ભાંડુપ બન્યું ગુનેગારો માટે સ્વર્ગ

છેલ્લા સાત મહિનામાં આઠ હત્યા અને હત્યાના દસ પ્રયાસ: સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરને ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા

bhandup

સાત મહિનામાં આઠ હત્યા, હત્યાના દસ પ્રયાસ અને હુમલાના સેંકડો બનાવો સાથે ભાંડુપ ધીમે-ધીમે ગુનાખોરીનું મથક બનતું જાય છે. પોલીસની નિષ્ક્રિયતાથી અકળાઈને ટોચના અધિકારીઓએ ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શ્રીનિવાસ પન્હાળેની મંગળવારે સ્થાનિક આર્મ્સ ડિવિઝનમાં ટ્રાન્સફર કરીને તેમના સ્થાને સિનિયર ઇન્સ્પેક્ટર રમેશ ખાડેની નિમણૂક કરી હતી.

લગભગ એક સપ્તાહ પહેલાં ૨૬ જુલાઈએ ટીનેજર્સના એક ગ્રુપે બારમા ધોરણમાં ભણતા ૧૭ વર્ષના સુશીલ વર્માની ધોળે દિવસે તેની કૉલેજની બહાર જ હત્યા કરી હતી. આ ઘટનાએ ભાંડુપમાં ચકચાર જગાવી હતી. પોલીસે આ કેસમાં શંકાના આધારે ત્રણ જણની ધરપકડ કરી હતી. જોકે આ ઘટનાને પગલે પોલીસની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊઠ્યા હતા.

કૉલેજના ડિરેક્ટર રમેશ ખાનવિલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે પોલીસોને સતત જણાવી રહ્યા હતા કે ભાંડુપમાં સ્થિતિ ધીમે-ધીમે કથળી રહી છે, પરંતુ તેમણે ધ્યાન આપ્યું નહીં. એને પગલે ૧૭ વર્ષના છોકરાની હત્યાની હિચકારી ઘટના બની. પૅટ્રોલિંગ વધારીને આ ઘટનાને ટાળી શકાઈ હોત, પરંતુ પોલીસની બેદરકારીને કારણે યુવાનોમાં વ્યસન પણ વધ્યું છે.’

બીજી ઑગસ્ટે વધતી જતી ગુનાખોરી વિશે ચર્ચા કરવા એક જાહેર મીટિંગ યોજવામાં આવી હતી. વિવિધ પાર્ટીના નેતાઓએ ભાંડુપમાં સક્રિય બનેલી મટકાની પ્રવૃત્તિ સામે પગલાં લેવા જણાવ્યું હતું. લોકોએ ભાંડુપમાં ગુનાખોરી ઘટાડવા માટે પોલીસ-બંદોબસ્ત વધારવાની જરૂર પર વિશેષ ભાર મૂક્યો હતો.

નવા વરિષ્ઠ પોલીસ-ઇન્સ્પેક્ટર સામે ગુનાખોરીને ડામવાનો પડકાર ઊભો છે. ભાંડુપ પોલીસ-સ્ટેશનના અધિકારક્ષેત્રમાં ૧૫ લાખ રહેવાસીઓ છે, જેમાંના મોટા ભાગના ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. બે વર્ષ પહેલાં પોલીસે ગૅન્ગસ્ટરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં ટેકરીઓ પર આવેલા જંગલમાં તલવારથી ભરેલી ત્રણ ગૂણી મળી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK