સાંજે પાંચ વાગ્યા પહેલાં ઘરની બહાર ન નીકળતા

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે ભારત બંધ: એને સક્રિય સપોર્ટ જાહેર કરનારી MNSની મુંબઈગરાને ચેતવણી

petrol

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારા સામે કૉન્ગ્રેસ અને ડાબેરીઓ દ્વારા આજે રાખવામાં આવેલા ભારત બંધને MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ જાહેર અને સક્રિય સપોર્ટ આપવાનું એલાન કર્યું છે અને બંધ હોવાથી મુંબઈગરાએ પાંચ વાગ્યા પહેલાં ઘરની બહાર ન નીકળવું એવી ચેતવણી પણ ઉચ્ચારી છે. ગણેશોત્સવ માટે ગામ જનારા નાગરિકોને પણ પાંચ વાગ્યા બાદ જ ઘરમાંથી નીકળવાની સલાહ MNSએ આપી હતી.

રાજ ઠાકરેએ ટ્વીટ કર્યું હતું કે ‘પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે એને કારણે અમે આજે ભારત બંધને પૂરો સપોર્ટ કરીએ છીએ અને આ બંધમાં અમારો પણ સક્રિય સહભાગ છે. ઇન્ટરનૅશનલ માર્કેટ કરતાં ભારતમાં ઈંધણના ભાવ ઘણા વધુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈંધણ પર લગાવેલા ટૅક્સને કારણે આ ભાવવધારો થયો છે. સરકારની આ જ ભૂલ એના ધ્યાનમાં લાવવા માટે અમે વિરોધી પક્ષોએ રાખેલા બંધમાં સહભાગી થઈશું અને લોકો પણ આ બંધમાં જોડાય. નોકરી કરનારાઓ કામ પર જાય નહીં. પોતાની કાર અને બાઇકમાં ટ્રાવેલ કરનારાઓ આજે પોતાનાં વાહનો બહાર કાઢે નહીં. રેલવે-કર્મચારીઓ પણ આ બંધમાં સહભાગી થાય.’

MNSના નેતાઓ બાળા નાંદગાંવકર અને નીતિન સરદેસાઈએ પક્ષનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ‘MNSના કાર્યકર્તા આજે રસ્તા પર બંધ કરાવવા માટે ઊતરશે અને તેમને સંઘર્ષ ન કરવો પડે એ જોવાની જવાબદારી અમે સમજદાર મુંબઈગરા પર છોડીએ છીએ. આ બંધ ફક્ત કૉન્ગ્રેસ અને ડાબેરીઓનો નથી. એમાં સમાજવાદી પાર્ટી અને NCP જેવી બીજી પાર્ટીઓ પણ સામેલ છે.’

કઈ-કઈ પાર્ટીઓનો સમાવેશ?

કૉન્ગ્રેસે કરેલા બંધના આ આયોજનમાં અનેક અન્ય પાર્ટીઓએ સમર્થન કર્યું છે. મહારાષ્ટ્રમાં NCP, MNS, સ્વાભિમાની શેતકરી સંગઠન, શેતકરી કામગાર પક્ષ, રિપબ્લિકન પાર્ટી - ગવઈ જૂથ અને ડાબેરી પક્ષો; તામિલનાડુમાં DMK; બિહારમાં RJD; કર્ણાટકમાં JDS; ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સહિત કુલ ૨૧ પાર્ટીઓનો સપોર્ટ એને મળ્યો છે. કર્ણાટક અને પંજાબમાં કૉન્ગ્રેસની સરકાર છે એટલે આ રાજ્યોમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે અને જાહેર પરિવહનને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બૅન્ગલોરમાં અનેક સ્કૂલો અને કૉલેજો બંધ રહેશે. કર્ણાટકમાં મોટા ભાગના ટ્રાન્સપોર્ટ-વિભાગો અને પ્રાઇવેટ ટૅક્સી-ઑપરેટરોએ બંધમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. ઓડિશામાં પણ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

કોણ નથી આ બંધમાં સામેલ?


પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોએ બંધને ટેકો આપ્યો છે, પણ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસે આ બંધનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારીઓને રજા આપવામાં નહીં આવે. તમામ સરકારી ઑફિસો ખુલ્લી રહેશે.

ગોવા કૉન્ગ્રેસે પણ બંધનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે જેથી ગણેશ ચતુર્થીની તૈયારી કરી રહેલા ભાવિકોને મુશ્કેલી ન થાય.

પૂરગ્રસ્ત કેરળની મુસ્લિમ લીગે પણ બંધથી દૂર રહેવાની જાહેરાત કરી છે.

કૉન્ગ્રેસના ભારત બંધમાં શિવસેના નહીં જોડાય

પેટ્રોલ, ડીઝલ અને ઘરગથ્થુ ગૅસ-સિલિન્ડરના ભાવવધારાના વિરોધમાં કૉન્ગ્રેસે જાહેર કરેલા આજના ભારત બંધમાં શિવસેના સહભાગી નહીં થાય એવું શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે સ્પષ્ટ કર્યું છે. કૉન્ગ્રેસ પ્રદેશાધ્યક્ષ અશોક ચવાણે શનિવારે શિવસેનાને બંધમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું જે માટે શિવસેનાએ સહભાગી ન થવાની સ્પષ્ટતા કરી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો

ગઈ કાલે પેટ્રોલ ૧૨ પૈસા અને ડીઝલ ૧૧ પૈસા મોંઘું થયું હતું. પેટ્રોલના ભાવ જલદી ૧૦૦ રૂપિયાની ઉપર પહોંચે એવી શક્યતા છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ ૮૭.૮૯ રૂપિયા તેમ જ ડીઝલના ભાવ ૭૭.૦૯ રૂપિયા પર પહોંચ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK