RSSના ડિફેમેશન કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જિસ ફ્રેમ થયા, હવે ચાલશે કેસ

કૉન્ગ્રેસના ચીફે આરોપ ન સ્વીકાર્યા, પોતે નિર્દોષ હોવાનું જજને કહ્યું

rahul

RSSના ડિફેમેશનના કેસમાં ૪૭ વર્ષના કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ભિવંડી કોર્ટમાં ગઈ કાલે આરોપ ફ્રેમ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ આ દરેક આરોપ ફગાવીને પોતે નિર્દોષ હોવાનો દાવો કોર્ટમાં કર્યો હતો.

૨૦૧૪ની ૬ માર્ચે‍ રાહુલ ગાંધીએ એક ચૂંટણી-રૅલીમાં ય્લ્લ્ પર મહાત્મા ગાંધીની હત્યા કરી હોવાનો આરોપ મૂક્યો હતો. એને કારણે રાજેશ કુંટે નામના સંઘના સ્થાનિક કાર્યકર્તાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ભિવંડી કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો અને ફરિયાદ પણ નોંધાવી હતી. એ પછી બીજી મેએ કોર્ટે રાહુલ ગાંધીને ૨૦૧૮ની ૧૨ જૂન એટલે કે ગઈ કાલે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં હવે ૧૦ ઑગસ્ટે સુનાવણી થશે.

જો આ બદનક્ષીના ગુનામાં દોષી સાબિત થાય તો જેલની સજા બે વર્ષ સુધી વધારી શકાય છે અથવા દંડ થઈ શકે છે અથવા તો બન્ને સજા થઈ શકે છે.

રાહુલ ગાંધી સવારે ૧૧.૦૫ વાગ્યે કોર્ટમાં હાજર રહ્યા હતા અને બપોરે ૧૨.૧૫ વાગ્યે કોર્ટમાંથી બહાર નીકYયા હતા. રાહુલ ગાંધીના વકીલોએ કહ્યું હતું કે ‘સુનાવણીના બીજા દિવસે ફરિયાદીએ સબ્મિટ કરેલી રાહુલ ગાંધીની વિડિયો-રેકૉર્ડિંગ સ્પીચની ટ્રાન્સ્ક્રિપ્ટ સહિત ચોક્કસ ડૉક્યુમેન્ટ્સ પુરાવા તરીકે સ્વીકારી શકાય કે નહીં એને આધારે કોર્ટ ઑર્ડર પાસ કરે એવી શક્યતા છે. આવતી સુનાવણીમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવાની ફરજ નહીં પડે.’

મારી લડાઈ વિચારધારાની લડાઈ છે, જે હું જીતીશ જ : રાહુલ ગાંધી


કોર્ટમાંથી બહાર આવ્યા બાદ રાહુલ ગાંધી ગોરેગામ જવા માટે કારમાં નીકYયા હતા. એ પછી કાર્યકર્તાઓ સાથે વાત કરવા માટે તેઓ અચાનક કારમાંથી ઊતરી ગયા હતા અને મીડિયા સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘દેશમાં હાલમાં ૧૫ શ્રીમંતોની સરકાર છે. એને ખેડૂતો, મજૂરોની કંઈ જ પડી નથી. મોંઘવારી વધી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કંઈ જ બોલી નથી રહ્યા. અમારી લડાઈ નરેન્દ્ર મોદીનાં ધોરણો વિરુદ્ધ છે. આ લોકોએ મારી વિરુદ્ધ કેસો જ મૂક્યા છે. હું આ લડાઈ લડતો રહીશ. મારી લડાઈ વિચારધારાની લડાઈ છે, જે હું જીતીશ જ.’

ગઈ કાલે બપોરે બે વાગ્યે ગોરેગામમાં કૉન્ગ્રેસ કાર્યકર્તાઓને તેમણે સંબોધિત કર્યા હતા. એ પછી ૪ વાગ્યે ફ્ઘ્ભ્ના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લીધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy