ભારત બંધ મહારાષ્ટ્રમાં નરમ-ગરમ

રાજ્યમાં અનેક સ્થળે પેટ્રોલ-પમ્પ બંધ હોવાથી વાહનચાલકો થયા પરેશાન

bandh2

મુંબઈ-પુણેમાં અનેક પેટ્રોલ-પમ્પ બંધ હોવાને કારણે વાહનચાલકો ગઈ કાલે મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમને ભારે ત્રાસ થયો હતો. કૉન્ગ્રેસ દ્વારા ગઈ કાલે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ભારત બંધ પાળવામાં આવ્યો હતો જેમાં અન્ય વિવિધ વિરોધ પક્ષોએ પણ આ બંધને સપોર્ટ કર્યો હતો. રાજ્યમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ સાથે MNS પણ બંધમાં સહભાગી થઈ હતી.

ઘાટકોપર-ચેમ્બુરમાં બંધ કે સાપ્તાહિક રજા?

ઘાટકોપર અને ચેમ્બુરમાં ગઈ કાલે નાના પાનવાળાની દુકાનો સહિતની ૮૦ ટકાથી વધુ દુકાનો બંધ રહી હતી. જોકે એ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના વિરોધ કરતાં પણ નુકસાનની ડરથી વધારે બંધ રહી હતી. ચેમ્બુર અને ઘાટકોપર (ઈસ્ટ)માં આમ પણ ગઈ કાલે સોમવાર હોવાથી દુકાનો બંધ હતી. આ વિસ્તારના પેટ્રોલ-પમ્પો પણ બંધ રહ્યા હતા. આમ છતાં કૉન્ગ્રેસ, NCP અને MNSના કાર્યકરો દુકાનો બંધ કરાવવા રોડ પર ઊતર્યા હતા.

વડા પ્રધાનની ગધેડા સાથે સરખામણી


ગઈ કાલના બંધ દરમ્યાન ચેમ્બુરનાકા પર MNSના કાર્યકરોએ નરેન્દ્ર મોદીના ફોટો પર ‘યે મેરી અસલિયત’નું પ્લૅકાર્ડ લટકાવ્યું હતું. એની સાથે ગધેડાને હાર પહેરાવીને રૅલી કાઢી હતી. જ્યારે ગધેડાની બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે આ કાર્યકરોએ નરેન્દ્ર મોદીને ફેંકુબાજ કહ્યા હતા તેમ જ ગધેડાને બતાવીને આ મોદીની અસલિયત છે એમ કહ્યું હતું. કાર્યકરોએ કહ્યું હતું કે ‘૨૦૧૪ના ઇલેક્શન સમયે આપવામાં આવેલાં વચનોમાંથી એક પણ વચન નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું નથી. આમ છતાં તેઓ સબકા સાથ સબકા વિકાસના નારા સાથે દેશને ગુમરાહ કરી રહ્યા છે.’

R-સિટી મૉલ બંધ કરાવ્યો

ઘાટકોપર (વેસ્ટ)ના LBS માર્ગ પર આવેલા R-સિટી મૉલમાં બપોરના સમયે MNSના કાર્યકરો સિક્યૉરિટી સાથે ધક્કામુક્કી કરીને મૉલમાં ઘૂસી ગયા હતા. ત્યાર બાદ આ કાર્યકરો મૉલને અમુક કલાક માટે બંધ કરાવવામાં સફળ રહ્યા હતા. જોકે સાંજે મહિલા સિક્યૉરિટીએ વિનયભંગની ફરિયાદ નોંધાવતાં કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

bandh1

NCPનું રસ્તારોકો આંદોલન

NCPના નેતા હારૂન ખાન અને તેમના કાર્યકરોએ ગઈ કાલે સવારે વિક્રોલી બસડેપોની બહાર રસ્તારોકો આંદોલન કરીને મુલુંડ તરફ જતા ટ્રાફિકને રોકી દીધો હતો. જોકે પોલીસે આંદોલનકર્તાઓને પંદર મિનિટમાં જ હટાવીને ટ્રાફિક ક્લિયર કરી નાખ્યો હતો.

ફક્ત ૮૮૨ લોકોને તાબામાં લેવાયા

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં કૉન્ગ્રેસ દ્વારા ગઈ કાલે રાખવામાં આવેલા ભારત બંધ દરમ્યાન ફક્ત મુંબઈથી ૮૮૨ લોકોને તાબામાં લેવામાં આવ્યા હતા અને એ પછી છોડી દેવામાં આવ્યા હતા. આ બંધમાં મુંબઈથી કુલ છ જણની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં આ સંદર્ભે આઠ કેસ નોંધવામાં આવ્યા હતા. જોકે આ દરમ્યાન કોઈ ગંભીર બનાવ નોંધાયો નહોતો. કૉન્ગ્રેસે રાખેલા ભારત બંધમાં ૨૧ પાર્ટીઓ સહભાગી થઈ હતી, પરંતુ એમાંથી ફક્ત કૉન્ગ્રેસ અને MNS એમ બે જ પાર્ટીઓ ઍક્ટિવ રહી હતી.

રેલવે ખોરવવાનો પ્રયાસ


ભારત બંધ પ્રોટેસ્ટ દરમ્યાન ગઈ કાલે સેન્ટ્રલ રેલવેની સર્વિસ પર મામૂલી અસર થઈ હતી. અમુક બનાવમાં રાજકીય કાર્યકર્તાઓ ઘાટકોપર અને ભાંડુપ સ્ટેશન પર ફ્લૅગ સાથે ફોટો પડાવવા માટે રેલવે-ટ્રૅક પર કૂદ્યા હતા ત્યારે સર્વિસ પર થોડી અસર થઈ હતી. વેસ્ટર્ન રેલવેમાં રાજ્યના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર અશોક ચવાણ માહિમથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને અંધેરી સ્ટેશન પર પ્રોટેસ્ટ માટે ઊતર્યા ત્યારે સવારના સમયે રેલવે-સર્વિસ પર અસર થઈ હતી. વેસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યા પ્રમાણે બોરીવલી તરફ જતી ટ્રેન અંધેરી સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર પ્રવેશી ત્યારે જબરદસ્તી ૯.૪૪ વાગ્યે અને ૯.૫૧ વાગ્યે ટ્રેન ૧૦૦ જેટલા લોકો દ્વારા રોકવામાં આવી હતી. RPF અને રેલવે-પોલીસને સવારે ૧૦ વાગ્યે ટ્રૅક પરથી લોકોને હટાવવામાં સફળતા મળી હતી. એ પછી સર્વિસ શરૂ થઈ હતી. 

બેસ્ટની ૧૭ બસોને નુકસાન

શહેર અને ઉપનગરોમાં આંદોલનકર્તાઓએ બેસ્ટની ૧૭ બસોને આ બંધ દરમ્યાન ડૅમેજ કરી હતી અને એક બસના ટાયરની હવા કાઢી પંક્ચર કરી હતી. બેસ્ટના અધિકારીએ જણાવ્યા પ્રમાણે વાશીનાકા, ચેમ્બુર, લાલબાગ, કાંદિવલી, ગોરેગામ, ભાયખલા, પરેલ TT અને સાયનના પ્રતીક્ષાનગરમાં બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ બધા જ બનાવોમાં બસના વિન્ડશીલ્ડને પણ ભારે નુકસાન થયું છે.’

bandh

ફક્ત ૨૦ ટકા રિક્ષા-ટૅક્સી રસ્તા પર

મુંબઈ ટૅક્સીમેન્સ અસોસિએશનના લીડરે જણાવ્યું હતું કે ‘અમુક કૅબ રસ્તા પર આવી ન હોવાને કારણે ટૅક્સી-સર્વિસ પર ભારે અસર થઈ હતી. બંધને કારણે ફક્ત ૨૦ ટકા જેટલી ટૅક્સીઓ જ રસ્તા પર ઊતરી હતી. શહેરમાં ક્યાંય પણ કોઈ પણ કૅબ ડૅમેજ થઈ નથી.’

મુંબઈ ઑટોમેન અસોસિએશનના લીડર શશાંક રાવે જણાવ્યું હતું કે ‘કોઈ પણ ઑટો ડમેજ થઈ નથી. બિઝનેસ નીચો રહ્યો હતો, પરંતુ બંધની કોઈ વધુ અસર સબર્બ્સમાં ઑટોના વ્યવસાય પર થઈ નથી. સવારથી જ સામાન્ય રીતે ઑટો ઑપરેટ થઈ હતી.’

મેટ્રો સર્વિસ ટૂંક સમય માટે ખોરવાઈ

વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો સર્વિસ ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ MNSના અમુક લોકોએ DN નગર મેટ્રો સ્ટેશન પર ટ્રેન રોકવાની કોશિશ કરી હતી એ સમયે થોડા સમય માટે ખોરવાઈ હતી. આ સમયે પ્લૅટફૉર્મ પર હાજર એક પૅસેન્જરે આ બાબતે ટ્વીટ કર્યું હતું. આંદોલનકર્તાઓ ફ્લૅગ સાથે રેલવે-ટ્રૅક પર ગયા હતા અને નારાબાજી કરી હતી. સ્ટેશન પરના સિક્યૉરિટી અધિકારીઓએ તરત જ આ બાબતને ગંભીરતાથી લઈને આંદોલનકર્તાઓને હટાવ્યા હતા. એથી સર્વિસ બ્લૉક થઈ નહોતી. સવારે અંદાજે ૧૦.૨૯ વાગ્યે મુંબઈ મેટ્રોએ ટ્વીટ કર્યું હતું કે ‘પૅસેન્જર્સ, રાજકીય પાર્ટીના વિરોધને પગલે મેટ્રો સર્વિસ ટૂંક સમય માટે ખોરવાઈ હતી. જોકે આ મુદ્દો સૉલ્વ થઈ ગયો છે અને સર્વિસ શરૂ થઈ ગઈ છે.’

પરભણીમાં ગધેડા, ઘોડા, બળદ સાથે મોરચો

પરભણી જિલ્લાના ગંગાખેડમાં બંધ દરમ્યાન NCP દ્વારા તહસીલ ઑફિસ પર ધિક્કાર મોરચો કાઢવામાં આવ્યો હતો. એમાં આંદોલનકર્તાઓએ ગધેડા, ઘોડા અને બળદો મોટી સંખ્યામાં છૂટા મૂકી દીધા હતા. બસ-સ્ટેશનના વિસ્તારમાં અણ્ણાભાઉ સાઠે ચોકથી સવારે ૧૧ વાગ્યે આ ધિક્કાર મોરચો કાઢવામાં આવ્યો હતો.

ઔરંગાબાદમાં ‘મોદી સેઠ’નો સેલ્ફી-પૉઇન્ટ


પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાના વિરોધમાં આયોજિત કરવામાં આવેલા ભારત બંધમાં MNSએ ક્રાન્તિ ચોકમાં નિદર્શનો કયાર઼્ હતાં. આ સમયે MNSના કાર્યકર્તાઓએ વાહનચાલકોને ટીપે-ટીપે પેટ્રોલનું વિતરણ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો. આ સ્થળે MNSએ એક ફોટો-પૉઇન્ટ પણ મૂક્યો હતો. એના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સહિત ‘મોદી સેઠ, ઈંધણના ભાવવધારા માટે ધન્યવાદ’ એવું લખાણ પણ હતું. ત્યાં અનેક લોકોએ સેલ્ફી લીધો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK