આપણા કલાકોની કિંમત કંઈ જ નહીં, સાહેબની તો મિનિટો પણ મોંઘેરી

BMCના કમિશનર થોડીક વાર માટે ટ્રાફિકમાં અટવાયા એને પગલે સુધરાઈના ચાર ગાર્ડને સસ્પેન્ડ કરી દેવાયા, પછી ખબર પડી કે ટ્રાફિક-નિયમનની જવાબદારી તેમની હતી જ નહીં એટલે નાક કપાવીને પાછા કામ પર લઈ લેવાયા

ajoy

આપણે મુંબઈના રસ્તા પર ટ્રાફિક જૅમમાં કલાકો સુધી અટવાતાં રહીએ એ તો આપણા કરમની કઠણાઈ છે, પરંતુ BMCના કમિશનરની કાર ટ્રાફિકમાં થોડી મિનિટો માટે પણ અટકે તો એ ગંભીર મુદ્દો બને છે. સોમવારે કમિશનરની કાર ટ્રાફિકમાં અટકવા બાબતે BMCના ચાર સિક્યૉરિટી ગાર્ડ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પછીથી એ સસ્પેન્શન ઑર્ડર્સ રદ પણ કરવામાં આવ્યા હતા.

સોમવારે BMCના કમિશનર અજોય મેહતા CSMTસ્થિત BMC હેડક્વૉર્ટરથી મલબાર હિલ ખાતેના તેમના બંગલે જવા નીકળ્યા ત્યારે મહાપાલિકા માર્ગ અને DN રોડ વચ્ચેની ગલીમાં થોડી મિનિટો માટે કાર અટકી હતી. એ વખતે હેડક્વૉર્ટરના ગેટ-નંબર ૪ પર સિક્યૉરિટી ગાર્ડની ગેરહાજરી નોંધપાત્ર બની હતી. એ ઘટનાના અનુસંધાનમાં મંગળવારે એક મહિલા સહિત ચાર સિક્યૉરિટી ગાર્ડ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ સસ્પેન્શનના સમાચાર ફેલાતાં BMCના વહીવટી તંત્રે ભીનું સંકેલી લેવા બુધવારે સસ્પેન્શનના આદેશો રદ કર્યા હતા. એ ચાર ગાર્ડ્સને ડ્યુટીમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

BMC કમિશનરની ઑફિસના અધિકારીએ જણાવ્યું હતું કે ‘સોમવારની ઘટના પછી કમિશનર અજોય મેહતાએ ચોક્કસ ગલીમાં, રસ્તાના અમુક ભાગમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની સૂચના BMCના ચીફ સિક્યૉરિટી ઑફિસરને આપી હતી. કોઈ પણ કર્મચારીને સસ્પેન્ડ કરવા નહોતું જણાવ્યું. અજોય મેહતાએ ચીફ સિક્યૉરિટી ઑફિસરને બોલાવીને ટ્રાફિકની પરિસ્થિતિ સુધારવા જણાવ્યું હતું. ત્યાર પછી સોમવારનું BMC હેડક્વૉર્ટરની આાસપાસનું CCTV કૅમેરાનું ફુટેજ તપાસવામાં આવ્યું હતું. કમિશનર રવાના થયા એ વખતે ગેટ-નંબર ૪ પર કોઈ સિક્યૉરિટી ગાર્ડ હાજર ન હોવાનું જણાયું હતું. ત્યાર પછી ચીફ સિક્યૉરિટી ઑફિસરે ચાર સિક્યૉરિટી ગાર્ડ્સની સામે ઇન્ક્વાયરીનો આદેશ આપીને ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાર સુધી તેમને સસ્પેન્ડ કરવાના આદેશો આપ્યા હતા.’

સોમવારના બનાવ બાબતે ચાર કર્મચારીઓના સસ્પેન્શનના વિવાદ બાબતે BMCના સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટના અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ‘સસ્પેન્ડ કરવામાં આવેલા ચાર સિક્યૉરિટી ગાર્ડ્સમાંથી ત્રણ ગાર્ડ્સ રાઇફલ સેક્શન (BMCના ગેટ્સના રક્ષણ માટે શસ્ત્રો પૂરાં પાડતા વિભાગ)ના છે. તેમને ટ્રાફિક ક્લિયર કરવા સાથે કોઈ સંબંધ નથી. કમિશનરની કારને બહાર નીકળવામાં વિલંબ માટે તેમને જવાબદાર ગણવાનું પગલું ગેરવાજબી છે.’

જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે ‘મહાપાલિકા માર્ગ અને DN રોડ વચ્ચેની એ ગલી ઘણા વખતથી સમસ્યારૂપ છે. બે લેનની એ ગલીમાં બન્ને બાજુ પાર્કિંગને કારણે વાહનો માટે માંડ એક લેન જેટલી જગ્યા બચે છે. એટલી જગ્યામાંથી બન્ને દિશામાં વાહનોની અવરજવર ચાલતી હોય છે. એ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. ત્યાંથી અવરજવર કરતા મોટા ભાગનાં વાહનો BMCના અધિકારીઓ અને નગરસેવકોનાં હોય છે. વળી મેટ્રો રેલવેના કામ માટે આઝાદ મેદાનનો પાર્કિંગ-લૉટ બંધ કરવામાં આવતાં સમસ્યા વધી ગઈ છે.’

BMCના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા મહિને કમિશનરની કાર એ ગલીમાં વીસ મિનિટ અટકી પડતાં એ રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો રાખવાનો સક્યુર્લર સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટમાં ઇશ્યુ કરવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK