ફિલ્મ દેખાડવાનું કામ તમારું છે, ખાદ્ય પદાર્થ વેચવાનું નહીં : હાઈ કોર્ટ

મુંબઈ હાઈ કોર્ટે આવા શબ્દોમાં મલ્ટિપ્લેક્સની ઝાટકણી કાઢીને રાજ્ય સરકારના વલણ પ્રત્યે પણ વ્યક્ત કરી નારાજગી

high court

મલ્ટિપ્લેક્સમાં બહારના ખાદ્ય પદાર્થો લઈ જવા વિશેના નિર્ણય પર હાઈ કોર્ટે મલ્ટિપ્લેક્સ અસોસિએશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘મલ્ટિપ્લેક્સમાં ઘરનું અથવા બહારનું ખાવાનું લાવવા પર પ્રતિબંધ મૂકીને તમે લોકોને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોને બદલે જન્ક-ફૂડ ખાવાની ફરજ પાડી રહ્યા છો. તમારું કામ ફિલ્મ દેખાડવાનું છે, ખાદ્ય પદાર્થ વેચવાનું નહીં.’

આ ઉપરાંત મુંબઈ હાઈ કોર્ટે‍ રાજ્ય સરકારના આ મુદ્દે ઢીલા વલણ પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રકરણે વધુ સુનાવણી આવતી કાલે થશે. એથી કોર્ટે આ સંદર્ભે તાત્કાલિક કોઈ પણ નિર્દેશ આપ્યો નહોતો.

મલ્ટિપ્લેક્સમાં બહારનું ફૂડ લઈ જવા પર જે પ્રતિબંધ છે એના પર દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી કરતાં હાઈ કોર્ટે પોતાની નારાજગી સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતાં એવો સવાલ કર્યો હતો કે ‘સાર્વજનિક સ્થળોએ લોકો ઘરનું ફૂડ ખાય છે એ સમયે સુરક્ષાનો પ્રશ્ન નિર્માણ થતો નથી? તો પછી ફક્ત થિયેટરમાં જ ઘરનું ફૂડ લઈ જવા પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે?’

MNSની પણ ઝાટકણી કાઢી


મલ્ટિપ્લેક્સના વિરોધમાં કરેલા આંદોલન બદલ MNSની ઝાટકણી કાઢતાં મુંબઈ હાઈ કોર્ટે‍ ગઈ કાલે કહ્યું હતું કે ‘આ કેસ જ્યારે કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે કોઈ હિંસા ન થવી જોઈએ. કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાં ન જોઈએ. આ પ્રકરણે કાર્યવાહી કરવા માટે પોલીસ અને પ્રશાસન સક્ષમ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK