BMCનું કામ કર્યું પોલીસે

બે બાઇકરોને નડેલા ઍક્સિડન્ટ પછી ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલે સહકર્મચારીઓ સાથે મળીને રસ્તા પર પડેલો અડધો-પોણો ફુટ ઊંડો ખાડો પૂર્યો

BMC

મમતા પડિયા

રસ્તા પર પડેલા ખાડાને કારણે બે બાઇકરના જીવ જોખમમાં મુકાતાં ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલે સિનિયર ઇન્સ્પેક્ટરની પરવાનગી લઈને સહકર્મચારીઓ સાથે મળીને BMCનું કામ કર્યું હતું. GTBનગર સ્ટેશન નજીક આવેલા સાયનથી પ્રતીક્ષાનગર તરફ જતા રસ્તામાં આ વખતે ચોમાસામાં આ ખાડો પડ્યો હતો. ગયા અઠવાડિયામાં પડેલા વરસાદને કારણે ખાડો ઊંડો થયો હતો. આ ખાડામાં સ્લિપ થવાથી ચાર જણને ઈજા થઈ હતી. ભવિષ્યમાં નાગરિકો માટે આ ખાડો જીવલેણ પુરવાર ન થાય એ માટે ગુરુવારે બપોરે કૉન્સ્ટેબલ રમેશ ભોસલે, ભાઉસાહેબ રહાણે, મધુકર ખાડે, જયપ્રકાશ માળી અને રેશમા ઘારગે ભેગાં મળીને ખાડા ભરો આંદોલન પર લાગી ગયાં હતાં.

GTBનગર સ્ટેશન નજીક આવેલા રસ્તા પર અડધાથી પોણા ફુટનો ખાડો પડ્યો હતો એમ જણાવીને ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનના રમેશ ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ખાડાને કારણે બે અકસ્માત મારી નજર સામે જ થયા હતા. આ ખાડાથી થોડે દૂર અમારી વૅન ત્યાં નાકાબંધી માટે સવારે પાંચથી નવ વાગ્યા સુધી હોય છે અને વહેલી સવારે ખૂબ અંધારું હોય છે. બે દિવસ પહેલાં એક બાઇકર ખાડામાં સ્લિપ થયો હતો અને ગુલાંટી ખાઈને અમારી જીપ પાસે પટકાયો હતો. અમે તાકીદે તેને સારવાર માટે લઈ ગયા હતા. એ અગાઉ એક બાઇક સ્લિપ થઈ હતી અને એના પર સવાર બે જણમાંથી આગળ બેસેલા યુવાનને ગંભીર ઈજા થઈ હતી એટલે તેને સાયન હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યારે તેની પાછળ બેસેલા યુવાનના હાથમાં ફ્રૅક્ચર થયું હતું. ખાડાને લીધે અકસ્માત થવા એ ગંભીર પ્રfન હતો. મેં આ સંદર્ભે અમારા સિનિયર ઇન્સ્પેક્ટર સુધાકર પૈઠણકરને જાણ કરી હતી. તેમણે અમને જ આ ખાડો ભરવાની સલાહ આપી હતી. અમારા વિસ્તારમાં અકસ્માત રોકવા માટે અમારે જ કંઈક કરવું પડશે એ બાબત શીરાની જેમ મારા ગળે ઊતરી ગઈ હતી.’

અમારા વિસ્તારમાં SRAનાં કેટલાંક બિલ્ડિંગ તોડેલાં છે એટલે ત્યાંથી કાટમાળ મેળવવામાં આસાની થઈ હતી એમ જણાવીને કૉન્સ્ટેબલ રમેશ ભોસલેએ કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે પોલીસની જીપમાં અમે ગૂણીઓ ભરીને કાટમાળ અને ઈંટ લઈ આવ્યા હતા. મારી સાથે એક મહિલા સહિત ત્રણ પોલીસ કર્મચારીઓએ મળીને અમે ૧૫ મિનિટમાં ખાડો ભર્યો હતો. અમારા કામને જોઈને રાહદારીઓએ ઊભા રહીને અમને અભિનંદન આપ્યાં હતાં. ખાડો ભરીને અમે નિરાંતના શ્વાસ લીધા કે હવે આ ખાડાને કારણે કોઈ અકસ્માત નહીં થાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK