મુખ્ય પ્રધાનના આદેશ પર રામ કદમનું માફીનામું?

દહીહંડીના કાર્યક્રમમાં વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યા બાદ દરેક સ્તરે ટીકાઓ થયા પછી આખરે ત્રણ દિવસે BJPના વિધાનસભ્ય રામ કદમે પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર માફી માગી છે તેમ જ બુધવારે એક વિડિયો રજૂ કરીને દિલગીરી પણ વ્યક્ત કરી હતી.

fadnavis

શરૂઆતમાં ફક્ત દિલગીરી વ્યક્ત કરનારા રામ કદમે તરત જ મહારાષ્ટ્રની જનતાની માફી કેવી રીતે માગી એવો પ્રfન અનેક લોકોને થયો છે. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રામ કદમને ફોન કરીને માફી માગવાની સૂચના આપી હતી અને એ પછી રામ કદમે ટ્વીટ કર્યું હતું એવી માહિતી મંત્રાલયનાં સૂત્રોએ આપી છે. જોકે વિરોધીઓએ માફી ચાલશે નહીં પરંતુ રામ કદમે રાજીનામું આપવું પડશે એવી માગણી કરી છે.

રામ કદમને પક્ષના પ્રવક્તા તરીકે બિનસત્તાવાર રીતે બરતરફ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ ચૅનલ પર ન જવા જણાવવામાં આવ્યું છે.

વિરોધીઓએ પણ આ પ્રકરણ પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટાર્ગેટ કર્યા હતા. મુખ્ય પ્રધાને પણ મહારાષ્ટ્રની જનતાની માફી માગવી જોઈએ એવી માગણી વિધાનપરિષદમાં વિરોધી પક્ષનેતા ધનંજય મુંડેએ કરી હતી, કારણ કે રામ કદમના દહીહંડી ઉત્સવમાં મુખ્ય પ્રધાને હાજરી આપી હોવાનો સંદર્ભ પણ ધનંજય મુંડેએ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મારા રામ અને હું તેમનો હનુમાન એવું રામ કદમે કહ્યું હતું. એને કારણે જ મુખ્ય પ્રધાનને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

રાજ્ય મહિલા પંચે નોટિસ મોકલી

છોકરીને ભગાવવામાં મદદ કરીશું એવું નિવેદન કરનારા BJPના વિધાનસભ્ય રામ કદમને મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર વિમેન (MSCW) દ્વારા નોટિસ મોકલવામાં આવી છે અને આઠ દિવસમાં આનો જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. MSCWના ચૅરપર્સન વિજયા રહાતકરે કહ્યું હતું કે રામ કદમને અમે નોટિસ મોકલી છે અને તેમની સાઇડ આઠ દિવસમાં રજૂ કરવા કહ્યું છે.

શું ટ્વીટ કર્યું ?

રામ કદમે ટ્વિટર પર માફી માગતાં ટ્વીટ કર્યું છે કે ‘મારા વક્તવ્યને તોડીમરોડીને રજૂ કરીને મારા રાજકીય હિતશત્રુઓએ જે વિવાદ નિર્માણ કર્યો એને કારણે માતા-બહેનોનાં મનને દુખ થયું છે. એ પ્રકરણે હું વારંવાર દિલગીરી વ્યક્ત કરું છું. ફરી માતા-બહેનોનો આદર કરીને હું માફી માગું છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK