વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો વિરોધ કરનાર કૉર્પોરેટર જબરો પિટાયો

વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો વિરોધ કરનાર અસદુદ્દીન ઓવૈસીની ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના નગરસેવક સૈયદ મતીનને અન્ય રાજકીય પક્ષના નગરસેવકોએ ધીબેડી નાખ્યો હતો.

FIGHT


મમતા પડિયા

ઔરંગાબાદની સંભાજીનગર સુધરાઈના સભાગૃહમાં અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો વિરોધ કરનાર અસદુદ્દીન ઓવૈસીની ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના નગરસેવક સૈયદ મતીનને અન્ય રાજકીય પક્ષના નગરસેવકોએ ધીબેડી નાખ્યો હતો. વરિષ્ઠ નેતાને શ્રદ્ધાંજલિ આપવાના વિષયમાં રાજકારણ વચ્ચે નહીં લાવવાનો આગ્રહ કરતા શિવસેના અને ગ્થ્ભ્ના નગરસેવકોએ મળીને aimimના નગરસેવકને જબરદસ્ત ફટકાર્યો એ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ ઘટના બાદ aimimના નગરસેવકોએ ભાજપના લીડરના વાહનની તોડફોડ કરી હતી.

સંભાજીનગર સુધરાઈમાં ગઈ કાલે સમાંતર પાઇપલાઇનનો પ્રસ્તાવ રજૂ કરવાનો હતો એમ જણાવીને શિવસેનાના નગરસેવક રાજુ વૈદ્યે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રસ્તાવ મેં મેયર સમક્ષ રાખ્યો હતો, દરમ્યાન આપણા દેશના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં તેમના જીવન વિશે બે શબ્દ કહ્યા હતા. ત્યારે બે મિનિટ માટે ભૂતપૂર્વ વડા પ્રધાનને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસ્તાવ મેં રાખ્યો હતો, પરંતુ AIMIMના નગરસેવક સૈયદ મતીને વિરોધ કર્યો હતો. પોતાનો પક્ષ રજૂ કરતાં સૈયદ મતીને સભાગૃહમાં મેયરને નોંધ લેવાનો આગ્રહ રાખીને કહ્યું હતું કે બાબરી મસ્જિદ પાડનારી જે મંડળી છે એના નેતા અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો વિરોધ રહેશે. મેં તેમને કહ્યું કે દેશના વરિષ્ઠ નેતાના મૃત્યુના પ્રસંગમાં રાજકારણને વચ્ચે લાવવાની જરૂર નથી, પરંતુ તે સમજ્યા જ નહીં. એથી સભાગૃહમાં હાજર શિવસેના અને ભાજપના નગરસેવકો ઉશ્કેરાયા હતા અને તેમને ધીબેડી નાખ્યા હતા. આ ઘટનાથી સભાગૃહમાં ખળભળાટ મચ્યો હતો અને સભાને દસ મિનિટ માટે મોકૂફ રાખવામાં આવી હતી. સભા ફરી શરૂ થતાં સૈયદ મતીનને કાયમી સ્વરૂપે સસ્પેન્ડ કરવાની માગણી મેં અને સર્વ પક્ષના નગરસેવકોએ કરી હતી.’


હિંમત હતી તો એક-એક જણે આવવું હતું : સૈયદ મતીન

AIMIMના નગરસેવક સૈયદ મતીને આ ઘટના બાદ એક વિડિયો-મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. વિડિયોમાં તેમણે જણાવ્યું હતું કે ‘મેં વિરોધ કર્યો હતો, પરંતુ હું એકલો હતો. હિંમત હતી તો એક-એક જણે આવવું હતું. લોકશાહી પદ્ધતિને અનુસરીને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો વિરોધ કર્યો હતો. દસ-દસ જણે મારા પર હુમલો કરીને સભાગૃહનું અપમાન કર્યું હતું. મેયરે આ નગરસેવકો સામે કાર્યવાહી કરવી જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK