્રશાસન અને કેન્દ્ર સરકારને પૂછ્યો હતો.

train

BMC પાસેથી ફન્ડ ઉપલબ્ધ થતું ન હોવાથી લોકોના જીવથી રમો નહીં, તાત્કાલિક કામે લાગો એવો નિર્દેશ હાઈ કોર્ટે રેલવે પ્રશાસનને આપ્યો હતો. આવતા બુધવારે આ અરજી પર ફરી સુનાવણી થશે.

હાઈ કોર્ટે કહ્યું હતું કે રેલવેની હદમાં આવતી સમસ્યાઓ માટે વિશેષ ફન્ડ ઉપલબ્ધ કરીને આપવું જરૂરી છે. રેલવે માટે સ્વતંત્ર વ્યવસ્થા નિર્માણ કરવી જોઈએ એનો ખરો સમય આવી ગયો છે. મુંબઈમાં રેલવેની હદમાં આવતા દરેક ફુટઓવર બ્રિજ, રેલઓવર બ્રિજનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરી આવશ્યકતા પ્રમાણે સમારકામ, વિસ્તરણ અને રીકન્ટ્રક્શનનું કામ તાત્કાલિક શરૂ કરો.

વેસ્ટર્ન રેલવેમાં મહત્વના બાંદરા સ્ટેશન પર મુખ્ય ફુટઓવર બ્રિજનું વિસ્તરણ કરવા માટે રેલવે પ્રશાસને ૨૦૦૬માં ટેન્ડર-પ્રક્રિયા પૂરી કરીને વર્ષભરમાં આ બ્રિજ બાંધીને પૂરો કરવાની જાહેરાત કરી હતી. જોકે આ બાબતે કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યાં. આ સંદર્ભે કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK